Last Update : 31-July-2012, Tuesday

 
દિલ્હીની વાત
 
આસામમાં વિશ્વાસનો અભાવ
વડાપ્રધાન મનમોહનસિંહે તેમની આસામ મુલાકાત દરમ્યાન રાજ્યના હુલ્લડગ્રસ્ત વિસ્તારોને ૩૦૦ કરોડ રૃપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે ૭૦નો ભોગ લેનાર બોડો અને લઘુમતી વચ્ચેની જાતિવાદી હિંસાની તપાસ માટે પણ ખાત્રી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર, રાજ્ય સરકારની સાથે રહીને કામ કરશે. હિંસાની આજની સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સામ સામે શિંગડા ભરાવે તે યોગ્ય નથી. કેન્દ્રના ગૃહસચિવ આર. કે. સિંહે સ્થાનિક સત્તાવાળાઓ અને સીનિયર અધિકારીઓને પગલા લેવામાં મોડું કરવાનો આક્ષેપ કર્યા હતો જ્યારે મુખ્ય પ્રધાન તરૃણ ગોગાઈએ કહ્યું કે લશ્કર મોકલવામાં કેન્દ્રએ મોડું કર્યું હતું. ગોગાઈએ એમ પણ કહ્યું કે નિંસાચાર થતા પહેલા રાજ્ય સરકારે કેન્દ્રને ચેતવ્યું હતું. દરમ્યાન આસામની ગતિવિધી પર નજર નાખનારા કહે છે કે હિંસાના કારણે ભાગી ગયેલા લાખો લોકોને પાછા લાવવા ખૂબ મુશ્કેલ છે. તેમનામાં વિશ્વાસ ઊભો કરવો પડશે.
સંગમા-પવાર અને પુત્રી પ્રેમ...
સીનિયર લોકો યાદ કરીને કહે છે કે નહેરૃએ ઈન્દીરા ગાંધીને રાજકારણમાં જોડાવવા પ્રમોટ કર્યા હતા પરંતુ હવે બે રાજકારણીઓ વિરુદ્ધ રીત તેમની પુત્રીઓની રાજકીય મહત્ત્વકાંક્ષા સાથે રમી રહ્યા છે. એક છે પી. એ. સંગમા અને બીજા છે શરદ પવાર. રાષ્ટ્રપતિ પદ માટેના હારેલા સંગમા તેમની પુત્રી અગાથાની રાજકીય કેરીયરની બલી ચઢાવી રહ્યા છે તો બીજી બાજુ એનસીપીના સુપ્રિમો શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયાને પ્રધાન બનાવવા પ્રયાસ કરે છે. પવાર સફળ થશે કે કેમ તે તો સમય જ કહેશે.
તિવારી જેવું જીવનારને ટેન્શન
૮૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમર ધરાવતા કોંગ્રેસના પીઢનેતા એન. ડી. તિવારી પોતાના પિતા છે એવું સાબિત કરતાં કેસ રોહિત શેખર જીતી ગયો છે. જેના કારણે કોંગ્રેસને બહુ ચિંતા કરવાની જરૃર નથી પણ જે કોંગી નેતાઓ તિવારી જેવી જીંદગી જીવે છે તેમના માટે ચિંતાનો વિષય છે. આ નેતાઓને ટેન્શન એ છે કે રોહિત શેખરની જેમ બીજા લોકો કોર્ટના દ્વાર ના ખખડાવે... દરમ્યાન તિવારીનો એપિસોડ રમૂજ સર્જી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના નેતાઓને અભિનંદન આપતા કહે છે કે પક્ષમાં નવા લોકોના ઉમેરો થઈ રહ્યો છે.
તિવારીને મિલકતમાં ભાગ
એન. ડી. તિવારીની મિલકતમાં રોહિત શેખરને ભાગ મળે કે કેમ તે અંગે નિષ્ણાતોમાં બે મત પ્રવર્તે છે. એક વર્ગ કહે છે કે મેરેજ બહારના સંબંધોના કારણે થયેલા સંતાનને મિલકતમાં ભાગના મળે. તે માટે રોહિતે લડવું પડે. પરંતુ સુપ્રિમ કોર્ટના વકીલ ડી. બી. ગોસ્વામી કહે છે કે બાયોલોજીકલ સંતાનનો મિલકતમાં હક રહે છે. ક્રિમીનલ લોયર અમ્ય દિગવાલ કહે છે કે જો વ્યક્તિએ તેની મિલકત વેચીના હોય તો બાયોલોજીકલ સંતાનને તમામ હક રહેલા છે. તે તો ઠીક છે પણ બાયોલોજીકલ સંતાન તેના પિતાના નામનો અને અટકનો પણ ઉપયોગ કરી શખે.
મોદીના વખાણ ભારે પડયા
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરનારે કિંમત ચૂકવવી પડી હોય તેવાઓની યાદી મોટી બનતી જાય છે. બાબા રામાદેવ અને કોંગ્રેસ સાંસદ વિજય દર્ડા વગેરે ફાયર લાઈનમાં છે. જ્યારે ઉર્દુ પત્રકાર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ શહીદ સિદ્ીકીનું નામ દારુલઉલુમ દેવચંદના વાઈસ ચાન્સેલર મોહમ્મદ વાસ્તનવી, કેરળના સાંસદ અંદુલકુટ્ટી એ મોદીના વખાણની કિંમત ચૂકવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત અને અણ્ણા હજારેએ પણ મોદીની પ્રસંશા કરી હતી પરંતુ પાછળથી ફરી ગયા હતા.
સીદ્ીકીનું મંથન
મોદીનો ઈન્ટરવ્યુ લેનાર ઉર્દુ પત્રકાર શાહીદ સિદ્ીકીની સમાજવાદી પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ છે. સિદ્ીકીએ કહ્યું છે કે મોદીનો ઇન્ટરવ્યુ લેવાથી હું તેમનો સમર્થક નથી બની જતો. તેમણે કહ્યું કે હું મોદીની સખત ટીકા કરું છું અને તે રાજીનામું આપે એમ ઇચ્છતો હતો. સિદ્ીકી વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈ ચૂક્યા છે. તે રાજકીય પ્રવૃત્તિની હમણાં દૂર રહેવા માગે છે. તેમણે કહ્યું કે મારી રાજકીય પ્રગતિમાં પત્રકારત્વએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સિદ્ીકીની જણાવ્યા પ્રમાણે ફિલ્મમેકર મહેશ ભટ્ટ સ્ક્રીનરાઈટર સલીમખાન અને જાફર સુરેશવાલની હાજરીમાં મોદીનો ઈન્ટરવ્યુ લેવાનો આઈડિયા આવ્યો હતો.
આજે વ્યાજ કપાત પર નજર
હોમ લોન ધરાવનારાઓ, આર્થિક નિષ્ણાતો અને પોલીસ મેકર્સ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું રિઝર્વ બેંકના ગવર્નર ડી. સુબ્બારાવ આવતી કાલે વ્યાજ કપાતની જાહેરાત કરશે ખરા?
માલની માગ ઘટતાં વેપારીગ્રહો ઇચ્છે છે કે વ્યાજદરમાં કપાત થાય. કેટલાક આર્થિક નિષ્ણાતો માને છે કે ભાવોને નિયંત્રણમાં લાવવાના એક ભાગ રૃપે પણ વ્યાજ કપાતનું પગલું લેવાશે.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved