Last Update : 31-July-2012, Tuesday

 
ફિગરને અનુરૂપ ફેશન
 

અલ્ટ્રા મોર્ડન માનુનીઓ ફેશનગ્રસ્ત હોય છે. ઘણી વખત તો ફેશનનું આંધળુ અનુકરણ કરીને સુંદર દેખાવાને બદલે હાંસીને પાત્ર બનતી હોય છે. દરેક મહિલાને દરેક પ્રકારના પરિધાન શોભે તે જરૂરી નથી. ફિગર અન ેકદ અનુસાર પોશાક પહેરવાથી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. અહીં ફિગર ફેશનની થોડી ટિપ્સ આપવામાં આવી છે.
જે યુવતીઓના ખભા પહોળા હોય, તેણે પોતાના બ્લાઉઝમાં પફ સ્લીવ્સ કરાવવી. તેની લંબાઇ કોણીના ઉપરના ભાગથી લગભગ અડધી હોવી જોઇએ.
જે મહિલાઓના હાથ પાતળા હોય તે પોતાના બ્લાઉઝ માટે કેપ બાંય ટ્રાઇ કરી શકે છે.
ભારી વક્ષધરાવતી યુવતીઓએ પાર્ટીમાં વી નેક ડ્રેસ પહેરવો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમીષા પટેલ, આયશા ટાકિયા આ પ્રકારનું ફિગર ધરાવે છે. કમરના ઉપરના અડધા ભાગને કવર કરવું તથા ઉપરના ભારે ભાગને હળવો લુક આપવો.
મોટા વક્ષવાળી યુવતીઓ એ ે ટોપ,મિની , મેક્સી કે પછી અન્ય ડ્રેસીસ માટે સાટિન, ક્રેપ અને શિફોન જેવા ફેબ્રિકની પસંદગી કરવી.
ઘેરાવાવાળી કમર ધરાવતી યુવતીઓએ ડીપ નેક બ્લાઉઝ પહેરવા જેથી લોકોનું તેની કમર પર ઘ્યાન ન ખેંચાય. કમરના વઘુ ઘેરાવાવાળી યુવતીએ એવા લાંબા ટોપ પહેરવા જેનાથી તેની કમરની સાથે-સાથે હિપને પણ અડધા ઢાંકી શકે. કમરનો ઘેરાવો વઘુ હોય તેવી માનુનીઓએ ક્રેપ, સિલ્ક અને સાટિનના કપડાનો વઘુ ઉપયોગ કરવો. જેથી કમર પાતળી દેખાશે.
બેલ્ટ પહેરવાની શોખીન યુવતીએ જાડો અને ભારી બેલ્ટ પહેરવો નહીં. પાતળો તથા સિમ્પલ બેલ્ટ જ સારો લાગશે.
એવા ટોપ ન પહેરવા જેમાં નીચેની તરફ વર્ક કરેલું હોય, અન્યથા કમરનો ઘેરાવો વઘુ દેખાશે. ફિગર કર્વી હોય એટલે કે વળાંક ધરાવતું હોય તો તમારે ખુશ થવું જોઇએ. ફિલ્મજગતમાં પ્રિયંકા ચોપરાનું આવું ફિગર છે. કર્વી ફિગર પર સારા તથા યોગ્ય ફિટિગવાળા દરેક શર્ટ સારા લાગશે. પરંતુ તે વઘુ ન તો ટાઇટ હોવા જોઇએ કે ઢીલા. નાના-નાના પોલ્કા ડોટ શર્ટ ટ્રાઇ કરી શકાય.
પાતળા ખભા ધરાવતી યુવતીઓ માટે વન શોલ્ડર ડ્રેસ સારો રહે છે.પરંતુ સાથે-સાથે હાથ જાડા ન હોય તે પણ ઘ્યાન રાખવું. સુડોળ હાથવાળાને તો ઓફ શોલ્ડર ડ્રેસ બહુ જ સારો લાગે છે.
નાના કદવાળી મહિલાના ગળા પર લાંબુ કે હૃદય આકારનું સ્લિટ શોભે છે. પરંતુ ભારી વક્ષવાળી મહિલાઓને નહીં શોભે તથા તે ન પહેરે તે જ ઉત્તમ. કાઉલ નેક ઘણુંખરું ટર્ટલ નેકને મળતું આવે છે. તેમાં કોલરમાં ઘણા ફોલ્ડ હોય છે. લાંબા કદ તથા લાંબી ગરદનવાળી મહિલાઓને સારું લાગે છે. પરંતુ ઠીંગણી મહિલાઓને શોભતું નથી.
બ્લાઉઝ અથવા શર્ટને ‘એ’ લાઇન સ્કર્ટ સાથે પહેરવાથી સ્માર્ટ પર્સનાલિટિ લાગશે. શોર્ટ બ્લાઉઝ અથવા શર્ટની સાથે પહોળું પેન્ટ અથવા શોટ્‌ર્સ પણ ટ્રાઇ કરી શકાય.
ઘેરાવાવાળી કમર પર ગોલ્ડન બોર્ડરની વ્હાઇટ સાડી સાથે ગોલ્ડન રેડ બ્લાઉઝ પણ સારું લાગે છે.
ભરાવદાર વક્ષ ધરાવતી મહિલાઓ પર મોક રેપ નેકલાઇન સારી લાગે છે. જોકે આ ફેશન દરેક ફિગર પર સારી લાગે છે. વઘુ પડતી પાતળી પરમારના ડ્રેસમાં બોટનેક વઘુ સારો લાગે છે. કોલર બોન દેખાવાને કારણે સ્માર્ટ દેખાય છે. નાનું કદ તેમજ પાતળું ફિગર ધરાવતી મહિલા પર ટોમ બોય જેવા પરિધાન સારા લાગે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંગના રાણાવતનું ફિગર આ પ્રકારનું કહેવાય છે. પહોળા ખભા હોય તો ગભરાશો નહીં, હોલ્ટ નેક ડ્રેસ તમારા માટે યોગ્ય છે. પછી તે ગાઉનમાં બનડાવો કે બ્લાઉઝમાં.ગોળ ચહેરા પર જ્યોમેટ્રિકલ ઇયર રંિગ્સ સારા લાગે છે.તેમણે હૂપ્સ અન ેસ્ટડેડ ટોપ્સ પહેરવા નહીં. આ પહેરવાથી ચહેરો વઘુ પહોળો લાગશે.
દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved