Last Update : 31-July-2012, Tuesday

 

બ્લેક મન્ડે ઃ છ રાજ્યોમાં વીજળી ડૂલ
અણ્ણા ટીમના સાથીઓ મૌન રાખશે તો વહેલું સમાધાન થશે

 

- અણ્ણા ટીમ રઘવાઇ બની છે ઃ સમર્થકો ઉમટ્યા છે ઃ સરકાર સમાધાનના મૂડમાં નથી

 

ગઇકાલનો સોમવાર ‘બ્લેક મન્ડે’ સમાન પૂરવાર થયો હતો. આગ્રા નજીકની વીજગ્રીડમાં ઊભી થયેલી ટેકનીકલ ખામીએ દેશના નવ રાજ્યોમાં અંધારપટનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું જ્યારે ચેન્નાઈ જતી ટ્રેનનો એસી કોચ સળગી જતા ૩૦થી વઘુ પ્રવાસીઓ ભડથુ થઇ ગયા હતા. બીજી તરફ જનલોકપાલ માટેનું અણ્ણા હજારેનું ઉપવાસ આંદોલન પણ બીજા દિવસમાં પ્રવેશ્યું હતું.
મશીનની ખામીઓ અને ગોઝારા અકસ્માતો વચ્ચેના મારા વચ્ચે શરૂ થયેલા સોમવાર દરમ્યાન અણ્ણા હજારેના ઉપવાસ આંદોલનના અહેવાલો પાછળ ધકેલાઇ ગયા હતા. રવિવારે મોડી રાતથી દેશના છ રાજયોમાં અંધારપટ છવાઇ ગયો હતો. જ્યારે આગના અકસ્માતની એક ઘટનામાં ચેન્નાઇ જતી ટ્રેનના એસી કોચમાં આગ લાગી હતી જેમાં ૩૦થી વઘુ પ્રવાસીઓ ભડથુ થઇ ગયા હતા. વીજળીના અભાવે દિલ્હી મેટ્રો સહિત સંખ્યાબંધ ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઠપ્પ થઇ ગઇ હતી.
રવિવાર અણ્ણા હજારેનો હતો. તો સોમવાર સરકાર સામે બ્લેક આઉટનો દિવસ હતો. જંતર-મંતર ખાતે માંડ ૫૦૦-૬૦૦ લોકો આવતા હતા ત્યાં એકાએક હજારો સમર્થકો ઉમટી પડતાં સરકાર હેબતાઇ ગઇ છે. સરકારે દિગ્વિજયસંિહ અને સલમાન ખુરશીદ જેવા ‘રફ-બૅટ’ મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે અણ્ણા ટીમ તરફથી માહિતીનો અભાવ અને દંભી પ્રવકતાઓ ઉતર્યા હતા.
ગયા ઓગસ્ટમાં મૈં ભી અન્ના, તું ભી અન્ના વાળો જુવાળ જોવા મળ્યો હતો. સાવ ઠંડુ પડી ગયેલું અણ્ણાનું આંદોલન આળસ મરડીને ઊભું થતું જોઇને અનેક લોકો તેમાં જોડાવા ઉપડી ગયા હતા. મુંબઇમાં પણ અણ્ણા સમર્થકો મેદાનમાં ઉતરી પડ્યા હતા. અનુપમ ખેરે આગેવાની લીધી હતી તો આમીરખાને એસએમએસ કરીને જંતર-મંતર આવવાની ખાત્રી આપી હતી. ટીમ અણ્ણાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને પણ ટેકો આપવા આગળ આવવા અનુરોધ કર્યો હતો.
જંતર-મંતર ખાતે અણ્ણા હજારે સાથે અન્ય ૪૦૦ લોકો પણ ઉપવાસ પર બેઠા છે. મામલો ગરમ બની ચૂક્યો છે. સરકાર માટે તે પડકાર ઊભો કરી રહ્યો છે. સરકાર શું કરશે તે પ્રશ્ન મોટો છે. અણ્ણા કહે છે કે પ્રથમ જનલોકપાલ પછી બીજી વાત. સરકારે સોમવારે બપોર સુધી મંત્રણાના કોઇ સંકેત આપ્યા નથી. પરંતુ ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજા ઈચ્છે છે કે સરકાર કોઇ આકરાં પગલાં ભરે. જન લોકપાલ બીલની દિશામાં સરકાર મક્કમ પગલાં ભરે તે આજની માગ છે.
સરકારને ફસાતી જોઇને વિરોધ પક્ષ ભાજપ છૂપો આનંદ મેળવી રહ્યું છે. જોકે યુપીએ સરકારના સાથી પક્ષો મૌન રાખીને બેઠા હતા. એનડીએના સાથી પક્ષો પણ પ્રતિભાવથી દૂર રહ્યા હતા. આખી લડાઇ કોંગ્રેસ, ભાજપ અને ટીમ અણ્ણા વચ્ચે લડાઇ રહી હતી એવું દેખાઇ આવે છે. ભાજપ ‘નારદ’ની ભૂમિકામાં રહીને ટીમ અણ્ણા અને સરકારને લડાવી રહી છે એમ રાજકીય નિષ્ણાતો માને છે. અણ્ણાની ટીમ જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સામે આક્ષેપો કરે ત્યારે તેમને બંધારણીય સત્તાને માન આપવાનું સમજાવવાની જરૂર છે. અકળાયેલી અણ્ણા હજારેની ટીમ સરકારના પ્રધાનોને ટાર્ગેટ બનાવવામાં મહત્વનો એવો જન લોકપાલનો મુદ્દો ભૂલી જતી હતી.
અણ્ણા હજારે અને તેમની ટીમના જનલોકપાલ અંગેના આંદોલનમાં આખું ભારત સંમત છે એવું માનવાની જરૂર નથી. ત્રણ મહિના પહેલાં પાંચ વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ટીમ અણ્ણાએ યોજેલી જાહેરસભાઓ ફ્‌લોપ ગઇ હતી. તાજેતરમાં નવેસરથી શરૂ થયેલા અણ્ણાના ઉપવાસ આંદોલનમાં દિલ્હી અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં સમર્થન મળ્યું હતું પરંતુ બાકીના પ્રદેશોમાં કોઇ નોંધ લેવાઇ નથી. અણ્ણાના આંદોલનને ટીવી સમાચાર માઘ્યમો દ્વારા વઘુ પ્રચાર-પ્રસાર મળી રહ્યો છે એમ દેખાઇ આવે છે.
યોગગુરૂ બાબા રામદેવની લોકપ્રિયતાનો ઉપયોગ કરવા માગતી ટીમ અણ્ણા બાબા રામદેવને કાબુમાં રાખી શકી નથી. અણ્ણા હજારે પોતે બાબા રામદેવના સમર્થક છે પરંત ટીમ અણ્ણા બાબા રામદેવના સ્વતંત્ર સ્વભાવને સહન કરી શકતી નથી. બાબા રામદેવ પાસે મોટી સંખ્યામાં સમર્થકો છે. તેમની પાસે પ્રજાને ગળે ઉતરે તેવી ભાષામાં વાત કરવાની ક્ષમતા છે. બાબા રામદેવના મુદ્દે ટીમ અણ્ણાના સભ્યોમાં મતભેદો છે. રવિવારે અમદાવાદમાં આવેલા બાબા રામદેવે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા ટીમ અણ્ણાના સભ્ય સંજયસંિહે ખુલ્લો વિરોધ કર્યો હતો. જોકે સોમવારે બાબા રામદેવે કહ્યું હતું કે હું સ્વતંત્ર છું મને સલાહ આપવાની જરૂર નથી.
અણ્ણા હજારેની ભ્રષ્ટાચાર વિરોધી મુવમેન્ટ અને જનલોકપાલને પ્રજા ટેકો આપતી દેખાઇ રહી છે પરંતુ ટીમ અણ્ણા ધીરજ ગુમાવી બેઠી છે. આ ટીમની ભાષામાં તીખાશ આવી છે અને જીભ પરનો કાબુ ગુમાવી રહી બેઠી છે. ટીમ અણ્ણા માનતી હતી કે સંજયસંિહ જેવા વ્યક્તિગત આક્ષેપો કરનારને ઉતારવાથી સરકારને વળતો જવાબ આપવાનું આસાન રહેશે. પરંતુ અણ્ણા ટીમના પ્રવકતા ધાર્યા કરતા વઘુ બેફામ પુરવાર થયા હતા. સમાચાર માઘ્યમોના પ્રશ્નોના જવાબ આપતા તેઓ ફસાતા હતા અને અણ્ણાએ ખુલાસો કરવો પડ્યો હતો. અણ્ણાની ટીમ એક અઠવાડીયું મૌન રાખે તો આંદોલન વિવાદમાંથી બચી શકે છે અને આંદોલન માટે એનર્જી ઊભી કરી શકે એમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved