Last Update : 31-July-2012, Tuesday

 

અણ્ણા હઝારે અને બાબા રામદેવ ઃ કોણ કેટલાં પાણીમાં છે ?

જંતરમંતરમાં લોકોનાં ટોળાં એકઠાં કરવાં એ એક બાબત છે અને લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો ઊભા કરીને તેમને જીતાડવા એ અલગ જ બાબત છે

જંતરમંતરમાં ચાલી રહેલા અણ્ણા હઝારેના ઉપવાસ દિલ્હીવાસીઓ માટે જાણે પર્યટનનું સ્થળ બની ગયું છે. ૨૫ જુલાઈએ અણ્ણાના સાથીદારો ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે બુધવાર હતો અને દિલ્હીના રહેવાસીઓ પોતપોતાના ધંધા-વ્યવસાયોમાં વ્યસ્ત હતા, એટલે ચાર દિવસ જંતરમંતરમાં પાંખી હાજરી જોવા મળી હતી.
અણ્ણા હઝારેના સાથીદારો લોકોની ઓછી સંખ્યા માટે બહાનાંઓ આપીને થાકી ગયા હતા. રવિવારે અણ્ણા હઝારે પોતે ઉપવાસ ઉપર ઉતર્યા અને ઓફિસોમાં રજા હતી એટલે દિલ્હીવાસીઓ મોટી સંખ્યામાં જંતરમંતર ખાતે ઉમટી પડયા હતા. આ સંખ્યા જોઈને અણ્ણાના હતાશ થઈ ગયેલા સાથીઓના જીવમાં જીવ આવ્યો હતો. જાણે પિકનિક કરવા રવિવારે આવતા હોય તેવા ચંચળ આંદોલનકારીઓને કારણે અણ્ણા હઝારેના ભ્રષ્ટ્રાચારવિરોધી આંદોલનની અસરકારકતા બાબતમાં સવાલો ઊભા થાય છે.
અણ્ણા હઝારેએ જંતરમંતર ખાતે ૨૫ જુલાઈએ આંદોલન કરવાની જાહેરાત કરી હતી તેમ બાબા રામદેવ ૯ ઓગસ્ટથી દિલ્હીમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે અને એ માટે જોરદાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. બાબા અને અણ્ણા વચ્ચે તિરાડ નથી એવું પુરવાર કરવા બાબા રામદેવે જંતરમંતરના આંદોલનમાં પણ સામેલ થવાની ઘોષણા કરી હતી. આ ઘોષણા મુજબ શુક્રવારે બાબા રામદેવ પોતાના આશરે પાંચ હજાર સમર્થકો સાથે જંતરમંતરમાં આવી પહોંચ્યા હતા. ત્યારે જંતરમંતરમાં અણ્ણાના માંડ ૫૦૦ સમર્થકો હાજર હતા. આ ઓછી સંખ્યા જોઈને બાબા રામદેવે ચાબખો માર્યો હતો કે ભારતની ૧૨૦ કરોડની વસતિમાંથી ઓછામાં ઓછા એક કરોડ લોકો જે આંદોલનમાં જોડાય તેને જ સફળ આંદોલન કહેવાય. બાબાએ શેખી મારી હતી કે ૯મી ઓગસ્ટથી શરૃ થનારા તેમના આંદોલનમાં માત્ર દિલ્હીમાં જ નવ લાખ લોકો જોડાવાના છે.
આ ટિપ્પણી કરીને બાબા રામદેવ જ્યારે જંતરમંતર છોડીને ગયા ત્યારે તેમના સમર્થકોનું ટોળું પણ તેમની સાથે ચાલ્યું ગયું.
અત્યાર સુધી અણ્ણા હઝારેનું આંદોલન શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રહ્યું હોવાને કારણે ગાંધીજીની અને સર્વોદયની વિચારધારામાં માનતા અનેક સમાજસેવકો પણ તેમાં જોડાયા હતા. શનિવારે અણ્ણાના સમર્થકોએ વડા પ્રધાન ડો. મન મોહન સિંહનાં નિવાસસ્થાનની બહાર કે ધમાલ અને અશિસ્તનું પ્રદર્શન કર્યું તેને કારણે તેમની છબી ખરાબ થઈ છે. કદાચ અણ્ણાના સમર્થકો જંતરમંતર ખાતે જોવા મળેલી ઓછી ભીડને કારણે હતાશ થઈ ગયા હતા. તેમણે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર લગાડવામાં આવેલાં મનમોહન સિંહના પોસ્ટરમાં તેમના ચહેરા ઉપર મેંશ લગાડીને પોતાની હતાશા ઠાલવી હતી. કેટલાક તોફાનીઓએ એક કપડાંનું બેનર જમીન ઉપર ફેંક્યું હતું અને તેમાં જે કોંગ્રેસી નેતાઓની તસવીરો છાપવામાં આવી હતી તેને પગ હેઠળ કચડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે વડા પ્રધાનના નિવાસસ્થાનની દિવાલ ઉપર તિરસ્કારજનક લખાણો પણ લખ્યાં હતાં. જોકે રવિવારે અણ્ણા હઝારેએ આ બધા માટે જાહેરમાં માફી માંગી લીધી હતી.
કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહ સતત એવો આક્ષેપ કરતા આવ્યા છે કે અણ્ણા હઝારેનું અને બાબા રામદેવનું આંદોલન બિનરાજકીય નથી પણ ભાજપ અને સંઘપરિવારના સક્રિય ટેકાથી તે ચાલી રહ્યું છે. આ આક્ષેપને સમર્થન આપે તેવા એક પછી એક પુરાવાઓ બાબા અને અણ્ણા આપી રહ્યા છે. દિલ્હીમાં અણ્ણા હઝારેએ પત્રકારોના સવાલના જવાબમાં પહેલી વખત કહ્યું કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા બાબતમાં પણ વિચારી રહ્યા છે. અગાઉ અણ્ણાએ એમ વાત કરી હતી કે તેઓ સ્વચ્છ ઉમેદવારોને ટેકો આપશે.
આ બે વાત વચ્ચે બહુ ફરક છે. હરિયાણાના હિસારમાં લોકસભાની પેટા-ચૂંટણીમાં ટીમ અણ્ણાના સભ્યોએ ભાજપ સમર્થિત ઉમેદવારના ટેકામાં ધૂમ પ્રચાર કર્યો હતો અને તેને જીતાડયો હતો. લોકશાહી સિસ્ટમમાં જો વ્યવસ્થાપરિવર્તન કરવું હોય તો બે રીતે થઈ શકે છે ઃ ક્યાં તો સારા ઉમેદવારને કે પક્ષને ટેકો આપીને, ક્યાં પોતે સારા ઉમેદવારોને ઊભા રાખીને. ઈ.સ. ૧૯૭૭માં લોકનાયક જયપ્રકાશ નારાયણે પહેલો રસ્તો અપનાવ્યો હતો. તેમના ટેકાથી જનતા પક્ષ ચૂંટાઈ આવ્યો હતો અને સત્તા ઉપર આવ્યો હતો. જોકે રાજકીય તકવાદમાં તેના નેતાઓ ઝઘડી પડયા અને જે.પી.ની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું. જો બીજો વિકલ્પ અપનાવવો હોય તો તે માર્ગ અણ્ણા માટે બહુ કઠિન છે.
બાબા રામદેવ પણ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાની બાબતમાં હજી સુધી મગનું નામ મરી પાડતા નથી. બાબા રામદેવ પણ કોંગ્રેસશાસિત રાજ્યોમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારનો જેટલો વિરોધ કરી રહ્યા છે, એટલો વિરોધ ભાજપશાસિત રાજ્યોના ભ્રષ્ટાચારનો કરતા નથી. તાજેતરમાં અમદાવાદમાં બાબા રામદેવની પત્રકાર પરિષદ હતી તેમાં પણ તેમણે નરેન્દ્ર મોદીના રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતમાં મૌન જ રહેવાનું પસંદ કર્યું હતું. બીજા દિવસે તેઓ એક ધાર્મિક સમારંભમાં નરેન્દ્ર મોદી સાથે એક મંચ ઉપર જોવા મળ્યા હતા.
અણ્ણા હઝારે અને બાબા રામદેવ જો સક્રિય રાજકારણમાં ઉતરવા માંગતા હોય તો તેમણે પણ કોલસાની દલાલીમાં કાળા હાથ કરવા જ પડે તેમ છે. તે વગર આપણી લોકશાહીમાં પ્રજાના મતો મળે તેમ નથી. જંતરમંતરમાં ખાતે ઉપવાસ કરીને શહેરી મધ્યમ વર્ગના ટોળાઓ ભેગા કરવા એ એક વાત છે અને ચૂંટણીઓ જીતવી એ બીજી વાત છે. જંતરમંતરમાં અણ્ણાને કે બાબાને સમર્થન આપવા આવતાં ટોળાંઓ ચૂંટણીઓ દરમિયાન મતદાનની લાઈનમાં નથી જોવા મળતા. ચૂંટણીઓ પ્રબુદ્ધ મતદારોના આધારે નથી જીતી શકાતી. ચૂંટણીમાં મત આપનારાઓમાં ગરીબો, દલિતો, લઘુમતીઓ અને વનવાસીઓની બહુમતી હોય છે. તેઓ સંકુચિત ગણતરીઓના આધારે મતદાન કરે છે. આ પદ્ધતિમાં જો ફત્તેહ મેળવવી હોય તો ગરીબોને, દલિતોને, લઘુમતીઓને અને વનવાસીઓને રીઝવતા આવડવું જોઈએ. આ કળામાં વર્તમાન રાજકારણીઓ પાવરધા છે. આ બાબતમાં અણ્ણા હઝારે કે બાબા રામદેવ તેમની સામે કોઈ રીતે સ્પર્ધામાં જીતી શકે તેમ નથી.
વળી બાબા રામદેવના આંદોલનમાં અને અણ્ણા હઝારેના આંદોલનમાં પણ ઉડીને આંખે વળગે એવા કેટલાક તફાવતો છે. બાબા રામદેવ પાસે નાણાંની અને સંખ્યાની તાકાત છે. બાબા ધારે ત્યારે ટોળાંઓ એકઠાં કરી શકે છે. બાબાનું સંગઠન મજબૂત છે. આખા ભારતના તમામ જિલ્લાઓમાં તેની શાખાઓ છે. બાબાના એક અવાજ ઉપર લાખો લોકો એકઠા થઈ શકે છે.
બાબા રામદેવ તેમના એકમાત્ર નેતા છે. તેમના સમર્થકો માટે 'બાબા વાક્યમ્ પ્રમાણમ્' છે. અણ્ણાનું આંદોલન અલગ પ્રકારનું છે. તેમાં અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો પોતાના અલગ અલગ એજન્ડાને લઈને ભેગા થયા છે. તેઓ બધા અણ્ણાના ભક્તો નથી પણ તેઓ અણ્ણાનો ઉપયોગ કરી રહ્યા છે. અણ્ણા આંદોલનના નેતા નથી પણ આંદોલનને આગળ ધપાવવાનું હથિયાર છે. અણ્ણાની સ્વચ્છ પ્રતિભાને તેઓ ભરપૂર ઉપયોગ કરે છે. અણ્ણા હઝારે આ વાતથી અજાણ છે, તેવું પણ નથી. તેમને ખબર છે કે તેઓ અણ્ણાનો ઉપયોગ કરી રહ્યા છે, પણ તેેમના વગર આંદોલન ચાલે તેમ પણ નથી.
બાબા રામદેવ અને અણ્ણા હઝારે વચ્ચે પણ સામંજસ્યનો અભાવ છે. બાબા અને અણ્ણા જાહેરમાં એવો દેખાવ કરે છે કે તેમની વચ્ચે કોઈ મતભેદો નથી, પણ ખાનગીમાં માહોલ અલગ જ છે. બાબા અને અણ્ણા એકબીજાના પ્રતિસ્પર્ધી છે. ભ્રષ્ટાચારવિરોધ આંદોલનમાં તેઓ એકબીજાની ઉપર પોઈન્ટ સ્કોર કરીને પોતાનું આંદોલન વધુ પાવરફુલ છે, એવું પુરવાર કરવાની કોશિશ કરે છે. આંદોલનમાં બાબા રામદેવની ફજેતી થાય તો અણ્ણાના સમર્થકો રાજી થાય છે અને અણ્ણાનો ધબડકો થાય તો બાબા મૂછમાં મલકાય છે. આ કારણે અણ્ણાની અને ેબાબાની તાકાતનો સરવાળો નથી થતો પણ ક્યારેક બાદબાકી થઈ જાય છે. બાબા અને અણ્ણા વચ્ચેની તિરાડ ક્યારેક જાહેરમાં પણ જોવા મળી જાય છે.
બાબા રામદેવ અને અણ્ણા હઝારે સાથે મળીને રાજકીય પક્ષની સ્થાપના કરે તો પણ તેઓ કોંગ્રેસ અને ભાજપ જેવા રાજકીય પક્ષો સામે બાથ ભીડી શકે તેમ નથી.
ચૂંટણીના જંગમાં બાબા અને અણ્ણાની પદ્ધતિ કામ લાગે તેવી નથી. આ જંગમાં તો સોનિયા ગાંધી, શરદ પવાર અને નરેન્દ્ર મોદી જેવાની નીતિરીતિઓ જ કામ આવે, જેમાં નીતિમત્તાના કોઈ બંધનો નથી હોતા. હા, અણ્ણા અને બાબા મળીને એક પ્રચંડ પ્રજાકીય આંદોલન પેદા કરે, જેમાં દેશનો મધ્યમ વર્ગ સક્રિય બને અને મોટી સંખ્યામાં મતદાન કરવા ઘરની બહાર નીકળે તો તેઓ ચમત્કાર સર્જી શકે છે. અત્યારે આ પ્રકારનું કોઈ વાતાવરણ દેશમાં જોવા મળતું નથી. જો ઈ.સ. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓના છ મહિના પહેલાં કોઈ જુવાળ જોવા મળે તો અણ્ણા હઝારે અને બાબા રામદેવ મળીને ભારતનું ભવિષ્ય બદલી પણ શકે છે.
અત્યારે તો અણ્ણા હઝારે અને બાબા રામદેવનો એજન્ડા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના નામે કોંગ્રેસની છબી બગાડવાનો અને ભાજપને આડકતરી મદદ કરવાનો જ જણાઈ રહ્યો છે.
અણ્ણા અને બાબા પોતાના આંદોલનને આગળ વધારવા ભાજપનો અને સંઘપરિવારનો ઉપયોગ કરી રહ્યા છે. તેની સામે ભાજપ અને સંઘપરિવાર પોતાની વેટબેન્કને મજબૂત બનાવવા અણ્ણાનો અને બાબનો ઉપયોગ કરી રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં અણ્ણાનું અને બાબાનું આંદોલન આગામી દિવસોમાં કેવો વળાંક લે છે એ જોવાનું રહે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved