Last Update : 01-August-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧-૦૮-૨૦૧૨, બુધવાર
શ્રાવણ સુદ ચૌદસ - વ્રતની પૂનમ
નાળીયેરી પૂનમ
રસકસના ભાવ વધે !

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્રઃ- ઉત્તરાષાઢા રાત્રે ૧૦ ક. ૧૯ મિ. સુધી પછી શ્રવણ.
ગોચરગ્રહ ઃ- સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્ર/૧૦/
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ સુદ ચૌદશને બુધવાર.
- વ્રતની પૂનમ
- નાળીયેરી પૂનમ
- વિષ્ટી સવારના ૧૦-૫૯થી રાત્રે ૯ ક. ૫૬ મિ. સુધી.
- રસકસ મોંઘા ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાર્મંદ માસનો ૧૯ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો, આવક થાય. પુત્ર પૌત્રાદિક, ઘર, પરિવાર માટે ખર્ચ, ખરીદી થાય.

 

વૃષભ ઃ યાત્રા પ્રવાસ-મુલાકાત, ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે, કામ ઉકેલાય, આવક થાય.

 

મિથુન ઃ વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામ અંગે ચંિતા-ઉચાટ રહે. હૃદય-મનને વ્યગ્રતા રહે. વાત વાતમાં ગુસ્સો, ઉશ્કેરાટ આવી જાય.

 

કર્ક ઃ આપના નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પત્ની-સંતાન, પરિવારના કામની વ્યસ્તતા રહે. ધર્મકાર્યથી આનંદ રહે.

 

સંિહ ઃ આપના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

કન્યા ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ચર્ચા-વિચારણા થાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે.

 

તુલા ઃ સગા સંબંધી-મિત્રવર્ગના વિચારોમાં હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે. નોકરી ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે.

 

વૃશ્ચિક ઃ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. પરંતુ જવાબદારીવાળા કામના કારણે તમારા અંગત કામમાં વિલંબ થાય.

 

ધન ઃ આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય. ખર્ચ-ખરીદી થાય. સીઝનલ ધંધો, આવક થાય. નોકરીનું કામ ઉકેલાય.

 

મકર ઃ માનસિક પરિતાપ-ચંિતા અન્યના કામ અંગે અનુભવાય. નોકરી ધંધાના, ઘર પરિવારના કામમાં સાનુકૂળતા રહે.

 

કુંભ ઃ આપના પુત્ર-પૌત્રાદિકના કામ અંગે ચંિતા-ખર્ચ અનુભવાય. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધામાં ચંિતા રહે.

 

મીન ઃ આપના પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં આવક થાય, વધારાનું કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧-૦૮-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આનંદ ઉત્સાહમાં વધારો કરનારું, પ્રગતિ, સફળતાનું રહે. નોકરી, ધંધાના કાર્યક્ષેત્રમાં ફેરફારીના સંજોગો સર્જાય, સારી કોઈ તક પ્રાપ્ત થાય.

 

વિશેષમાં - * ભાગ્યોદય, ઉન્નતિનો દશકો શરૂ થાય. તેમાં પણ જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને આકસ્મિક ન ધારેલી સફળતાની શરૂઆત થાય.

 

* ધર્મકાર્ય-શુભકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. પરદેશ જવા આવવાનું થાય કે પરદેશમાં રહેતા સગા સંબંધી-મિત્રવર્ગને આ વર્ષમાં મળવાનું થાય.

 

* નોકરી-ધંધામાં વર્ષ લાભદાયી રહે. તમારી આવક, સુખસંપત્તિમાં વધારો થાય.

 

* સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવારની પ્રગતિથી આનંદ રહે. અવિવાહિતને વિવાહ નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષ પ્રગતિ-સફળતાનું રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક કૂતરો વિચારે છે કે... મારો માલિક મને ખવરાવે છે, મને ઘરમાં સારી રીતે રાખે છે, મને વહાલ કરે છે, મારી સારી સંભાળ રાખે છે... એ ચોક્કસ ભગવાન હોવો જોઈએ !
જ્યારે એક બિલાડી વિચારે છે, ‘‘મારો માલિક મને ખવરાવે છે, મને ઘરમાં સારી રીતે રાખે છે, વહાલ કરે છે... હું ચોક્કસ ભગવાન હોવી જોઉં !’’

[Top]
 

આજ ની રેસીપી

પૌષ્ટિક મકાઈની મજેદાર વાનગીઓ

મકાઈનાં વડાં

 

 

સામગ્રી ઃ ..૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણા, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલ , મીઠું સ્વાદ મુજબ

 

રીત ઃ ૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણાને કરકરા દળાવવા, તેમાં મીઠું, મરચું, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલનું મોેણ નાંખી, છાસથી ખીરુ બાંધવું. ચાર કલાક રહેવા દઈ પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાંખી પાટલા ઉપર ભીનો રૂમાલ પાથરી વડાં થાપી, તળી ે લેવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved