Last Update : 31-July-2012, Tuesday

 
પ્રિય ખંજન
 

પ્રિય ખંજન
લાયસન્સ મળ્યા પછી તારું પહેલું કાર ડ્રાઈવીંગ ... તારી બાજુની સીટમાં હું બેઠી હતી અને તું ડ્રાઈવ કરી રહ્યો હતો. થોેડી થોડી વારે હું તને કંઈક સુચના આપતી અને તૂ ચૂપચાપ એનું પાલન કરી રહ્યો હતો. એ સિવાય કારમાં ચૂપકીદી છવાયેલી હતી. આપણી અમુક યાદો ખરેખર એટલી તો અવિસ્મરણીય હોય છે કે ભૂતકાળન પટારામાંથી એને કાઢીને પંપાળતા ય બીક લાગે છે કે ક્યાંક છટકી નહીં જાય ને?
જ્યારે તારી ઉંમર સોળ વર્ષની હતી અને તે દસમું ધોરણ પાસ કર્યું હતું ત્યારે તારા મિત્રોની ટોળકી સાથે તું મારી પાસે આવેલો. ‘‘મમ્મી. આ બધા હવે અગિયારમાં ધોરણમાં બાઈક લેવાના છે. મને પણ લઈ આપ.’’ ‘‘એક ક્ષણ તો મને શું બોલવું સમજાયું નહીં અને ધડ દઈને ના પાડવી એ પણ મને ઠીક ના લાગ્યું એટલે મેં કહ્યું. ‘‘લાયસન્સ?’’
‘‘એ જવાબદારી મારી...’’ તારી ટોળકીમાંથી કોઈ બોલ્યું.
મને થોડું આશ્ચર્ય થયું. સોળ વર્ષની ઊંમરે બાઈક ચલાવવાનું પાકું લાયસન્સ કેવી રીતે નીકળે એ ભગવાનને ખબર...
મેંે તને પૂછ્‌યું, ‘‘તને બાઈક ચલાવતાં આવડે છે? ‘‘તે હાં પાડી. મારી જાણ બહાર તું બાઈક ચલાવતા શીખી ગયો હતો. સાચું કહું તોે ખુશ થવાને બદલે મને થોેડી શરમ આવી. પણ હું ચૂપ રહી. સ્વાભાવિક રીતે મારા મૌનને તે મારી સંમતિ માની લીધી. અને તું ખુશ થતો થતો ત્યાંથી ગયો.
કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આપણે બંને ખુલ્લા દિલે ચર્ચા કરીએ છીએ નિયમ મુજબ એ દિવસે આપણે રાત્રે આપણા બંનેના પ્રિય હંિચકા પર બેઠા. હું તને બાઈક લઈ આપીશ એવી ભ્રમણા હેઠળ તું આનંદમાં હતો અને હું તને કઈ રીતે સમજાવવો તેની અવઢવમાં હતી. દર વખતની જેમ આપણી વચ્ચે સંવાદ ચાલુ થયો.
‘‘લાયસન્સ અઢાર વર્ષે મળે છે બેટા, સોળ વર્ષે નહીં...’’
‘‘પણ તને મારા ભાઈબંધે કહ્યું ને મમ્મી કે એ લાવી આપશે.’’
‘‘પણ એ ખોટું છે... ગેર કાયદેસર છે...’’
‘‘તો? હું કદી ખોેટું કરીશ જ નહીં? મને બાઈક બરાબર આવડે છે. હું ચલાવીશ.’’
‘‘જીવનની શરૂઆત જ ખોેટી રીતે કરીશ? તારા ક્લાસીસ આપણા ઘરથી દૂર છે. જેટલા ચાર રસ્તા આવે અને પોલીસને તું જુએ એટલી વાર તને ટેન્શન થાય કદાચ બાઈક ચલાવતાં બેઘ્યાન પણ થઈ જવાય. અને ધારો કે એક્સીડન્ટ થશે.... કોઈ નાના બાળકને વાગશે તો?’’
‘‘તો .... તો ....’’ તને ફાવ્યું નહીં...’’ તો શું કરવાનું? બાઈક નહીં ચલાવવાની? મારે હજીયે બધે સાયકલ પર જ જવાનું? મારો કેટલો સમય બગડે?
‘‘ના. વાહન ચલાવવાનું. પણ જે કાયદેસર છે તે જ... તને સોળ વર્ષની ઉંમરે પચાસ સી.સી.ના વાહનનું એટલે કે લ્યુનાનું લાયસન્સ મળે એટલે એ જ ચલાવવું....’’ મેં ડરતા ડરતાં કહ્યું અને તું મારી પાસેથી ઊભો થઈ ગયો.
જાણું છું. ખરેખર અઘરું હતું. જ્યારે ભાઈબંધોેની આખીય ટોળકી બાઈક લઈને ફરતી હોય ત્યારે તારા જેવા છ ફૂટની ઊંચાઈ વાળા વ્યક્તિએ લ્યુના લઈને ફરવું એ ખરેખર અઘરું હતું પણ તોય તું મારી સાથે શોે રૂમમાં જઈને ટેસ્ટ ડ્રાઈવ લેવા તો તૈયાર થયો જ. ટેસ્ટ ડ્રાઈવમાંમ ભગવાનની મહેરબાનીથી તને લ્યુના ચલાવવાની મઝા ય આવી. આખરે તું માન્યો અને આપણે લ્યુના ખરીદ્યું. તારા મિત્રોએ તારી મશ્કરી ય કરી જ હશે પણ તોય બે વર્ષ તું આરામથી લ્યુના પર ફર્યો. જેન ેઆપણે સોશીયલ સ્ટિગ્મા કહીએ છીએ એ ડરને તે બહુ નાની ઊંમરમાં જીતી લીધો. તને અઢાર વર્ષ થયા પછી તને કાર પણ આવડી ગઈ અને તેનું લાયસન્સ પણ આવી ગયું. અને હવે જ્યારે તું સ્વતંત્રપણે પહેલીવાર કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને હું તારી પાસે બેઠી હતી ત્યારે મને આ સઘળું યાદ આવી રહ્યુ ંહતું. તારા ચહેરા પર થોડી ખુશી, થોડું કુતુહલ અને થોડો ડર હતા જ્યારે મારા ચહેરા પર? માત્ર અને માત્ર સંતોષ... બેટા, એક વાત હમેશાં યાદ રાખજે.. આપણી મહેનત અને ધીરજના આધારે લ્યુનાથી કાર સુધીની સફર પાર થઈ જાય છે. પણ કાર સુધી પહોંચવા ક્યારેક લ્યુના પર સવાર થવું પડે છે. કાયદેસર લાયસન્સ મળ્યા પછી હાથમાં કાર કે બાઈકની ચાવી આવે તો ડ્રાઈવ કરવાનો આત્મવિશ્વાસ વધી જાય છે એમ નથી લાગતું?
- તારી વ્હાલી મમ્મી - ડૉ. રેણુકા પટેલ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved