Last Update : 31-July-2012, Tuesday

 
રસોડાની રંગત
 

અથાણાના સંભારમાં ૧૦થી ૧૨ લવંિગનું તેલ ભેળવવાથી અથાણામાં ંફંગસ નથી થતી.
શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તેમાં એક બાફેલા બટાકાને છૂંદીને નાખવું. શાકનો રસો ગાઢ્ઢો થઇ જતાં શાક સ્વાદિષ્ટ લાગશે.
રસાવાળા શાકને વઘુ સ્વાદિષ્ટ કરવા મસાલો સાંતળતી વખતે દહીં તેમજ મગજતરીના બિયાંનો ભૂક્કો ભેળવવો.
કસ્ટર્ડ બનાવતી વખતે સાકરની સાથે થોડું દહીં ભેળવવાથી બમણું સ્વાદિષ્ટ થાય છે.
ચણાના લોટના પકોડા બનાવતી તેમાં થોડો ચોખાનો લોટ ભેળવવાથી પકોડા ક્રિસ્પી બને છે.
ચણાના લોટની બરફી બનાવતી વખતે તેમાં થોડો રવો ઉમેરવાથી બરફી સ્વાદિષ્ટ બને છે.
ચણાના લોટના ફૂલવડા બનાવતી વખતે બ્રેડનો સૂકો ચૂરો ઉમેરવાથી ક્રિસ્પી બને છે તેમજ તળવામાં તેલ ઓછું વપરાય છે.
ચણાના લોટના પકોડા બનાવતી વખતે અથાણાનો સંભાર નાખવાથી સ્વાદ વધે છે.
બટાકા કાપ્યા પછી કાળા ન પડી જાય માટે સરકો અથવા લીંબુનો રસ ભેળવેલ પાણીમાં તેને પલાળી રાખવા.
સૂપ બનાવતા પહેલા ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવા. છાલ ઉતારવાની સરળતા પડે એટલે ટામેટા પર ગરમ પાણીની ધાર છોડવી.
હળદર, જીરા અને ધાણા વગેરે મસાલાને ઉપયોગમાં લેતા પહેલા તેલમાં શેકવાથી શાકનો સ્વાદ તથા સુગંધ વધે છે.
કેકને લાંબા સમયમ ાટે તાજી રાખવા હવાચુસ્ત ડબામાં પાઉંના ટુકડા સાથે રાખવી.
ખીર બનાવવાનું દૂધ પાતળું જણાય તો તેમાં વાટેલી ખસખસ ભેળવવી.
સાકરને થોડી શેકી કેકમાં ભેળવવાથી કેક ફૂલે છે.
સૂપમાં નાખવા ક્રિમ ન હોય તો દૂધ તથા બટર ભેળવી નાખી શકાય.
દાળ-ચોખામાં લસણની કળી અથવા તો લીમડાના પાન મૂકવાથી તેમાં જીવાત પડતી નથી. આ ઉપરાંત એરડંિયા તેલથી ચોખો ચોળીને રાખવાથી પણ ચોખા સુરક્ષિત રાખી શકાય છે.
બટાકા બાફતી વખતે તેમાં મીઠું તથા વિનેગાર રાખવાથી બટાકા જલદી બફાય જાય છે તેમજ ફાટતા નથી.
કોલીફ્‌લાવરનું શાક બનાવતી વખતે બે મોટા ચમચા દૂધ ભેળવવાથી શાકનો રંગ ખીલી ઊઠે છે.
જલેબી બનાવતી વખતે ચાસણીમાં થોડું સાઇટ્રીક એસિડ નાખવાથી જલેબી ક્રિસ્પી બને છે.
દાળમાં આદુ નાખવાથી દાળ સ્વાદિષ્ટ થાય છે ઉપરાંત ગેસ પણ થતો નથી.
શાકમાં મીઠું વઘુ થઇ જાય તો બાફેલા બટાકાને છૂંદીને નાખવું. અથવા એક ચમચો ચણાનો લોટ શેકીને નાખવો.
દહીં વધારે ખાટું થઇ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી ૪૫ મિનિટ પછી પાણી નીતારી લેવાથી ખટાશ નીકળી જશે.
મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved