Last Update : 01-August-2012, Wednesday

 

૪૮ નિફટી સ્ટોકસમાં એફઆઈઆઈનું હોલ્ડીંગ પાંચ વર્ષની ઊંચી સપાટીએ

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રાૃથમ સાત મહિનામાં એફઆઈઆઈ દ્વારા રૃપિયા ૫૫૦૦૦ કરોડની ખરીદી

મુંબઈ, તા. ૩૧
અર્થશાસ્ત્રીઓ દ્વારા દેશનું આર્થિક ચિત્ર ધુંધળું દર્શાવાતું હોવા છતાં ભારતીય શેરબજારના મુખ્ય ચાલક ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)નું નિફટી શેરોમાં રોકાણ જુન ૨૦૧૨ના અંતે પૂરા થતાં છેલ્લા પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. નિફટી ફિફટીમાંના ૪૮ જેટલા સ્ટોકસમાં એફઆઈઆઈનું હોલ્ડીંગ્સ છેલ્લા પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ સાત મહિનામાં એફઆઈઆઈએ રૃપિયા ૫૫૦૦૦ કરોડના સ્ટોકસ ખરીદ્યા છે. એફઆઈઆઈ દ્વારા ખરીદીનો આ વેગ જળવાઈ રહેશે તો વર્ષના અંતે એફઆઈઆઈનો ૧૭.૧૪ અબજ ડોલરનો ઈનફલો જોવા મળી શકશે. ૨૦૧૦માં એફઆઈઆઈએ ૨૯.૩૨ અબજ ડોલર ઠાલવ્યા હતા.
નિફટી ફિફટીની ૪૮ કંપનીઓમાં એફઆઈઆઈનું સરેરાશ હોલ્ડીંગ્સ ૧૬.૩૪ ટકા વધ્યું છે. આજ સ્થિતિ સેન્સેકસ સ્ટોકસમાં પણ જોવા મળે છે. સેન્સેકસની દરેક કંપનીઓનો નિફટીમાં સમાવેશ થાય છે. ૨૦૧૨માં નિફટીમાં અત્યારસુધી ૧૨.૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે સેન્સેકસ ૧૦.૯૩ ટકા વધ્યો છે. એફઆઈઆઈઅ ે જાન્યુઆરીમાં ૨.૧૮ અબજ ડોલર અને ફેબુ્રઆરીમાં ૫૧.૩ અબજ ડોલરનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ માર્ચથી જુલાઈ સુધીના પાંચ મહિનામાં એફઆઈઆઈનો દર મહિને સરેરાશ ફલો ૫૩.૬૦ કરોડ ડોલર રહ્યો છે.
મુલ્યાંકનની દ્રષ્ટિએ જોવા જઈએ તો, ભારતીય સ્ટોકસનો તેની ૧૦ વર્ષની ઐતિહાસિક સરેરાશની નજીક વેપાર થઈ રહ્યો છે. જો કે મિડકેપ શેરોમાં ચિત્ર અલગ જોવા મળે છે. બીએસઈ-૫૦૦ કંપનીમાં ડિસેમ્બરથી જુન દરમિયાન એફઆઈઆઈનું હોલ્ડીંગ ૦.૮૬ ટકા ઘટીને ૧૩.૪૫ ટકા રહ્યું છે એમ બીએસઈની આંકડાકીય માહિતી પરથી જણાય રહ્યું છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં હોલ્ડીંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતીય શેરોમાં એફઆઈઆઈની રુચી ઘટી રહી હોવાના તાજેતરમાં કેટલાક ખેલાડીઓએ મત વ્યકત કર્યા હતા. કોમોડિટીના ભાવ જ્યારે ઘટે છે ત્યારે બજારની સુસંગત કામગીરી પર દબાણ હેઠળના રૃપિયાની અસર ઓછી જોવા મળે છે. કોમોડિટીના નીચા ભાવના બૃહદ લાભો ભારત માટે ઘણા મહત્વના છે. છેલ્લા પાંચ વર્ષમાં બીએસઈ-૫૦૦માં એફઆઈઆઈનું સૌથી વધુ રોકાણ રિઅલ્ટી સેકટરમાં જોવા મળ્યું હતું. ૨૦૦૭ના સપ્ટેમ્બરમાં રિઅલ્ટી સેકટરમાં એફઆઈઆઈનું હોલ્ડીંગ જે ૧૦.૧૨ ટકા હતું તે વધીને ૨૩.૫૬ ટકા થયું છે. ઓટો એન્સિલરીમાં ૧૧.૧૦ ટકા પરથી વધી ૧૭.૧૯ ટકા, એફએમસીજીમાં ૧૩.૪૧ ટકાથી વધી ૧૯.૨૬ થયું છે. જે ક્ષેત્રોમાં એફઆઈઆઈનું રોકાણ ઘટયું છે તેમાં કેપિટલ ગુડસ, સિમેન્ટ અને તેલ અને વાયુનો સમાવેશ થાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved