Last Update : 31-July-2012, Tuesday

 

સીઝન બદલાય એમ જૂતાં બદલો

 

કઈ મોસમમાં કે કેવા ચંપલ અને સેન્ડલ પહેરવાં જોઈએ, એ સૂઝબૂઝ માગી લે તેવી બાબત છે. હવે પહેલાં જેવું તોે રહ્યું નથી કે એક જોડી ચંપલ કે સેન્ડલ હોય એટલે ચાલે અને જ્યાં સુધી એ તૂટે નહીં ત્યાં સુધી બીજા ખરીદવાના જ નહીં. આજે ફેશનની સાથે ચાલવા માટે ઘરના તમામ સભ્યો પાસે એક કરતાં વધારે જોડી ચંપલો હોય છે. પહેલાં ચંપલો કે મોજડીની પસંદગી કરવી બહુ મુશ્કેલ કામ નહોતું, કારણ કે એ વખતે તેમાં આટલી બધી વિવિધતા નહોતી.
આજે તો ફૂટપાથથી માંડી મોટી મોટી દુકાનોમાં અનેક જાતના ચંપલ બેલીઝ, મોજડી અને સેન્ડલો જોવા મળે છે. એમાંથી મોસમને અનુરૂપ સુંદર, ટકાઉ અને આરામદાયક ચંપલ પસંદ કરવાનું કામ મુશ્કેલ છે. આથી જ ચંપલ કે મોજડી ખરીદતી વખતે નીચે જણાવેલી કેટલીક બાબતો ખાસ ઘ્યાનમાં રાખો ઃ
આકર્ષક દેખાવ ઃ ચંપલ કે સેન્ડલ એવા ખરીદો જે જોતાં તમને ગમી જાય અને ખરીદવા માટે મન લલચાય. આ ચંપલ કે સેન્ડલ પહેલા પહેરીને જુઓ કે એ તમને શોેભે છે કે નહીં. જો તમને શોેભી ઊઠે એવા ચંપલ હશે તો એ પહેરવાથી તમારું વ્યક્તિત્વ ખીલી ઊઠશે. કદી કોઈનું માપ લઈને ચંપલ કે સેન્ડલ ખરીદવા ન જોઈએ. કારણ કે ક્યારેક પગનો પંજો કસાયેલો રહે છે તોે ક્યારેક ઢીલો. પહેર્યા વગર ફક્ત માપ પરથી લીધેલાં ચંપલ પહેર્યાં પછી વ્યક્તિને શોભે કે ના શોેભે. આથી જેની ચંપલ ખરીદવાની હોય તે વ્યક્તિ પણ સાથે હોય તો સારું.
ટકાઉપણું હોવું જરૂરી છે ઃ ચંપલ કે બેલીઝ હંમેશા કોઈ સારી અને વિશ્વસનીય દુકાનેથી જ ખરીદો. વળી ખરીદતી વખતે એની મજબૂતાઈનું ખાસ ઘ્યાન રાખો. હમેશાં સારી કંપનીના ચંપલ ખરીદવાનો જ આગ્રહ રાખો. સસ્તું મેળવવાના મોહમાં હલકી ગુણવત્તાવાળી ચંપલ ખરીદશો તો થોડા જ દિવસ કે મહિનામાં બીજી ચંપલનો ખર્ચો માથે આવી પડશે. સસ્તી કંિમતના ચંપલ સેન્ડલ કરતાં સારી ગુણવત્તાવાળા ચંપલ વધારે ટકે છે.
ચંપલ, મોજડી કે સેન્ડલના ઉપરના ભાગની સજાવટને બરાબર ચકાસો. ઘણી વાર જાળી વગેરેથી કરેલી આ સજાવટ બહુ પાતળી અને નાજુક હોવાથી બહુ જ જલ્દી નીકળી જાય છે. જેના લીધે આખા ચંપલ કે મોજડીનો દેખાવ બગડી જાય છે. પછી ભલે એ મજબૂત હોય તો પણ એને બહાર પહેરી શકાતી નથી. આથી જે ચંપલ કે સેન્ડલની ઉપરની સજાવટ જલ્દી તૂટી કે ફાટી જાય તેવી હોય એને માત્ર આકર્ષક દેખાવ પરથી આકર્ષાઈને ખરીદવી જોઈએ નહીં.
કાર્યશૈલી મુજબ પસંદગી ઃ ચંપલ ખરીદતાં પહેલાં ત્યાં જ ચાલીને જોઈ લો કે તમને આરામદાયક લાગે છે અથવા નહીં. બહુ ચુસ્ત ચંપલ-સેન્ડલ ન ખરીદવા, કારણ કે એનાથી પગને તકલીફ પડે છે અને ચાલવાની સ્ટાઈલ પણ બગડી જાય છે. કોઈપણ ચંપલ-સેન્ડલની મજબૂતાઈ, સજાવટ અને સાફ કરવાની રીત વગેરે જોઈ સમજીને જ એની ખરીદી કરો.
એ વાતનો પણ ખાસ ખ્યાલ રાખો કે તમે કયા હેતુ માટે ચંપલ કે મોજડી ખરીદી રહ્યાં છો? જોગંિગ માટે, ઘરમાં પહેરવા, ઓફિસે પહેરી જવા કે કોઈ પાર્ટી, સમારંભમાં જવા માટે? એ સાથે સાથે મોસમનો પણ ખ્યાલ રાખો. જેમ કે, ગરમીમાં પહેરવા માટે ખુલ્લી હવાદાર ચંપલ અને સેન્ડલ પસંદ કરો, જેથી એમાંથી હવા આરપાર થઈ શકે.
ફેશનને અનુરૂપ ચંપલની પસંદગી કરો ઃ
ફેશનને ઘ્યાનમાં રાખી ડ્રેસ, સાડી કે મીડી સાથે મેળ ધરાવતા ચંપલ કે બેલીઝ પહેરવાં જોઈએ. બહુ વધારે પડતી ઊંચી એડીના ચંપલ કે બેલીઝ ન પહેરવાં. એમાંય જો એ વારંવાર પહેરવામાં આવે તો કમરનો અને એડીનોે દુખાવો થવાની શક્યતા રહે છે. વળી, પગ લપસી જાય તો પગ મચકોડાઈ જાય એવું પણ બને. સ્ત્રીએ તો ઊંચી એડીના સેન્ડલ પહેરવાં ન જોઈએ. આમ પણ ઊંચી એડના સેન્ડલ ત્યારે જ પહેરવા જોઈએ જ્યારે એ પહેરીને બહુ ચાલવાનું ન હોય. આવાં સેન્ડલ લાંબી મુસાફરીમાં સતત પહેરી રાખવામાં આવે અથવા પહેરીને બહુ ચાલવામાં આવે તો પગ દુખવા માંડે છે, ચાલવામાં પણ તકલીફ પડે છે.
ચંપલ, સેન્ડલની સાચવણી
ચંપલ, સેન્ડલ કે બેલીઝ ગમે તેટલા મોંઘા ખરીદવામાં આવે, પણ જો એમની બરાબર કાળજી રાખવામાં ન આવે તો એની સુંદરતા ગુમાવી બેસે છે. એટલે જો તમે એવું ઈચ્છતાં હો કે ચંપલ કે સેન્ડલ વધારે દિવસો સુધી ટકે તો તમારે એની સાચવણી પાછળ પણ પૂરતું ઘ્યાન આપવું જોઈએ. જે ચંપલ તમે વાપરતાં ન હો તો એમાં છાપાના કાગળો ભરી છાપામાં જ લપેટીને રાખવા જોઈએ, જેથી એના પર ઘૂળ જમા ન થાય. સોનેરી, રૂપેરી કે બેલીઝની ચમક એવી ને એવી રાખવા માટે તેમને વાપર્યા પછી લૂછીને પોલિશ કરો અને ‘ટિશ્યૂ પેપર’માં લપેટીને રાખો. એના પર જો કોઈ જાતના ડાઘા પડે તો એ પેટ્રોલથી કાઢી નાખો.
નવા ચંપલ કે સેન્ડલ શરૂશરૂમાં ઘણી વાર ડંખતાં હોય છે. આ માટે એની અંદરના ભાગમાં મીણ ઘસવું જોઈએ. ચામડાનાં ચંપલ કે બેલીઝમાં મીણના બદલે સરસિયું પણ લગાવી શકાય છે. જો કોઈ ચંપલ કે બેલીઝ તૂટી જાય તો એને એમ ને એમ મૂકી રાખવાના બદલે એને તરત સંધાવી લેવા જોઈએ. ઘણા દિવસો સુધી એમ ને એમ પડ્યા રહેવાથી એમનો આકાર બગડી જાય છે અને પછી સંધાવતાં તે પહેરવામાં સારાં નથી લાગતાં. જો બેલીઝ ભીની થઈ હોય તો તેમાં છાપાના કાગળ ભરી દેવાથી એ જલદી સુકાઈ જાય છે. એને સૂકવવા માટે કદી તાપ પાસે લઈ જવા નહીં. એનાથી ચામડામાં તિરાડો પડી જાય છે. ચંપલ, સેન્ડલ વગેરેને બ્રશથી નિયમિતપણે સાફ કરો. એના પર કાદવ વગેરે લાગી જાય ત્યારે ખોતરીને કે રગડીને સાફ ના કરો. સુકાઈ જાય એટલે બ્રશથી સાફ કરો અથવા ભીના કપડાં પર થોડો સાબુ લગાવીને સાફ કરો. સુકાઈ જાય એટલે લૂછી લો. ચંપલ કે સેન્ડલની એડીને ક્યારેક ક્યારેક સરસિયામાં પલાળવાથી એની મજબૂતી વધે છે. એની સુંદરતા જાળવી રાખવી હોય તે ચંપલ કે સેન્ડલના રંગ મુજબ અલગ પોલિશ અને બ્રશ વાપરવું જોઈએ.
કેટલાક સાવચેતીઓ
- ચંપલમાં ક્યારેક ક્યારેક થોડુંક ગ્લિસરીન લગાવી દેવાથી એનું આયુષ્ય વધે છે.
- રબરનાં ચંપલ, બેલીઝ પર જો કોઈ વસ્તુના ડાઘા પડી જાય તો સાબુવાળું ભીનું કપડું લઈ ડાઘા પર ઘસવું અને પછી બ્રશથી સાફ કરી લેવું. ડાઘા નીકળી જશે.
- ચંપલ, સેન્ડલની ચમક વધારવા માટે તેના પર લીંબુનો રસ લગાવી તડકામાં સૂકવો અને પછી પોલિશ કરો.
- ચંપલ, સેન્ડલ ખરીદવા માટે સાંજનો સમય જ પસંદ કરો, કારણ કે સાંજે પગના પંજાનું કદ બરાબર ફેલાયેલું હોય છે. આથી જો સવારે ચંપલ ખરીદશો તો સાંજે એ ફિટ પડશે. તમારા પગના માપ કરતાં ૧/૨ ઇંચ મોટા માપની ચંપલ ખરીદો.
- ગરમીની મોસમમાં બહારગામ મુસાફરી કરતી વખતે ચંપલ, સેન્ડલ કે બેલીઝ બરાબર માપની, મજબૂત અને આરામદાયક હોય એવી જ પહેરો. કદી એકદમ ચુસ્ત સેન્ડલ કે ચંપલના પહેરવાં, એનાથી પગમાં દુખાવો થાય કે ડંખ પડી જાય.
ચંપલ, બેલીઝ કે સેન્ડલ વગેરે પગને આરામ પહોંચાડવાની સાથે સાથે તમારા વ્યક્તિત્વમાં પણ ચાર ચાંદ લગાવી દે છે. આથી તમારી ઉંમર અને શરીરના બાંધા પ્રમાણે તે ખરીદો. પછી ભલે એ માંઘાં કેમ ન હોય!
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved