Last Update : 31-July-2012, Tuesday

 
પુત્રને પણ ઘરકામ અને રસોઈ કળા શીખવો
 

માતાએ પુત્રીની જેમ જ પુત્રને સંસ્કાર આપવા...
અમારા પાડોશી કવિતાબેનનો પુરવ હંમેશાં નાની-નાની વાત માટે પણ મમ્મીને ઓર્ડર કરતો અને તેની મમ્મી પણ ચોવીસ કલાક તેના હુકમનું પાલન કરવા તૈયાર રહેતી. પૂરવને જમવાની કે અન્ય તકલીફ ન પડે તે માટે કવિતાબેન પિયરે પણ જતાં નહીં. પૂરવના કપડાને ઇસ્ત્રી, તેના માટે ઘરનો નાસ્તો, તેની પસંદ-નાપસંદ જાળવવામાં જ કવિતાબેનના દિવસો જતા હતા. જોતજોતામાં પૂરવ એન્જિનિયર બની ગયો. અને તેણે વિદેશમાં આગળ ભણવા જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેની આ વાત સાંભળતા જ કવિતાબેનને એકદમ આંચકો લાગ્યો. છતાં પુત્રની જીદ અને કારકિર્દી આગળ તેમણે પોતાની મમતાને પડતી મૂકી. પૂરવ ન્યુ જર્સી પહોંચી ગયો. ત્યાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં પહેલે દિવસે તો પૂરવને વાંધો ન આવ્યો. પણ બીજે દિવસે પોતાનો સામાન ખોલીને કબાટમાં ગોઠવતાં ગોઠવતાં તેને મમ્મી ખૂબ યાદ આવી અને તેની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં તેના બીજા ચાર મિત્રો સાથે મળીને રસોઈ બનાવતાં હતા. હવે પૂરવે પણ તેને રસોઈ કરવામાં મદદ કરવાની હતી. આ વાત સાંભળીને પૂરવના મોતિયા મરી ગયા. જે છોકરાએ પાણીનો ગ્લાસ પણ હાથે ભર્યો નહોતો. તેણે મિત્રો પાસેથી પાક કળાના પાઠ શીખ્યા. જે કંઈ બનાવતા નહોતું આવડતું કે ફાવતું તે તેણે ઇ-મેઇલ દ્વારા મમ્મીને પૂછી પૂછીને બનાવવાની શરૂઆત કરી.
રાજેશ શાહની બદલી ગુજરાતના એક નાનકડા ગામડામાં થઈ. ત્યાં માત્ર ચાની હોટેલ હતી અને ગાંઠિયાનો નાસ્તો મળતો હતો. રાજેશે ત્યાં પહોંચીને ટિફિન મળે તે માટે ઘણા ફાંફા માર્યા અને બે દિવસ માત્ર ગાંઠિયા ખાઈને ચલાવ્યું. છેવટે તેણે સ્ટવ તથા વાસણોની ખરીદી કરીને આસપાસના લોકોની મદદથી રસોઈ બનાવવાની શરૂઆત કરી. એક મહિનો કાચી પાકી રસોઈ જમ્યા બાદ તેને ખીચડી-શાક-ભાખરી બનાવતાં આવડ્યા.
ઘણા છોકરાઓને શાક તથા મસાલાની ખબર હોતી નથી. અને એક કપ ચા બનાવતા પણ આવડતું નથી. તેઓ પોતાના હાથે એક કપડું પણ ધોતા નથી. અને તેમના રોજંિદા કામ તેની માતા તથા બહેન જ કરતા હોય છે. સામાન્ય રીતે મઘ્યમવર્ગના છોકરાઓ રસોડામાં જઈને કામ કરે અથવા મમ્મીને મદદ કરે તો તેમની મજાક ઉડાડવામાં આવે છે.
આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, છોકરાઓ બહારનું કામ કરે અને છોકરીઓ ઘરનું કામ કરે. ક્યારેક છોકરાઓ પોતાની ઇચ્છાથી રસોડામાં જાય તો ઘરના લોકો તરત ટોણો મારતા કહેશે, ‘‘શું છોકરીઓની જેમ રસોડામાં કામ કરે છે?’’તે ઉપરાંત મમ્મીઓ પણ પુત્ર પાસે વાસણ-કપડાં કે કચરો કઢાવવામાં શરમ અનુભવે છે. લોકો શું કહેશે તે વિચારીને તે છોકરા પાસે કામ નથી કરાવતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અને જરૂરિયાતમાં પણ બદલાવ આવ્યો છે. આજે રસોઈ બનાવવી તથા ઘરના કામ શીખવા છોકરાઓ માટે પણ જરૂરી બની ગયું છે. જેમ છોકરીઓ બહારના કામ શીખે છે તથા પોતાના પગભર બને છે તે જ રીતે છોકરાઓએ પણ માતા પાસે ઘરનું કામ શીખવું જોઈએ. કારણ કે વિદેશમાં કે ઘરેથી દૂર ભણવા જવાનું કે નોકરીના કારણે બહારગામ રહેવાનું બનતું જ રહે છે ત્યારે હોસ્ટેલમાં બધાએ પોતાનું કામ જાતે જ કરવું પડે છે. મેસમાં ખાવાનું સારું ન મળે તો થોડા છોકરાઓ સાથે મળીને પોતાની રસોઈ અલગ બનાવે છે. એવા સમયે જો તમારા પુત્રને કંઈ નહીં આવડતું હોય તો બીજા છોકરાઓ તેને પોતાના જૂથમાં રાખશે નહીં. જો છોકરાઓ બહારગામ જઈને રૂમ કે ફ્‌લેટ લઈને રહે છે ત્યારે રસોઈ બનાવવાની સાથે ઘરના અન્ય કામ પણ કરવા પડે છે. શરૂઆતમાં પગાર ટૂંકો હોવાથી નોકર પણ રાખી શકાતો નથી. હોટેલ કે કેન્ટીનમાં રોજ ખાવાથી તબિયત બગડે છે. અને પૈસાનો ખર્ચ પણ વધી જાય છે. જો ઘર સંભાળવાની થોડી તાલિમ પણ તેમને મળી હોય તો તેઓને બહુ મુશ્કેલી થતી નથી. પુત્રના સ્વાસ્થ્ય અને આનંદિત જીવનનો વિચાર તમારે જ કરવો જોઈએ. યાદ રાખો કે, માતાની મમતા અને સુરક્ષા જીવનમાં પ્રત્યેક જગ્યાએ નથી હોતી.
આઘુનિક વિચારો અને વધતી જતી મોંઘવારીને કારણે મોટાભાગના છોકરાઓ નોકરિયાત પત્ની જ પસંદ કરે છે. આખો દિવસ ઓફિસમાં કામ કરીને ઘરે આવીને કામ કરવાનું સ્ત્રીઓ માટે પણ મુશ્કેલ સાબિત થાય છે. તે ઇચ્છે છે કે, તેનો પતિ ઘરના કામમાં તેને મદદ કરે એટલે ઘર અને ઓફિસની જવાબદારી તે સરખી રીતે નિભાવી શકે. તથા માનસિક તાણ પણ ઓછી થાય. આજકાલ નાનું કુટુંબ સુખી કુટુંબ ગણાય છે. તેથી જ્યારે ઘરમાં માતાની તબિયત બગડે કે તેને બહારગામ જવું પડે તો છોકરાઓની હાલત કફોડી ન થવી જોઈએ. તેમને પોતાના પૂરતાં નાના-નાના કામ તો આવડવા જોઈએ. પુત્ર અને પુત્રીનો ઉછેર સરખો જ કરવામાં આવે છે, તો પુત્રને પણ ઘરના થોડા કામ શીખવવા જોઈએ. હંમેશાં માતા-પિતા એવું ઇચ્છતાં હોય છે કે, પુત્રી પોતાની કારકિર્દી બનાવીને પોતાના પગભર થઈ જાય. જેથી ભવિષ્યમાં તેને વાંધો ન આવે. તે જ રીતે પુત્રને પણ સ્વાવલંબી બનાવવો જોઈએ. તમને ગમશે કે તમારો પુત્ર નાના-નાના કામ માટે અન્યો ઉપર આધાર રાખે? આજના યુગમાં જરૂરી છે કે, છોકરાઓએ પણ નિઃસંકોચ ઘરનું કામ કરવું જ રહ્યું.
જ્યારે તમને બઘું જ આવડતું હોય ત્યારે જ તમારું વ્યક્તિતત્વ પૂર્ણ ગણાય. તમારામાં કોઈ પણ કામ ક્યારેય પણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ કામ નાનું નથી હોતું. ચા બનાવવાથી કે કચરો વાળવાથી તમે નાના નથી થઈ જતા. જો ઘરના કામમાં મમ્મીને મદદ કરવાથી તેના કામનો બોજ ઓછો થાય છે. અને તેની તાણ ઘટે છે. તથા આનંદ પણ થાય છે.જો મમ્મી તમને ઘરના કામ કે ચા બનાવવાનું કહે તો તેમાં કંઈ ખોટું નથી. બધા જ કામ શીખીને જીવનમાં આત્મનિર્ભર બનવાની જરૂર છે. જો તમને ઘરના કામ આવડતા હશે તો તમારે નોકર અથવા પત્ની પર આધાર રાખવો પડતો નથી.
છોકરાઓ એવું વિચારે છે કે, જરૂર પડશે ત્યારે હોટેલ-ધાબાથી કામ ચલાવી લઈશું. પરંતુ ઘણીવખત ઘણી જગ્યાએ ધાબા હોતા નથી. એકલા રહેતા છોકરાઓને ત્યાં બાઈઓ પણ કામ કરવા આવતી નથી. વિદેશોમાં તો નોકર મળતા નથી અને બહારથી જમવાનું મગાવવાનું પરવડતું નથી. જરૂર પડશે ત્યારે શીખી લઈશું.’ એમ કહીને કામ નહીં ચાલે. મમ્મીની સાથે ધીરે ધીરે થોડું કામ શીખી જવાથી પાછળથી હેરાનગતિ થતી નથી. રેસિપીના પુસ્તક વાંચીને કે એસટીડી ફોન પર માતાને રેસિપી પૂછવા કરતા પહેલેથી થોડું શીખવું ફાયદાકારક રહેશે તો તમે માતા કે પત્ની બીમાર પડવાથી તેમની સારી સુશ્રુષા કરી શકશો. અને બાળકો માટે જમવાનું પણ બનાવી શકશો. કોઈ વિશેષ પ્રસંગે ખાસ ડીશ બનાવીને પત્નીને આશ્ચર્યચકિત પણ કરી શકાય. તથા પાક કલામાં નિપૂર્ણ થઈ મિત્રો વચ્ચે ગર્વ પણ કરી શકાય. સહુથી ઉત્તમ વાત એ છે કે, તમે પત્ની સાથે કામ કરીને લગ્નજીવનનો અનોખો આનંદ મેળવી શકો છો. સંતાનને ઘરનું કામ શીખવવાની જવાબદારી માતાની છે. અને નાનપણથી બાળકોને ઘરના તથા પોતાના નાના-નાના કામ કરવાની આદત પાડો. પોતાના મોજા, કપડાં, રમકડાં વાસણો વગેરે એક જ જગ્યાએ મૂકવાની ટેવ પાડો. ભણતર સાથે ઘરકામ શીખવીને તેના વ્યક્તિત્ત્વને પૂર્ણ બનાવો. તમારું સંતાન બધા જ ક્ષેત્રમાં નિપૂણ બને તેની કાળજી તમે જ રાખી શકો.
ભૂમિકા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved