Last Update : 31-July-2012, Tuesday

 

સંતાનોના ‘પોકેટ મની’નો બોજો

કોલેજના વિદ્યાર્થીઓના આગવા ખર્ચાઓ હોય છે. કોલેજિયનોને તેમના વડીલો તરફથી આપવામાં આવતી ખિસ્સાખર્ચી હંમેશાં એક ખેંચતાણનો મુદ્દો બની રહેતો હોય છે. કોલેજિયનને લાગે કે હજી થોડા વઘુ પૈસા મળવા જોઈએ. વડીલોને લાગે કે હજી થોડા ઓછા પૈસા આપ્યા હોય તો ચાલે. મોટા ભાગના કોલેજિયનો ઘરેથી મળતા પૈસા વડે કામ ચલાવી લે છે. તો વળી કેટલાક થનગનતા યુવાનો વધારે ખિસ્સાખર્ચી માટે છૂટુંછવાયું કામ કરી લે છે.
સામાન્ય રીતે કોલેજિયનોને ઘરેથી મહિને પચાસથી માંડીને પાંચસો રૂપિયા જેટલી ખિસ્સાખર્ચી મળી રહેતી હોય છે. જોકે કેટલાક કોલેજિયનોનું જણાવવું છે કે રકમ જ્યાં સુધી અમુક વ્યવહારુ મર્યાદાથી વઘુ ન હોય ત્યાં સુધી તેઓને છૂટથી પૈસા મળી રહે છે. જોકે આવા કોલેજિયનો પેલી વ્યવહારું મર્યાદાને વ્યાખ્યાયિત કરવા તૈયાર નથી. દીના કહે છે, મારા મમ્મી-પપ્પી મારી તમામ જરૂરિયાતો પૂરી થઈ રહે તેટલા પૈસા મને આપે છે. હું તો ઘરે રહું છું (હોસ્ટેલમાં નહીં). એટલે મારે કોલેજ આવવા-જવાનો અને ક્યારેક કોલેજની કેન્ટિનમાં નાસ્તા-પાણીનો ખર્ચ થાય એ સિવાય પૈસાની ખાસ જરૂર પડતી નથી. દીનાની બહેનપણી ગીતાને લાગે છે કે દીના નસીબદાર છે કારણ કે તેના મમ્મી-પપ્પા તેની પાસેથી ખર્ચનો હિસાબ નથી માગતા. ગીતાનાં મમ્મી-પપ્પા તો પાઈ-પાઈનો હિસાબ માગે છે. ગીતાને મહિને અમુક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. ત્યાર બાદ તેને વધારે પૈસા નથી આપવામાં આવતા, સિવાય કે તેની પાસે કોઈ સચોટ કારણ હોય. જોકે ગીતા પણ સ્વીકારે છે કે તેને જે પૈસા આપવામાં આવે છે, તે પૂરતા જ હોય છે. ગીતા પોતાને મળતી ખિસ્સાખર્ચીમાંથી પૈસા બચાવીને ટી-શર્ટ કે પછી ફૂટપાથ પરથી મળતાં ફેશન આભૂષણો પણ ખરીદે છે.
તેમના જ ગુ્રપનો હીરેન મહિનાના પહેલા પંદર દિવસો દરમિયાન ઘૂઆંધાર મૂડમાં હોય છે.ત્યારે એ બધાને નાસ્તા-પાણી કરાવતો રહે છે. હીરેન હસતાં-હસતાં જણાવે છે, અડધા મહિના પછી હું પપ્પા પાસેથી આવી રહેલા મહિનાની ખિસ્સાખર્ચીમાંથી એડ્‌વાન્સ માગું છું. પપ્પા એડવાન્સ આપી દે તો ઠીક છે નહીંતર મારા તાજિયા તો અડધા મહિને જ ટાઢા થઈ જાય છે.
વડોદરાની એક કોલેજના ગીરીશ અને મહેશ બહુ ઉત્સાહી છોકરાઓ છે. તે બંને એસ. વાય. બી. કોમમાં અભ્યાસ કરે છે. તેઓ સાંજે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે. ગીરીશ કહે છે કે તેઓને ટ્યુશન કરવાની પ્રેરણા એક સિનિયર વિદ્યાર્થી પાસેથી મળી, જેણે અંગ્રેજીના વર્ગો ચલાવીને ત્રણ વર્ષની અંદર સ્કૂટર (સેકન્ડ હેન્ડ) લીઘું. ગીરીશ-મહેશ તેઓની કમાણી ખિસ્સાખર્ચીમાં નથી વાપરતા. એ તો બચત માટે હોય છે. મેં એમને પૂછ્‌યું કે તમે તમારી બચતની રકમ વડે શું કરવાના છો, ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓ કોઈ ગૂઢ યોજના માટે પૈસા એકઠા કરી રહ્યા છે. આ બન્ને કોલેજિયનો વડીલો તરફથી મળતી ખિસ્સાખર્ચીની રકમમાંથી જ નાના-મોટા ખર્ચાઓ કાઢી લેવાનું પસંદ કરે છે. માનસી, પલ્લવી અને નીતા જણાવે છે કે તેમના મોટા ભાગના પૈસા અનુક્રમે નાસ્તા-પાણીમાં ફિલ્મો જોવામાં અને ફૂટપાથિયાં આભૂષણો પાછળ ખર્ચાઈ જાય છે. આ ત્રણેય છોકરીઓ કોલેજમાં ભણે છે અને ત્રણેયને ખિસ્સાખર્ચી માટે મહિને નિશ્ચિત રકમ મળે છે. પલ્લવી જણાવે છે કે રકમ પૂરાતી હોય છે, લાંબી અને પાતળી નીતાને પ્રદર્શનોમાંસેલ્સગર્લ તરીકે કામ કરવાની મજા પડે છે. ત્યાં તેને અનેક લોકોને મળવાની તક મળે છે. તે કહે છે કે બની શકે છે કે સેલ્સ ગર્લ તરીકે કામ કરતાં-કરતાં મોડેલ બનવાની તક મળી જાય. કપડાં ખરીદવાં માટે તેઓ કાં તો પૈસા બચાવે છે અથવા તેમના માતા-પિતા કપડાં ખરીદવા તેઓને અલગ પૈસા આપે છે. નીતા અને માનસી ફેશન સ્ટ્રીટનાં નિયમિત ગ્રાહકો છે. જ્યારે પલ્લવીને મોંઘાં કપડાં પસંદ છે. એ કહે છે કે તેને વધારે કપડાં કરતાં વધારે સારાં કપડાંમાં વઘુ રસ છે. તેને જ્યારે આશા વિશે પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે આશા તેમના જ ગુ્રપની એક છોકરી છે, જે કેટલીક કંપનીઓની જાહેરાતમાં ભાગ લે છે. અન્ય એક મેનેજમેન્ટ કોલેજના તમામ કોલેજિયનો હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં જમવા અને રહેવાની તમામ સાવલતો ઉપલબ્ધ છે. એ કોલેજનો રોહન કહે છે કે અમને બહાર જઈને પિક્ચરો જોવાની તેમ જ નાસ્તા-પાણી કરવાની ખૂબ મજા પડે છે. અમે જ્યારે ગુ્રપમાં ફરવા નીકળીએ છીએ ત્યારે અમારામાંના મોટા ભાગના મિત્રો તો ભૂખ્યાડાંસ જ હોય છે. રોહન તેની મોટર સાઇકલ પાછળ ઘણા પૈસા ખર્ચે છે. તે કહે છે કે મોટરસાઇકલ હોવાથી મોંઘા રિક્ષાભાડાંથી અને બસની લાંબી લાઈનોથી બચી શકાય છે. પગરખાં અને કપડાં જેવા મોટા ખર્ચાઓ તો તેઓ જ્યારે ઘરે જાય છે ત્યારે જ કરે છે. તો પણ હોસ્ટેલનાં પણ નાના-મોટા ખર્ચા તો થતા જ રહે. તેમના જ જૂથની છોકરી મોના જણાવે છે કે મોટા ભાગની છોકરીઓ સૌંદર્ય પ્રસાધનો તથા આભૂષણો પૈસા ખર્ચે છે. નેહા ઉમેરે છે કે વાંચનના શોખને કારણે પણ પૈસા ખર્ચાય છે. જોકે તે લાઇબ્રેરીની સભ્ય તો છે જ. છતાં તેની ફરિયાદ છે કે પુસ્તકોના ભાવો ખૂબ ઊંચા હોવાથી ઘણી વાર સારાં પુસ્તકોથી વંચિત જ રહેવું પડે છે. મુકેશ, અમર અને નરેશ પૈસાદાર કુટુંબમાંથી આવે છે. નરેશ પાસે મોટરકાર છે. તે કહે છે કે પેટ્રોલ બહુ મોંધું છે. એટલે પપ્પા હું ક્યાં-ક્યાં જાઉં છું તેનું ઘ્યાન રાખે છે. મારો મુખ્ય ખર્ચ તો હોટેલોનો છે. નાસ્તો મારી નબળાઈ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ વિલેપાર્લાની કોલેજમાં અભ્યાસ કરે છે.
અશોક, સોનલ, રોહિત અને ચંદ્રા ચર્ચગેટની એક કોલેજમાં ભણે છે. તેઓનો મુખ્ય ખર્ચ કોલેજ આવવા. જવાનો તથા શહેરની રેસ્ટોરાંમાં ખાવા-પીવાનો છે. ચંદ્રા કહે છે કે ફેશન સ્ટ્રીટ મને બહુ આકર્ષે છે. કારણ કે ત્યાં મારી પસંદગીનાં કપડાં સસ્તા ભાવે મળે છે એટલે જ હું દર છ મહિને નવાં કપડાં ખરીદી શકું છું. દીપક, કિશોર અને બાદલ તેમની ખિસ્સાખર્ચીનો મોટો હિસ્સો ટ્રેકંિગનાં સાધનો ખરીદવામાં વાપરે છે. તેઓ પર્વતારોહણમાં ભાગ લેવા ઇચ્છે છે. બાદલ જણાવે છે કે પર્વતારોહણ માટે ખાસ પગરખાંની જરૂર પડે છે અને બહુ જ મોંઘાં ભાવે મળે છે. એટલે અત્યારે આ ત્રિપુટી એક એક પાઇ ટ્રેકંિગનાં સાધનો ખરીદવા માટે બચાવી રહી છે. તેમણે આવતા વર્ષે કૈલાસ-માનસરોવર જવાનો પ્રોગ્રામ પણ ઘડ્યો છે. જુદી-જુદી કોલેજોના વિદ્યાર્થીઓમાં એક વાત સામાન્ય છે. તે બધાને સાથે ફરવામાં અને ખાણી-પીણીમાં આનંદ આવે છે. તેઓ ડઝનેક જેટલા ચા-કોફીના કપ પી જઈ શકે છે અને ઘણીબધી સેન્ડવિચ આરોગી શકે છે. બધા વિદ્યાર્થીઓને ખિસ્સાખર્ચી પેટે અલગ-અલગ રકમ મળતી હોવા છતાં તેઓ આરામથી પોતાનું ગાડું ગબડાવી શકે છે અને જલસા કરે છે. કોલેજના દિવસોનો ખરેખર, જોટો જડવો મુશ્કેલ છે. કેટલાંક એવા વિદ્યાર્થીઓ પણ છે જે તેમના ઘરમાંથી મળતાં પોકેટમની કરતાં વઘુ ઉડાવ ખર્ચ કરે છે. આમ કરવા તેઓ વારંવાર બીજા મિત્રો પાસેથી ઉછીના પૈસા લે છે. આવી નીતિ બહુ સારી ન હેવાય.
નયના

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved