Last Update : 31-July-2012, Tuesday

 

રાજસ્થાની ઝવેરાતનો જાજરમાન શણગાર

 

નારીના દેહની શોેભા એણે પરિધાન કરેલાં વસ્ત્રો અને અલંકારોથી છે. નિતનવાં, ભાતભાતનાં રંગબેરંગી વસ્ત્રોની સાથે એ દીપાયમાન બને એવા જરઝવેરાતથી નારીનું લાવણ્ય ખીલી ઊઠે છે. ગળામાં કંઠી, કાનમાં કુંડળ, નાકમાં નથણી, હાથમાં કંકણ અને કેડે કંદોરો નારીના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. લોકોએ એને પ્રતિભા અને પ્રતિષ્ઠાના તરીકે સ્વીકાર્યું છે. આર્ય નારીએ ઘરેણાને, દાગીનાને અલંકારને, આભૂષણોને, ઝવેરાતને ફક્ત દેહની શોભા અને સજાવટ પૂરતું જ મર્યાદિત રાખ્યું નથી, એણે તો એને સૌભાગ્ય ચિહ્ન તરીકે પણ સ્વીકાર્યું છે. રાજસ્થાની નારીએ ઝવેરાતના શણગારને સૌથી વઘુ પ્રાધાન્ય આપ્યું છે. શહેરની હોય કે ગામડાંની ગરીબ હોય કે તવંગર રાજસ્થાની નારીનો દેહ હંમેશા અલંકારથી સજાવેલો હોય છે.
આમ પણ રાજસ્થાની ઝવેરાત વિશ્વની અંદર એની કળાકારીગરી માટે મોખરે છે. અહીંની કલા સદીઓ પુરાણી છે. અહીંની મીનાકારી જગવિખ્યાત છે. રાજસ્થાની નારીના સેંથામાં બોરલા હોય કે ટીકા, કાનમાં એરંિગ્સ હોય કે ટોપ્સ, નાકની નથણી હોય કે ગળાનો નેકલેસ, હાથનાં કંકણ હોય કે પગનાં ઝાંઝર એમાં સમાયેલી કલાત્મક કારીગરી અવનવી, ભાતભાતની જાતજાતની અને રંગબેરંગી ડિઝાઈનોમાં અહીંના હન્નરની ઝાંખી થાય છે.
રાજસ્થાની ઝવેરાતની કળાકારીગરીમાં હડપ્પાની સંસ્કૃતિનો અણસાર આવે છે તો એની મીનાકારી મોગલ રાજની દેન હોવાનું જાણવા મળે છે.
મીનાકારીનાં મૂળ વારાણસીમાં રોપાયાં હતા. પરંતુ સમયની માગે આ કળા જયપુરમાં ફૂલીફાલી દેશની ‘પિન્ક સિટી’ જયપુરે અડધા દસકા સુધી મીનાકારીની કળા તરફ ઘ્યાન આપ્યું નહોતું આખરે વિદેશમાં મીનાકારીના ઝવેરાતની માગ વધવાથી અને સરકારના સાથ-સહકારને કારણે જયપુરમાં એની શરૂઆત થઈ. જયપુરની સાથે જ નાથદ્વારા અને પ્રતાપગઢે પણ મીનાકારીનો ઉદ્યોગ વિકસાવ્યો.
જયપુર શહેરમાં સોના પર મીનાકારી પાંગરી તો પ્રતાપગઢમાં કાચ પર મીનાકારીએ સિઘ્ધિ મેળવી. કહેવાય છે કે રાજસ્થાને પ્રાપ્ત કરેલી આ કળા તે સમયના મહારાજા માનસંિહ માટે મોગલ બાદશાહ અકબર સામે ટકવા આધારસ્તંભ બની હતી. વારાણસીએ મીનાકારીનું પારણું બાંઘ્યું, પણ જયપુરના કારીગરો મીનાકારીના ઉદ્યોગમાં સૌથી ચડિયાતા સાબિત થયા છે. સોનાના દાગીના પર અહીંના કારીગરો જેટલી પઘ્ધતિસર મીનાકારી કરે છે એવી મીનાકારી દેશના અન્ય ભાગોમાં જ્વલ્લે જ નિહાળવા મળે છે. કોઈપણ કળા ખીલવવા કારીગરે એમાં પોતાની જાતને હોમી દેવી પડે છે. જયપુરના કારીગરોએ એમાં પરિશ્રમની કોઈ જ પરિસીમા બાંધી નથી. એ તો આ કળામાં જ્યાં સુધી અલંકારનું તેજ ઝળહળી ઉઠે નહીં ત્યાં સુધી કારીગર એનો હુન્નર પડતો મૂકતો નથી. ઝવેરાતની બારીક બારીક લાઈનોને પણ કારીગર ચીવટપૂર્વક પોલિશ કરે છે. આખરે એમાં રહેલી રજકણોને ભસ્મીભૂત કરવા ઘરેણાંને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે.
મીનાકારીની જેમ રાજસ્થાનમાં ‘કુંદન’ કળા પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. જેમ સોનાના દાગીના પર નવી ભાત પાડવા મીનાકારીની રચના કરવામાં આવે છે. એ જ પ્રકારે નારીના સૌંદર્ય નિખારવા માટે ઝવેરાતમાં અણમોલ પથ્થરો બેસાડવાનો ઉદ્યોગ અહીંની ધરતી પર વિકાસ પામ્યો છે. મીનાકારીની જેટલી જ કુંદનકારી વિશ્વમાં પ્રચલિત છે. વિદેશમાં રાજસ્થાનની આ બંને કળા આકર્ષક બની છે.
સોનાના અલંકારોમાં અણમોલ પથ્થર બેસાડવાની કળાને રાજસ્થાનમાં ‘કુંદનકારી’ તરીકે ઓળખવામાં આવે છે. નંગને નેકલેસમાં કે બુટ્ટીમાં બેસાડવા માટે સોનાનાં ઘરેણાંમાં પહેલેથી જ જરૂરિયાત પ્રમાણે કાણાં રાખવામાં આવ્યા હોય છે. આ કાણામાં નંગ બંધબેસતો થાય એ માટે અહીંના કારીગરો સૌ પહેલાં પથ્થરોને આકર્ષક આકાર આપે છે. ત્યારબાદ ‘હૂંડી’ નામના લાકડાના હેન્ડલ ઉપર એ નંગને લઈને ઝવેરાતમાં રહેલા સ્થાન પર એને કારીગર બેસાડે છે. ઘરેણામાંથી એ પડી ન જાય એ માટે બ્લેક સલ્ફેટ, સુરમા અને સીલીંગ વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ એને અત્યંત કાળજીપૂર્વક પોલિશ કરવામાં આવે છે. દાગીનાના અન્ય ભાગોમાં કેમિકલ ન લાગી જાય એ માટે કારીગર પૂરી તકેદારી રાખે છે.
આભૂષણો અલંકારો, ઝવેરાત, ઘરેણાં કે દાગીના પર મીનાકારી અને કુંદનકારીની સામૂહિક રચના એને વઘુ તેજસ્વી બનાવે છે. સોનાના દાગીનાના પાછળના ભાગમાં મીનાકારી અને આગળનાં ભાગમાં કુંદનકારી કરવાથી એઝવેરાત ઝળહળી ઉઠે છે.
જયપુરના ઝવેરાતની ડિઝાઈન અને એની અંદરની કોતરણીમાં મોગલો અને રાજપૂત બંનેની કળાનું મિશ્રણ જોવા મળે છે.
દિનપ્રતિદિન ફેશન અને શોખમાં પરિવર્તન આવી રહ્યું છે. પહેલાંની નારીઓ ભારે વજનવાળા ઘરેણાં પસંદ કરતી હતી, હવેની નારીઓ હલકાં અને નાજુક અલંકાર પસંદ કરે છે. મોટા અને ભારે દાગીનાની સરખામણીમાં નાજુક અને હલકા ઝવેરાતે કારીગરોને પોતાનો કસબ દેખાડવા માર્ગ મોકળો કરી આપ્યો છે. જયપુરના કારીગરોએ બદલાતી ફેશન અને પરંપરાગત ચાલી આવતી ફેશનનું મિશ્રણ કરી નારીના આભૂષણોને નવો ઓપ આપ્યો છે. આ સાથે જ અલંકારને રચનાત્મક બનાવવા માટે વપરાતી દેશી મશીનરીની પણ માગ વધી છે.
મોગલોની વિદાય પછી જયપુરની સાથે દિલ્હી અને વારાણસીમાં પણ જ્વેલરીના ઉદ્યોગ વિકાસ પામ્યા હતા. દેશના ભાગલા પછી જયપુરે એની ટ્રેડિશનલ આર્ટ જાળવી રાખી છે. મુસ્લિમ કારીગરોએ એમની હોશિયારી અને કુશળતા સાચવી રાજસ્થાનના અલંકારોની પરંપરાને પાંગરવા દીધી છે. અહીંના કારીગરોએ એમની કુનેહ અને પરિશ્રમના ભોગે એમની કળામાં રહેલી ચોક્સાઈને, ચીવટને ઝીણવટને આજે પણ જગવિખ્યાત બનાવી રાખી છે. વિદેશના કારીગરો ત્યાંની આઘુનિક ટેક્નોલોજીને લઈને પણ રાજસ્થાની કળા પામી શક્યા નથી.
જૂની મીનાકારી અને કુંદનકારીની સામે આજની બદલાતી ફેશન અને નારીના પરિવર્તન પામેલા ટેસ્ટને કારણે અહીંની કલાનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યંું છે.
એમ કહેવાય છે કે આજની આઘુનિક સંદેશવ્યવહાર પઘ્ધતિએ રાજસ્થાનના હુન્નરનું દક્ષિણમાં સ્થળાંતર કર્યું છે. જેને કારણે રાજસ્થાનની મૂળ ડિઝાઈનો અને નમૂનાઓ હવે દેશભરમાં એકસરખાં થઈ ગયાં છે. આજે ઝવેરાતમાં જૂની અને નવી ડિઝાઈનોનું મિશ્રણ જોવા મળે છે. ટ્રેડિશનલ ડિઝાઈનો અને નમૂનાનું હલકા અને નાજુક અલંકારોમાં પરિવર્તન કરી એને વઘુ આકર્ષિત અને તેજસ્વી બનાવવામાં આવ્યા છે.
- ઈશિતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved