Last Update : 31-July-2012, Tuesday

 
ઘરકામનું પ્લાનંિગ
 

કેટલીક ગૃહિણીઓ રોજ સવારે ઊઠે અને નજર સામે પડેલાં ઘરકામ જોંતાવેંત મોતિયા મરી ગયા હોય તેમ મોં બગાડે છે. કામ કરવાની આળસ ચડે છે. પછી કામ તો કરવું જ પડે એટલે ગમે તેમ વેઠ ઊતારીને આડેધડ એક પછી એક ઘરકામ ઉકેલે છે. પરંતુ આવી પ્રથા ગૃહિણીને ઘરકામ કર્યાનો સંતોષ નથી આપતી. ઊલટાનું દરેક ગૃહિણી ઘરના તમામ નાના મોટા કામ શિસ્તબઘ્ધ રીતે પૂર્વ આયોજન કરીને હાથમાં લે તો કામ સુપેરે પાર પડે છે. સુરેશ ઑફિસ જવાની ઉતાવળમાં હતો. ત્યાં જ માધવી બોલી ‘‘સાંજે ઘેર આવતી વખતે શાકભાજી લેતા આવજો’’ સુરેશ દાદરા ઊતરી સ્કૂટર ચાલુ કરવા લાગ્યો ત્યાં જ માધવીએ બૂમ પાડી, ‘‘સાબુ ખલાસ થઈ ગયા છે, લેતા આવજો.’’ સુરેશ અકળાઈ ગયો. તેણે કહ્યું, ‘‘આ લાવજો ને તે લાવજો. તું એકસાથે લિસ્ટ બનાવીને કેમ નથી આપતી?’’ ગૃહિણી તરીકે તમારે ઘરમાં અનેક નાનીમોટી જવાબદારીઓ સંભાળવાની હોય છે. તેથી જ જો વ્યવસ્થિત આયોજન કરતામાં ન આવે તો નાનું અમથું કામ વધારે સમય માગી લે છે. નીચેની કેટલીક બાબતો ઘ્યાનમાં રાખશો તો તમે આદર્શ ગૃહિણો બની શકશો.

 

* રસોડામાં એક ડાયરી અને પેન્સિલ હાથવગી રાખો. જે વસ્તુ ખલાસ થઈ જાય તેને તરત ડાયરીમાં લખી લો. અન્ય કોઈ ચીજવસ્તુ લાવવાની હોય તો તે પણ યાદ કરીને લખી લો.

 

* આખા અઠવાડિયા માટે ભોજનનું મેનુ તૈયાર કરો. આનો એક ફાયદો એ થશે કે તમે પહેલેથી જરૂરી શાકભાજી, મસાલા વગેરે ખરીદી શકશો. બીજું એ કે, ‘‘હજુ બે દિવસ પહેલાં તો ભીંડાનું શાક બનાવ્યું હતું. આજે ફરી એ જ ખાવાનું?’’ એવા પ્રશ્નનો સામનો નહીં કરવો પડે.

 

* રોજ બરોજના વપરાશમાં જેટલાં વાસણોની જરૂર હોય તેટલા જ બહાર કાઢો, જેથી ખોવાઈ ના જાય.

 

* નાનાં-મોટાં વાસણો, ચમચીઓ, ચમચા વગેેરે ગણીને રાખો, જેથી કોઈપણ વાસણ ખોવાય તો તમે તમારા નોકરને ટકોર કરી શકો. તમારા ટોકવાથી નોકર ફરી કાળજી રાખશે.

 

* સાડી હેંગર પર ગોઠવીને મૂકો ત્યારે એની સાથે જ મેચંિગ બ્લાઉઝ પણ ભેરવી દો, જેથી એ સાડી પહેરતી વખતે તેનું બ્લાઉઝ આમ તેમ શોધવું ના પડે.

 

* બહેનપણીઓ, મિત્રો, સગાંવહાલાનાં નામ, સરનામું અને ફોન નંબર એક ડાયરીમાં નોંધી રાખો. કારણ કે અચાનક જરૂર પડે ત્યારે કામ લાગે. તેમના જન્મ દિવસ અને લગ્ન તારીખ પણ લખી રાખો, જેથી તેમને કાર્ડ મોકલીને કે ફોન પર શુભેચ્છા પાઠવી શકાય. કારણ કે આનાથી સંબંધોમાં મઘુરતા વધે છે.

 

આટલું કરશો તો તમારો આત્મવિશ્વાસ વઘુ દ્રઢ બનશે, સમયનો બગાડ નહીં થાય તેમજ વ્યર્થ થાક પણ નહીં લાગે.

 

ઈશિતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved