Last Update : 31-July-2012, Tuesday

 
હિન્દી સિનેમાના ૧૦૦ વર્ષ

- આજે ફિલ્મ ચાલે કે ન ચાલે પણ એ ખોટ તો નહીં જ કરે !
- ટીવી ચેનલો પણ કમાણી મેળવવામાં પાછળ નથી
- પહેલાં જ્યાં હજારો રૂપિયા જ ફિલ્મ ઉતારવામાં ખર્ચાતા હતા અને લાખો કમાતા હતા ત્યાં આજે કરોડો ખર્ચાય છે અને અબજો અબજો કમાય છે !
- પહેલાં એક્ટર હજાર રૂપિયામાં રાજી રાજી થઈ જતા આજે કરોડો રૂપિયા રાજી થવા માટે મળે છે
- દેવાળું કાઢવા બેઠેલા અમિતાભને કૌન બનેગા કરોડપતિએ ઉગારેલો
- ટીવી એક્ટરો પણ કરોડોમાં રમે છે !

આજકાલ જેમ કંપનીઓ અબજો ખર્વો રૂપિયા અને એના માલિકો કરોડો અબજો રૂપિયા તથા એના કર્મચારીઓ લાખો રૂપિયા કમાતા થાય છે એમ ફિલ્મી દુનિયા અને ટી.વી.ની દુનિયામાં પણ કમાણી કરોડો અબજો રૂપિયા ઉપર પહોંચી છે.
એટલે કે વીતેલા વર્ષોમાં અને આજમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં ફિલ્મ ઉતાર્યા પછી એને રજૂ કરવાનું મુશ્કેલ હતું કારણ કે સિને થિયેટરો ગણ્યા ગાંઠ્યા જ હતા. જેમ કે મુંબઈમાં ત્યારે પરામાં એક પણ થિયેટર નહોતું. દા.ત. સાંતાક્રુઝ, વિલેપાર્લે, અંધેરી, ગોરેગાંવ, બોરીવલી, ઘાટકોપર, સાયન, કકીંગ સર્કલ વગેરે પરામાં રહેનારને ફોર્ટ કે ગીરગામ કે ગ્રાન્ટ રોડ ઉપર ફિલ્મ જોવા જવું પડતું. અમદાવાદમાં પણ નદીની પાર એકપણ થિયેટર નહોતું એટલે મણિનગર, નવરંગપુરા, એલિબ્રીજ, પાલડી, વગેરેમાં રહેનારને રીલીફ રોડ કે ગાંધી રોડ ઉપર જવું પડતું હતું. એ જમાનામાં ફિલ્મ જોવાના પૈસા ગેટ ઉપર જ લેવામાં આવતા.
આજે જૂદી સ્થિતિ છે. આજે જેવી ફિલ્મની જાહેરાત થઈ કે ફાઈનાન્સર, સ્પોન્સર્સ, ડીસ્ટ્રી બ્યુટર, ફિલ્મ મેકર એટલે પ્રોડ્યુસરની પાછળ નાણાંની કોથળીઓ (ચેકબુકો) લઈને ઊભા થઈ જાય છે. છ-છ, બાર-બાર કંપનીઓ સ્પોન્સર્સ તરીકે હોય છે. ફિલ્મના કોપી રાઈટ, સેટેલેટ રાઈટ, ઓડિયો રાઈટસ એવા કેટલાય રાઈટના પૈસા એને મળી જાય છે. એમાથી નિર્માતાના ૭૫થી ૮૫ ટકા રૂપિયા પહેલાંથી જ ખિસ્સામાં આવી જાય છે. ફિલ્મ તો હજી ઉતરવાની પણ બાકી હોય છે... રજૂ થવાની તો ક્યાં વાત જ રહી !
એમાં ફિલ્મમાં ઈનફિલ્મ બ્રાડંિગ હોય તો એના પણ પૈસા મળે છે અને પ્રમોશનનો બધો ખર્ચએ ઉઠાવે છે. એટલું જ નહીં પણ ક્યારેક તો લોકેશન અને શુટીંગનો ખર્ચ પણ એ ઉઠાવે છે. દા.ત. ઈજિપ્ત, તૂર્કી, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પોતાના દેશોમાં શુટીંગ માટે બોલાવીને બંધો ખર્ચ પોતે જ ઉપાડે છે જેના બદલામાં એ દેશના પ્રવાસના વ્યવસાયને લાભ મળે.
એ સાથે સ્ટાર વેલ્યુ પણ ઘણી વધી ગઈ છે. દા.ત. રાજેશ ખન્ના સુપર સ્ટાર હતો પણ એણે પોતાની કંિમત વધારવાની પહેલ નહીં કરેલી. એ કામ અમિતાભે કરેલું. અમિતાભે પોતાની કંિમત ૫૦ લાખ રૂપિયા કરેલી ત્યારે દેકારો મચી ગયેલો અને ૧ કરોડ રૂપિયા કંિમત કરનાર અમિતાભ પહેલો હતો. એ વાત ૯૦ના દસકાની છે. બાકી આજે તો મોટાભાગના સ્ટાર્સ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગયેલા.
આજના ટોપના ત્રણ અભિનેતાની વાત કરીએ તો એમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અને આમિર ખાન આવે છે. એમાં સૌથી શિખર ઉપર છે ‘મિસ્ટર પરફેકનીસ્ટ’ આમિર ખાન. માહિતી એવી છે કે આમિર ખાન એક ફિલ્મ માટે રૂપિયા ૪૦ કરોડ જેટલો ચાર્જ કરે છે. સલમાન એક ફિલ્મ માટે ૨૩થી ૩૦ કરોડ રૂપિયા અને શાહરૂખ ખાન પણ લગભગ એટલો જ ચાર્જ કરે છે.
એન્ડોસંમેન્ટ માટે પણ સલમાન દોઢ કરોડ રૂપિયા ચાર્જ કરે છે ત્યાં શાહરૂખ ખાન બેથી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ચાર્જમાં શુટીંગ, ટ્રાવેલીંગ, પ્રમોશન વગેરે આવે છે.
મોટા ભાગના નિર્માતા દિગ્દર્શકો સારી વાર્તાના બદલે અથવા સારી વાર્તાની સાથે બજારમાં ક્યા હીરો-હીરોઈન ચાલે છે એને મહત્વ આપે છે. એ રીતે હીરો-હીરોઈન શોધાયા પછી એને પોતાની ફિલ્મ માટે મનાવવાનો પ્રયત્ન થતો હોય છે.
હીરો-હીરોઈન પહેલાં જ્યાં હજારો રૂપિયામાં કામ કરતા હતા ત્યાં કરોડો રૂપિયા લેવાનું શરૂ થવા પાછળનું એ એક કારણ છે . કેટલાક સ્ટાર તો પોતાના ચાર્જની સાથે ફિલ્મના નફામાં પોતાની ભાગીદારી પણ ચાર્જ તરીકે રાખે છે.
આ રીતે ભાગીદારી રાખવાની શરૂઆત સૌ પ્રથમ સંજીવ કુમારે કરેલી. ફિલ્મ હતી બી.આર. ચોપરાની ‘‘પતિ, પત્ની ઔર વો’’ એ ફિલ્મમાં સંજીવ કુમારે ફી લેવાના બદલે ફિલ્મના નફામાં ભાગીદારીની માંગણી કરેલી. (સંજીવ કુમાર ગુજરાતી રહ્યા ને ?) બી.આર. ચોપરાને એમ કે ફિલ્મ બહુ વઘુ હીટ થવાની નથી એટલે સંજીવકુમારની માંગણી માનવામાં વાંધો નહીં. ફિલ્મ રજૂ થઈ અને એવી હીટ રહી કે સંજીવકુમાર જે રકમ ચાર્જ કરતા હતા એ કરતાં કેટલાય ગણો નફો કમાયા.
એ પછી આ પઘ્ધતિ ઘણાએ અપનાવી. દા.ત. આમિરખાને ‘‘થ્રી ઈડીયટસ’’માં એણે પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરવાની સાથે નફામાં પણ ૪૦ ટકા ભાગ રાખેલો જેના કારણે અત્યાર સુધીમાં એને એ એક જ ફિલ્મમાંથી ૫૦ કરોડ રૂપિયા મળ્યા છે. એ પહેલાં એની ‘‘ગજની’’ ફિલ્મ આવેલી એમાં એણે સીધો ચાર્જ જ કરેલો ૩૦ કરોડ રૂપિયા જ હતો.
હવે લગભગ સૌ આ જ રીતે પોતાની ફી ઉપરાંત નફામાં ભાગીદારીની ફોર્મ્યુલાથી કામ કરે છે. થોડાંક સમય પહેલાં અભિનેત્રી કરીના કપુરે મઘુર ભંડારકરની ફિલ્મ ‘‘હીરોઈન’’ માટે પોતાનો ચાર્જ ઓછો કરેલો. કરીનાએ ફિલ્મ માટે રૂપિયા ૮ કરોડ ચાર્જ કરેલો પણ પછી એ રકમ ઓછી કરીને ફિલ્મના નફામાં પોતાની ભાગીદારીની માંગણી કરી.
હવેના દિવસોમાં ફિલ્મની સફળતાનું ગણિત સાવ બદલાય ગયું છે. બોક્સ ઓફિસ ઉપર શરૂના ફક્ત ત્રણ જ દિવસ જે ઘૂમ કમાણી કરે એના આધારે તેઓ પોતાની ફી નક્કી કરતા હોય છે. આજકાલ ઓવરસીઝ માર્કેટ અને બીજા માઘ્યમોના કારણે ફિલ્મોનો વ્યવસાય એવો ફેલાયો છે કે સ્ટાર ફિલ્મની સફળતામાં પોતાના હિસ્સાને વઘુ મહત્વ આપવા લાગ્યા છે.
જો કે શાહીદ કપૂર, રણવીર કપૂર, ઈમરાન ખાન, ઈમરાન હાશ્મી, સોનમ, સોનાક્ષી, અનુષ્કા જેવા નવા સ્ટારોની એવી કોઈ શરત નથી હોતી અને હોય તો કોઈ નિર્માતા એ માનતા પણ નથી. જો કે આ સ્ટારો એક-બે હીટ ફિલ્મો આપે એટલે સ્વાભાવિક રીતે એમના ભાવ વધી જાય છે.
અભિનેત્રીઓની વાત કરીએ તો અત્યારે કેટરીના કૈફ, કરીના કપુર અને વિદ્યા બાલન એ ત્રણ ટોપ ઉપર છે. ‘‘ડર્ટી પિક્ચર’’ પછી પ્રિયંકા ચોપરાની જગા વિદ્યા બાલને લીધી. કેટરીના કૈફ એક ફિલ્મના ૩થી ૪ કરોડ ચાર્જ કરે છે જ્યારે વિદ્યા બાલન પણ એટલા જ ચાર્જ કરે છે.
જ્યારે એન્ડોૅસમેન્ટ માટે કેટરીના અને કરીના એકથી સવા કરોડ ચાર્જ કરે છે. વિદ્યા બાલન આ બાબતમાં પાછળ છે. પ્રિયંકા ચોપરા એક ફિલ્મના બેથી ત્રણ કરોડ ચાર્જ કરે છે અને એન્ડોૅસમેન્ટના એક કરોડ લે છે.
દિગ્દર્શકો પણ હવે ચાર્જ કરવામાં પાછળ નથી. જાણીતી અને હીટ ફિલ્મો આપનાર દિગ્દર્શકો ૨૦થી ૨૫ કરોડ રૂપિયા એક ફિલ્મના ચાર્જ કરે છે.
સંગીતકારોના ભાવ પણ બેથી ચાર કરોડ એક ફિલ્મના છે. એ.આર. રહેમાન ૩થી ૪ કરોડ રૂપિયા લે છે. રહેમાન આ બાબતમાં ટોચ ઉપર છે.
આમાંના કેટલાક સ્ટાર નિયમીત ચેરીટી કરે છે. આ ચેરીટીનો તેઓ કદી પ્રચાર નથી કરતા. તેઓ જે ચાર્જ લે છે એના ૪૦ ટકા જેટલા ચેરીટીમાં વાપરે છે.
આ ઉપરાંત એમના અંગત ખર્ચા પણ ઘણા છે. દા.ત. પર્સનલ બોડીગાર્ડ, જીમ, ડીઝાઈનર કોસ્ચ્યુમ વગેરે કરીના કપુર જે ચાર્જ મેળવે છે એની અડધી રકમ પોતાના માટે ખર્ચે છે. પોતાનો પી.આર., પી.એસ., જીમ, બોડીગાર્ડ અને પરદેશી ડીઝાઈનર કોસ્ચુયમ.
આ હીરો-હીરોઈન જાહેરાતમાં પણ ઘૂમ કમાણી કરે છે. આમાં શાહરૂખ ખાન સૌથી વઘુ રૂપિયા લે છે... એક જાહેરાતના ૬થી ૮ કરોડ રૂપિયા એ લે છે. શાહરૂખ ખાન અત્યારે ૨૫થી ૩૦ પ્રોડક્ટની જાહેરાત કરે છે. જો કે ઓટોમોબાઈલ કંપનીમાં અભિનેત્રીઓની માંગ વઘુ છે. છતાં સુઝુકીએ પોતાની એક નવી પ્રોડક્ટ માટે સલમાન ખાન સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે. એ જ રીતે હુંડઈએ શાહરૂખ ખાન સાથે, ‘‘શેવરલે’’એ સૈફઅલી ખાન સાથે ‘‘હીરો’’ એ હિતિક રોશન સાથે, ‘‘મહિન્દ્રા’’એ આમિર ખાન સાથે, ‘‘યામહા’’ એ જોન ઈબ્રાહિમ સાથે અને ‘‘ફોર્ડ’’એ અભિષેક બચ્ચન સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે.
પૈસા કમાવવાની (ચાર્જ) કરવાની બાબતમાં ટેલિવિઝન સ્ટાર પણ ફિલ્મી સ્ટારની હરોળમાં છે. દા.ત. ‘‘બડે અચ્છે લગતે હૈ’’ સિરીયલના રામકપુર આજે ઘરે ઘરનુ નામ છે. અઠવાડિયાના પાંચ દિવસ આવતી એ શ્રેણીના એક હપ્તાના (દિવસ) તેઓ ૧ લાખ રૂપિયા લે છે એટલે એક વર્ષમાં એ રૂપિયા ૨ કરોડ ૨૫ લાખ મેળવે છે. ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોય, રણવીર સંિહ, પરિણીતી ચોપરાને એક ફિલ્મના આટલા રૂપિયા મળે છે.
એ જ રીતે ‘‘ક્યા હુઆ વાદા તેરા’’ની મોનાસંિહ એક એપીસોડના રૂપિયા ૮૫,૦૦૦ ચાર્જ કરે છે જે અઠવાડિયાના પાંચ દિવસ આવે છે. એટલે પાંચ જ મહિનામાં એ રૂપિયા ૧ કરોડ કમાઈ છે. દીપિકા પદુકોણ અને અનુષ્કા શર્મા પણ ૧ ફિલ્મના આટલા જ રૂપિયા કમાઈ છે.
અઠવાડિયાના ૩ દિવસ આવતી ‘‘અદાલત’’ શ્રેણીના રોનીત રોય સૌથી વધારે કમાણી કરે છે. એ એક એપીસોડમાં રૂપિયા ૧ લાખ ૨૫ હજાર લે છે.
ગુણવંત છો. શાહ

આ તમે જાણો છો ?
ર મહાકવિ કાલિદાસનું ગીતિકાવ્ય ‘‘ૠતુ સંહાર’’ના છ સર્ગોમાં ઉત્તર ભારતની છ ૠતુઓનું વિસ્તૃત વર્ણન કરેલું છે.
ર મુંબઈમાં ૨૬ નવેમ્બરે આતંકવાદીઓએ જેને નિશાન બનાવેલી એ લીયોપોલ્ડ કાફે ૧૯૮૧માં તેલની દુકાન તરીકે શરૂ થયેલી.
ર વિશ્વના ઈતિહાસમાં ૨૧ માર્ચ ૨૦૦૮નો દિવસ એવો હતો કે જે દિવસે જ હિન્દુઓની હોળી, ખ્રિસ્તીઓનો ગુડફ્રાઈડે, મુસલમાનોનો ઈદે મિલાદ, પારસીઓનો નવરોજ અને યહુદીઓનો પ્યુરિમ પર્વ એક જ દિવસે હતો.

 

સખળ ડખળ
ચૂંટણી જીત્યા છતાં ડીપોઝીટ જપ્ત થઈ !
જે અશક્ય હોય એ આપણી લોકશાહીમાં શક્ય હોય છે ! હમણાં દિલ્લી નગર નિગમની ચૂંટણી થઈ એમાં ૧૩૪ નંબરના વોર્ડમાં ૨૧ ઉમેદવારોએ ચૂંટણી લડેલી. ચૂંટણીના નિયમ મુજબ એમાં મતદાન થયાની ટકાવારી પ્રમાણે મત મળ્યા ન હોય તો ડીપોઝીટ અનામત જપ્ત થાય છે.
એ વોર્ડમાં કુલ ૪૦,૪૨૧ મત પડેલા જેને ૨૧ ઉમેદવારોના હિસાબે કુલ મતદાનના ૧૬.૬૬ ટકાના હિસાબે ગણતા દરેક મતદારને ૬,૭૨૦ મત મળવા જોઈએ પણ એક પણ ઉમેદવારને એટલા મત નહોતા મળ્યા પણ એ કરતાં ઓછા મળેલા. પરિણામે બધા જ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થયેલી. પણ એનો અર્થ એવો નહીં કે બધા ઉમેદવાર હારે જ ! નિયમ પ્રમાણે જે ઉમેદવારને સૌથી વઘુ મત મળ્યા હોય એ વિજેતા ગણાય.
એ હિસાબે અપક્ષ ઉમેદવાર સતેન્દ્રસંિહ રાણાને ૬,૬૮૧ મત મળેલા એટલે એ વિજેતા જાહેર થયા પણ એમની ડીપોઝીટ તો ગઈ !
જો કે ચૂંટણી પંચે આને ખાસ કિસ્સો ગણીને અપવાદરૂપે આ એક ઉમેદવારની ડીપોઝીટ જપ્ત નહીં કરવાનું નક્કી કર્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved