Last Update : 31-July-2012, Tuesday

 

નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી

- ગાંઘીનગર નિફ્‌ટ જેવા કેન્દ્રિય સંસ્થાનમાં મળતા દોઢ થી અઢી લાખની કંિમતના મેગેઝીનમાં ફેશનની આગાહી થાય છે.

 

 

ફોરકાસ્ટ મેગેઝિન શું હોય છે

આવનાર બે વર્ષમાં લોકોનો મૂડ કેવો હશે?, લોકોનું બજેટ કેટલું હશે? ફિલ્મો કેવા પ્રકારની બનશે?, ઇકોનોમિક કન્ડીશન કેવી હશે?, કલ્ચરની વિવિધતા કેવી હશે?, વગેરે જેવી બાબતોને ઘ્યાનમાં રાખીને કલર, મેકઅપ, કપડાં કટ્‌સ અને રોજંિદા વપરાશમાં કેવી એસેસરીઝ યુઝ લોકો કરશે તેની ડિઝાઇન આ મેગેઝિનમાં છે. મંદીમાં પણ મંદીની ફેશન અને તેજીમાં તેજીની ફેશન...એક અનોખી સર્જનાત્મક આગાહીનો પ્રકાર...

 

ફેશનની આગાહી કેવી રીતે ?

વિશ્વના પાંચ દેશો ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ટોચના ક્રમે છે, જેમાં ફ્રાન્સ, ઇટાલી(મિલાન), પેરિસ, યુ.એસ અને જાપાનનો સમાવેશ થાય છે. આ ફોરકાસ્ટ મેગેઝિનમાં આ પાંચ દેશના ફેશન ડિઝાઇનરો, ટ્રાવેલર, ઇકોનોમિસ્ટ, સાયકોલોજીસ્ટ, સોશીયોલોજીસ્ટ, આર્કિટેક્ટ જેવા વિવિધ વિષયના તજજ્ઞોની ટીમ ઓછામાં ઓછા ત્રણ વર્ષના રિસર્ચ બાદ આવનાર ભવિષ્ય લોકોની સ્થિતિ, મૂડ, માર્કેટ, કલ્ચર જેવી પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. અને ત્યારબાદ ક્યો ટ્રેન્ડ, કલર કે ફેશન બજારમાં મૂકવી તેના આધારે ફેશન ડિઝાઇનરો આ અંકે તૈયાર કરતાં હોય છે.

ઇન્ડિયાના વાર્ષિક બજેટ જેટલું વિશ્વનું ‘ફેશન ઇન્ડસ્ટ્રીઝ’નું બજેટ છે. વિશ્વનું ફેશન માર્કેટ જ્યારે એક ફેશન લોન્ચ કરે છે ત્યારે તેની પાછળ ઓછામાં ઓછો ત્રણ વર્ષ જેટલો રિસર્ચ સમય લાગ્યો હોય છે. આજે ફેશન માત્ર ફિલ્મો અને હાઇક્લાસ લોકો સુધી સીમિત રહી નથી. ઘરમાં વપરાતી નાની ચમચીથી માંંડી મોટી બિલ્ડીંગોની ડિઝાઇન અને કલર સુધીનો ટ્રેન્ડ ત્રણ વર્ષ અગાઉ વિશ્વની ‘ફેશન ઇન્ડસ્ટ્રીઝ’ નક્કી કરી દે છે. હવે પ્રશ્ન થાય કે આ ફેશન ઇન્ડસ્ટ્રીઝ છે શું? વિશ્વના પાંચ દેશો જે ઘણાં રિસર્ચ બાદ વિશ્વને નવી ક્રિએટીવ ફેશનની ભેટ આપે છે, તેમાં ફ્રાન્સ, પેરિસ, ઇટાલી(મિલાન), યુએસ અને જાપાનનો સમાવેશ થાય છે. આ પાંચ દેશના ટ્રાવેલર, ઇકોનોમિસ્ટ, સાયકોલોજીસ્ટ, આર્કિટેક, ફેશન ડિઝાઇનર, સોશીયોલોજીસ્ટ વગેરે જેવા વિવિધ ફિલ્ડના તજજ્ઞો કલર, કાપડ, પબ્લીકનો મુડ, માર્કેટ, મોસમ પરિવર્તનની ઘટના, કલ્ચર જેવા વિષયોનો અભ્યાસ કરીને બજારમાં એક નવી ફેશન લોન્ચ થતી હોય છે.
આ બધાં લોકો વિશ્વના ટોપ મેગેઝિન સાથે જોડાયેલાં હોય છે. આ લોકો વિશ્વના જાણીતી ડબ્લ્યુ.જી.એસ.એન. વેબસાઇટ, સ્ટાઇલ સાઇટ વેબસાઇટ, પ્રોમો સ્ટીલ મેગેઝિનનો જેવી સંસ્થાઓ સાથે જોડાયેલાં હોય છે. આ મેગઝિનની કંિમત દોઢ લાખથી અઢી લાખ સુધીની હોય છે. આ મેગેઝિનનો અભ્યાસ ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીના સ્ટુડન્ટસ કરી રહ્યાં છે. આ મેગઝિનની શું વિશેષતા છે? કે તેની એક કોપી દોઢ લાખમાં પડતી હોય છે? આ મેગેઝિન નવી ફેશન, કલર, આર્કિટેક્ચર, વિવિધ એસેરીઝનો ઘણાં રિસર્ચ બાદ તેને માર્કેટમાં લોન્ચ કરતું હોય છે. આ મેગેઝિનને ફોરકાસ્ટ મેગેઝિન તરીકે ઓળખવામાં આવે છે. આજે કોકટેલ, રાઉડી રાઠોડ, તેરી મેરી કહાની જેવી ફિલ્મોમાં એક્ટ્રેસે જે ડિઝાઇનના કપડાં પહેર્યાં છે, વાસ્તવમાં આ ડિઝાઇન આ ફોરકાસ્ટ મેગેઝિનોએ બે વર્ષ અગાઉ પોતાના મેગેઝિનમાં પ્રકાશિત કરી દીધી છે.
ફેશન ઇન્ડસ્ટ્રીઝના પાંચ દેશોના વિવિધ ફિલ્ડના તજજ્ઞો માર્કેટમાં ફરીને જે ડેટા કલેક્ટ કરે છે. તેના આધારે આવનાર વર્ષોમાં લોકો કેવા કપડાં, કલર, ફેબ્રીક, મેકઅપ, કાપડના કટ્‌સ, એસેસરીઝને પસંદ કરશે તે આ મેગેઝિનના તજજ્ઞો નક્કી કરી, તેના આધારે કપડા, કલર, એસેસરીઝ ડિઝાઇન કરવામાં આવે છે. કોઇપણ ફેશન લોન્ચ કરતાં પહેલાં લોકોના મૂડને ખાસ ઘ્યાનમાં લેવાય છે. આવનાર ત્રણ વર્ષોમાં લોકોનો મૂડ શું હશે?, વિવિધ દેશોની રાજનીતિ કેવી હશે?, મોંઘવારી કેવી હશે?, લોકોનું બજેટ કેટલું હશે?, જો કોઇ દેશમાં કુદરતી અથવા માનવસર્જિત હોનારત થાય તો લોકોનો મૂડ કેવો હશે? આ બધાં પ્રશ્નોનો અભ્યાસ કરીને આ મેગેઝિન અને વેબસાઇટના તજજ્ઞો ભવિષ્યની ફેશનને લોન્ચ કરતાં હોય છે. આ અંગે નિફ્‌ટના પ્રો પવન ગોડીઆવાલા કહે છે કે ‘આ મેગેઝિન એકવાર ફેશનને લોન્ચ કર્યા બાદ તેને ઇન્ડસ્ટ્રીઝ સુધી કેવી રીતે પહોંચાડવી તેનું પણ અગાઉથી આયોજન હોય છે. આ બધાં ફોરકાસ્ટ મેગેઝિનની તાકાત તેનો રિસર્ચ સ્ટાફ છે. જે ઘણાં સંશોધન બાદ લોકો માટે ફેશન તૈયાર કરતાં હોય છે.’ જ્યારે અમેરિકામાં ૯-૧૧(વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો)ની ઘટના બની હતી ત્યારે લોકોનું દુઃખી હતા. આ બાબતને ઘ્યાનમાં રાખીને આ મેગેઝિનોએ ખાસ કરીને બ્લેક અને બ્લેક સેડ કલર, કપડાં, ફ્રેબિક અને એસેસરીઝને માર્કેટમાં લોન્ચ કરી હતી. આ ટ્રેન્ડ દોઠ વર્ષ સુધી યુ.એસ.એમાં ચાલ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી આખુ વિશ્વ ઇકોનોમિક ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. આ સમયે લોકો કેવા રંગના કપડાં, કેટલાં બજેટમાં ખરીદી કરશે વગેરે જેવી બાબતોની ઘ્યાનમાં રાખીને વિવિધ દેશોના માર્કેટમાં ફેશન લોન્ચ કરવામાં આવી રહી છે. આ મેગેઝિન વિન્ટર અને સમરમાં પોતાનો અંક પ્રકાશિત કરે છે. જે પાંચ ભાગમાં ડિવાઇડ હોય છે. (૧) શિયાળા કે ઉનાળામાં લોકોના મૂડને ઘ્યાનમાં રાખીને વિવિધ રંગોનો એક અંક હોય છે, (૨) વિમેનના મૂડને આધારે કેવા કટ્‌સના કપડાં તેમને આવનાર સમયમાં ગમશે, ફિલ્મો, સ્વતંત્રતા જેવી બાબતોને ઘ્યાનમાં રાખીને અંક તૈયાર કરવામાં આવે છે, (૩) મેન્સના મૂડ, પૈસા, સ્ટેટ્‌સ અને ઇકોનોમિક કન્ડીશનને ઘ્યાનમાં રાખીને અંકે તૈયાર કરવામાં આવે છે.(૪) આજે સતત ટેકનોલોજી, કાર્ટૂન અને સુપર હીરોની ફિલ્મો લોન્ચ કરવામાં આવી રહી છે, તેના આધારે બાળકો કેવા કપડાં પસંદ કરશે, આ બધી બાબતોનો અભ્યાસ કરીને ચિલ્ડ્રન ફેશનનો એક અંક તૈયાર કરવામાં આવે છે અને (૫) ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ માર્કેટને ઘ્યાનમાં રાખીને રંગો, કાપડના કટ્‌સ, ઘર વપરાશની ઉપયોગી વસ્તુ, દિવાલના રંગો, આર્કિટેક્ચર અને રોજંિદા જીવન સાથે જોડાયેલી વિવિધ એસેસરીઝને ઘ્યાનમાં રાખીને એક અંક તૈયાર કરવામાં આવે છે.
ફ્રાન્સ, ઇટલી, પેરિસ, યુ.એસ અને જાપાનને ટ્રેડિશનલ ફેશન માર્કેટ છે. જ્યારે રશિયા, સંિગાપોર અને બ્રાઝિલ ઉભરતી ફેશન ઇન્ડસ્ટ્રીઝ છે. ઇન્ડિયા ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ગ્લોબલી ક્યાં સ્થાન પામ્યું નથી. તેનું કારણ અવ્વલ નંબરના કોપીબાજો છે. વિશ્વમાં કોઇ નવો ટ્રેન્ડ શરૂ થાય તેની બીજી ઘડીએ તે ટ્રેન્ડ ઇન્ડિયામાં આવી જાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved