Last Update : 31-July-2012, Tuesday

 

દંપતીને તરોતાજા રાખતો રોમાન્સ

 

રોજંિદી ઘરેડમાંથી બહાર આવવા કરો રોમાંચક આયોજન
પતિ-પત્નીનો રોજંિદો ક્રમ એક જ ઢાળમાં ઢળી જાય તો તે કંટાળાજનક બની રહે છે. તેમાં કોઈ ઉત્તેજના નથી રહેતી જે તેમને અનોખા આનંદની અનુભૂતિ કરાવે. તેથી તેમણે અવારનવાર નિત્ય ક્રમમાં ફેરફાર કરવો જોઈએ. સામાન્ય રીતે દંપતી રૂટિનમાંથી બહાર આવવા ફિલ્મ જોવા જાય છે, ખરીદી કરવા જાય છે કે અઠવાડિયે એકાદ વખત ડિનર લેવા રેસ્ટોરાંમાં જાય છે. પરંતુ ધીમે ધીમે આ ક્રમ પણ નિયમિત બની જાય છે. તો પછી દામ્પત્ય જીવનમાં રોમાંચ લાવવા કરવું શું?
આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે તેઓ અચાનક એકમેકને સરપ્રાઈઝ આપી શકે. આને માટે બહુ મોટું આયોજન કરવાની જરૂર નથી. પતિ અથવા પત્ની બન્નેમાંથી એક વ્યક્તિ પોતાના સ્વભાવ વિરુદ્ધની એવી હરકત કરી શકે જે સામે વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દે. અલબત્ત, આ સરપ્રાઈઝ આઘાત પહોંચાડનારું નહીં, પણ આનંદ આપનારું હોવું જોઈએ.
પતિ-પત્ની બેઉ નોકરી કરતા હોય તો સાંજે ઘરે પાછા પહોંચે ત્યાં સુધી થાકીને લોથ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘરે ગયા પછી બન્ને એકબીજાને તેલ માલિશ કરી આપી શકે. ખાસ કરીને ખભા, પગ અને માથા પર તેલથી માલિશ કરવાથી હળવાશ અનુભવાય છે. વળી જીવનસાથીનો પ્રેમભર્યો સ્પર્શે સઘળી પીડા હરી લે છે. જો માલિશના તેલમાં થોડાં ટીપાં અરોમા ઓઈલ ભેળવવામાં આવે તો તેની સુગંધ પણ મનને તરબત કરી દે છે.
માલિશ કરી લીધા પછી રોમાન્સને નવો આયામ આપવા એક સાથે સ્નાન કરવા પણ જઈ શકાય. જો ઘરમાં બાથ ટબ હોય તો તેમાં હુંફાળુ પાણી ભરીને સહિયારું સ્નાન કરવામાં આવે, સાથે બાથરૂમમાં અરોમાયુક્ત કેંડલની સુગંધ ફેલાતી હોય, તેની હળવી રોશની સમગ્ર વાતાવરણને અત્યંત રોમાન્ટિક બનાવતી હોય ત્યારે યુગલ અચૂક અનોખા આનંદની અનુભૂતિ કરે છે.
રોજ રાતના સુતી વખતે એક જ પ્રકારના ગાઉન કે આંતરવસ્ત્રો પહેરવાને બદલે નવી નવી પેટર્નના ગાઉન કે અન્ય નાઇટવેર, જુદા જુદા રંગોના ડિઝાઈનર આંતરવસ્ત્રો પતિને રોમાન્ટિ મૂડમાં લાવવામાં મદદ કરે છે.
ગૃહિણીઓ આખો દિવસ ઘરમાં રહીને કંટાળી જાય છે અને તેમના પતિ સવારથી રાત સુધી બહાર ભાગદોડ કરીને થાકી જાય છે. આવા દંપતીઓ રોજ રાત્રે ‘કંટાળી ગઈ’ કે ‘થાકી ગયો’ની ફરિયાદ કરીને પથારીભેગા થઈ જાય છે. પરંતુ આ કંટાળો અને થાક દૂર કરવાના ઉપાયો મુશ્કેલ નથી. જેમ કે પતિ થાકીને ઘરે આવે ત્યારે પત્ની તેમને ટબમાં મીઠાવાળું હુંફાળું પાણી આપી શકે જેમાં થોડીવાર પગ બોળી રાખીને પતિ પોતાનો થાક ઉતારી શકે. હુંફાળા પાણીમાંથી પગ બહાર કાઢ્‌યા પછી તેમના પગ પર હળવા હાથે ફૂટ ક્રીમથી માલિશ કરી આપવાથી તેમનો સઘળો થાક હરાઈ જાય છે અને તેમને પત્ની પર પ્રેમ ઉભરાય છે. પગ પર માલિશ કરતાં કરતાં પત્ની પોતાની વાતો કરી શકે અથવા પતિનો દિવસ કેવો રહ્યો, તેમણે આખો દિવસ શું શું કર્યું તે વિશે પ્રેમથી પૂછી શકે. પત્નીની કાળજીથી પ્રસન્ન થયેલો પતિ આપોઆપ રોમાન્ટિક મૂડમાં આવી જાય છે જે પત્નીની બધી ફરિયાદો દૂર કરવા તત્પર બને છે.
પતિને સરપ્રાઈઝ આપવા ક્યારેક ઘરમાં જ રોમાન્ટિક ડિનરનું આયોજન કરી શકાય. મેનુમાં સુપ અને સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીની બધી જ તૈયારી કરો. જરૂરી નથી કે બધી વાનગી ઘરમાં જ બનાવવામાં આવે. પતિને ભાવતી કોઈક વસ્તુ બહારથી પણ મગાવી શકાય. ડાઇનંિગ ટેબલ પર નવું ડિનર સેટ સજાવો. વચ્ચે ફૂલોનો ગુલદસ્તો મૂકો. ડાઇનંિગ રૂમની બત્તી બંધ રાખી કેંડલ લાઈટ ડિનરનું આયોજન કરો. આવો માહોલ પતિને રોમાન્ટિક બનાવે છે.
તેવી જ રીતે પતિ પણ વીક-એન્ડ સિવાય પત્નીને અચાનક જ કેંડલ લાઈટ ડિનરની સરપ્રાઈઝ આપી શકે. કોઈ પણ પ્રસંગ કે તહેવાર વગર તેને ગમતી વસ્તુની ભેટ આપી શકે. તેણે બનાવેલી રસોઈના વખાણ કરી શકે. જો પત્ની નોકરી કરતી હોય અને તેની પદોન્નતી થાય કે તેનો પગાર વધે તો પત્ની પાસેથી પાર્ટી માગવાને બદલે પતિ જ તેને પાર્ટી આપે તો પત્નીના આનંદનો પાર ન રહે.
મસ્તી કરવા માટે કોઈ પણ મોસમ ચાલે. શિયાળાની કડકડતી ટાઢમાં તમે ઘરના આંગણામાં કે અગાશી પર તાપણું કરીને એકબીજાની સોડમાં બેસીને શિયાળાનો આનંદ માણી શકો. સાથે કેસર-બદામ નાખેલું દૂધ પીવાથી શરીરમાં ગરમી અને તાજગી અનુભવાય છે. જ્યારે ગ્રીષ્મ ૠતુમાં એકબીજાને બરફની માલિશ કરી આપી શકાય. રાત્રે સૂતી વખતે આઈસ્ક્રીમની મોજ માણી શકાય.
નોકરી કરતી પત્ની રવિવારે બધા વધારાના કામ કાઢીને બેસી જવાને બદલે તેને રોમાન્ટિક બનાવી શકે. અલબત્ત, પતિએ પણ તેમાં સાથ આપવો જોઈએ. બન્ને જણે ભેગાં મળીને રોજનું કામ રોજ કરી લેવું જોઈએ. કામનો ઢગલો બાકી હશે તો રવિવાર ઘરના કામ આટોપવામાં જ વીતી જશે. રવિવારની સવારે થોડાં મોડા ઊઠો. સવારનો નાસ્તો ડાઇનંિગ ટેબલ પર કરવાને બદલે પલંગ પર બેસીને કરો. આમ કરવાથી એવું લાગશે જાણે રોજંિદી ઘરેડમાંથી મુક્તિ મળી છે. પલંગ પર પલાંઠી વાળીને બેસીને નાસ્તો કરવાની મઝા જ કાંઈક ઓર હશે. બપોરનું ભોજન એકદમ હળવું લો. વળી સાંજે થોડો ભારે નાસ્તો કરો અને રાત્રે હળવું ભોજન લો. આમ કરવાથી રાતનું કામ ઝડપથી આટોપાઈ જશે. રવિવારે રાત્રે જલદી સૂઈ જવાથી આખું અઠવાડિયું હળવા રહેવાય છે.
રાત્રિના રોમાન્સ દરમિયાન એકમેકને નિયમિત નામથી સંબોધવાને બદલે અન્ય કોઈ લાડકવાયા નામથી સંબંધો. આ નામ રોમાન્સને ઉત્તેજન આપે છે. આવું સંબોધન જે તે ક્ષણો પૂરું સીમિત હોવાથી વઘુ રોમાન્ટિક લાગે છે.
ટૂંકમાં એમ કહી શકાય કે દામ્પત્ય જીવનને હંમેશાં તરોતાજા રાખવા વઘુ ખર્ચ કે ઝાઝી મહેનત કરવાની જરૂર નથી. બસ થોડી નાની નાની કાળજી અને રોજંિદી ઘરેડ બહારનું નાવિન્ય યુગલના જીવનને રોમાન્ટિક બનાવે છે.
જયના

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved