Last Update : 31-July-2012, Tuesday

 

અટકળ અને આગાહી

ભારતભરમાં ઘેરાતાં ચોમાસાને લગતી ચંિતાનાં વાદળોમાં રૂઠેલી કુદરતની હારોહાર ચર્ચાનો વિષય બનેલો બીજો મુદ્દો છેઃ હવામાન ખાતાની આગાહી. વિદેશોમાં હવામાન ખાતાં ફક્ત મોસમની જ નહીં, દિવસની અને દિવસના સવાર-બપોર-સાંજની ચોક્સાઇપૂર્વકની આગાહીઓ કરવા માટે જાણીતાં છે. તેમની આગાહીઓના આધારે લોકો ઘરની બહાર નીકળવાનું નક્કી કરે છે અને એ આગાહીઓ ભાગ્યે જ ખોટી પડે છે. ગ્લોબલ વોર્મંિગને કારણે ૠતુચક્ર ખોરવાઇ ગયા પછી પણ પશ્ચિમી દેશોનાં હવામાન ખાતાંની આગાહીઓની ચોક્સાઇ ખોરવાઇ નથી. તેમની સરખામણીમાં ભારતનું હવામાન ખાતું અવિશ્વસનીય આગાહીઓ માટે જાણીતું અને કંઇક અંશે કુખ્યાત છે.
હવામાન બહુ પેચીદો વિષય છે. તેમાં પણ વરસાદ એટલે અનેક કુદરતી પરિબળોને લગભગ ચમત્કારિક કહી શકાય એવો સરવાળો ગણી શકાય. સ્થાનિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય એમ કેટકેટલાં પરિબળો ચોમાસા પર અસર કરતાં હોય છે. ભારત જેવા દેશમાં સારા ચોમાસાનું અને તેને કારણે વરસાદની સાચી આગાહીનું વિશેષ મહત્ત્વ હોય. કારણ કે આજે એકવીસમી સદીના બીજા દાયકામાં પણ દેશના અર્થતંત્રનો મોટો આધાર સારા ચોમાસા પર રહેલો છે. સુપરપાવર બનવાની દિશામાં આગળ વધી રહેલા દેશમાં એક ચોમાસું નિષ્ફળ જાય, તો અર્થતંત્રની કમર ભાંગી જાય છે. અલબત્ત, એ માટે કુદરતી પરિબળો ઉપરાંત આયોજકોની નિષ્ફળતા પણ ઘણી હદે જવાબદાર હોય છે, એ જુદી વાત છે.
ભારતનું હવામાન ખાતું કેમ સચોટ આગાહીઓ કરી શકતું નથી એનાં ઘણાં કારણ-ખુલાસા મળે છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં કેમ સચોટ આગાહી થાય છે અને ભારતમાં નથી થતી, એવા સવાલનો કેટલાક નિષ્ણાતો દ્વારા મળતો જવાબ ખાસ્સો ટેકનિકલ હોય છે. તેમાં ભારતમાં સર્જાતા વાદળોના પ્રકારથી માંડીને અનેક પરિબળો આગાહીને અચોક્કસ બનાવવામાં ભાગ ભજવતાં હોય એવું લાગે. પરંતુ સાથોસાથ એ પણ યાદ રાખવું પડે કે વરસાદની આગાહી કરવા માટે વપરાતી યંત્રસામગ્રીમાં ઉત્ક્રાંતિ થઇ છે? અને એ થયા પછી આગાહીની ચોક્સાઇમાં વધારો થયો છે?
ભારતમાં ગરીબ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર કે ટેબ્લેટ મળતાં મળશે, પણ હવામાનખાતામાં સુપર કમ્પ્યુટરનો યુગ શરૂ થઇ ચૂક્યો છે. હવામાનનાં એકબીજા પર અસર પાડતાં અનેક પરિબળોની સંકુલ ગણતરીઓ કરવાનું કામ હવે સુપર કમ્પ્યુટરના ભરોસે છે. પરંતુ ભરોસાની ભેંસ પાડો જણે એ કહેણી અનુસાર, સુપર કમ્પ્યુટરો પણ ભારતના હવામાનનો તાગ કાઢવામાં સફળ થયાં નથી. કમ સે કમ ચોમાસાના અનુભવો પરથી તો એવું લાગે જ છે.
છેલ્લા એક દાયકામાં ભારતના હવામાન ખાતાની ચોમાસાને લગતી આગાહીનો રેકોર્ડ મિશ્ર રહ્યો છે. છેલ્લાં દસ વર્ષમાં વરસાદને લગતી સૌથી ચોક્સાઇભરી આગાહી ૨૦૦૫માં કરવામાં આવી હતી. એ વર્ષે હવામાન ખાતાએ ૯૮ ટકા વરસાદની આગાહી કરી હતી અને વરસાદ ધારણા કરતાં ૦.૮ ટકા જેટલો વધારે- એટલે કે સીઝનના કુલ વરસાદના ૯૮.૮ ટકા જેટલો- આવ્યો.
અગાઉ ૨૦૦૨માં અને ૨૦૦૪માં હવામાન ખાતાએ અનુક્રમે ૭૯.૪ ટકા અને ૮૭.૪ ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ એ વર્ષે આગાહી કરતાં ચોમાસામાં અનુક્રમે ૨૧.૬ ટકા અને ૧૨.૬ ટકા વરસાદ ઓછો પડ્યો. એટલે કે મોસમના વરસાદમાં એટલી મોટી ઘટ પડી, જે હવામાન ખાતું આગળથી જોઇ શક્યું નહીં. છેલ્લાં બે વર્ષની વાત કરએ તો એકંદરે હવામાન ખાતાની આગાહી ચોક્સાઇથી નજીક રહી છે. તેણે કરેલી આગાહી કરતાં વરસાદ ચારેક ટકા જેટલો વધારે પડ્યો છે. પરંતુ આ વર્ષ ફરી એક વાર હવામાન ખાતાની આગાહીની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરનારું બની રહ્યું છે. આ વર્ષે ૧ જૂનથી ૧૧ જુલાઇ સુધી હવામાન ખાતાએ કરેલી આગાહી કરતાં ૨૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે અને આ આંકડામાં કોરાકટ ગયેલા છેલ્લા વીસ દિવસનો સમાવેશ થતો નથી. તેમનો ઉમેરો કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહીની વિશ્વસનીયતાના ગંભીર પ્રશ્નો ઊભા થઇ શકે એમ છે.
અલબત્ત, હવામાન ખાતાને દોષ દેતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે ભવિષ્ય જોનારો ગમે તેટલો અચૂક અને સચોટ હોય પણ એ ભવિષ્ય માટે સજ્જ થવાની જવાબદારી સાવ બીજી વાત છે- અને ભવિષ્ય ખરાબ હોય તો તેને બદલવાની ત્રેવડ રાખવી એ તો વળી સાવ ત્રીજી જ વાત છે.
એ દૃષ્ટિએ હવામાન ખાતાની ચોક્સાઇ વિશે શંકા કરવામાં કે ચોક્સાઇના અભાવ બદલ તેની ટીકા કરવામાં કશું ખોટું નથી, પરંતુ તેમની ભૂમિકા ફક્ત આગાહી પૂરતી જ છે અને અતિવૃષ્ટિ-અનાવૃત્તિના સંજોગો સામે અગમચેતીથી તૈયારી કરવાની જવાબદારી સરકારની છે, એ યાદ રહેવું જોઇએ. કમભાગ્યે આપણી સરકારોની આ બાબતની કાર્યક્ષમતા હવામાન ખાતાની આગાહીઓ કરતાં પણ ઓછી વિશ્વસનીય રહી છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved