Last Update : 31-July-2012, Tuesday

 

‘સહ નૌ ભુનક્તુ’ભોજનની અસલી મીઠાશ માણવાનો મંત્ર

 

દરરોજ એકવાર નહિ, તો કમ-સે કમ દસ-પંદર દિવસે ડાઈનંિગ ટેબલ પર કે ટેબલ વગર પણ સપરિવાર ભોજન કરવાથી કૌટુંબિક સંબંધો વઘુ સ્વાદસભર-સ્નેહસભર બને છે
‘વાહ, ક્યા ખાના બનાયા હૈ જી ચાહતા હૈ કિ તુમ્હારા હાથ ચૂમ લું’ જેવા ડાયલોગ મોટાભાગની હિન્દી ફિલ્મોમાં તમે સાંભળી ચૂક્યા હશો. ડાયનંિગ ટેબલ પર કે રસોડામાં જમવા બેઠેલાં કુટુંબનું દ્રશ્ય ફિલ્મોમાં અનિવાર્ય છે. બોલીવૂડની ફિલ્મો તો ઠીક પરંતુ હોલીવૂડની ફિલ્મો પણ ભોજનના દ્રશ્ય વિના અપૂર્ણ છે. જમવા બેઠેલા કુટુંબીજનોના હાવભાવથી કે વર્તનથી તે ઘરમાં પ્રવર્તતા વાતાવરણનો ખ્યાલ તરત જ આવી જશે.
થોડાં વર્ષ પૂર્વે આવેલી ફિલ્મ ‘ક્યા કહેના’માં કુટુંબની સૌથી લાડકી પ્રિટી ઝિન્ટાનું કુટુંબમાં કેટલું મહત્ત્વ છે એ વાત જણાવવા માટે જ ડાઇનંિગ ચેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિટી માટે રિઝર્વ રાખવામાં આવેલી ખુરશી પર કોઈને બેસવાની સત્તા નથી. પ્રિટીને જ્યારે ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે ત્યારે તેની સાથે સાથે આ ખાસ ખુરશી પણ તોડી નાખવામાં આવે છે. પ્રિટી કુટુંબમાં પાછી ફરતા જ તેની ખુરશી પણ પાછી તેની જગ્યાએ ગોઠવાઈ જાય છે. પ્રિટી આ કુટુંબની જ છે અને તેના સુખદુઃખનાં અમે સૌ સાથી છે એ વાત આ ડાઇનંિગ ચેર રજૂ કરે છે.
વાસ્તવિક જીવનમાં પણ કુટુંબના દરેક સભ્યોની ડાયનંિગ ટેબલ પર બેસવાની રિઝર્વ જગ્યા હોવાના ઉદાહરણો મળી આવશે. કુટુંબના વડીલ માટે ચોક્કસ જગ્યા રિઝર્વ હોય છે. તેની ગેરહાજરીમાં અજાણતા જ મહેમાનો આવે અને એ સીટ પર બેસી જાય તો કુટુંબના સભ્યોનું મોં ચઢી જાય છે. જોકે શિષ્ટાચારને કારણે તેઓ કંઈ બોલી શકતા નથી.
આ સમયે બાળપણમાં વાંચેલી પેલા ત્રણ રીંછોની વાત યાદ આવી જાય છે. માતા, પિતા અને બાળ રંિછ માટે બેસવાની ખુરશી કુટુંબમાં તેમની ઉંમરને હિસાબે રાખવામાં આવી હતી. ત્રણેમાંથી કોઈ એકબીજાની ખુરશી પર બેસતું નહીં. પ્રાણીઓના માઘ્યમ દ્વારા માનવશિષ્ટાચારની વાત આ કથામાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
’૬૦ના દાયકામાં આવેલી ફિલ્મ ‘જંગલી’માં પણ કુટુંબની વડીલ લલિતા પવારનાં કડક સ્વભાવનો પરિચય ડાઇનંિગ ટેબલ પર જ મળી ગયો હતો. ચોક્કસ સમયે જ સર્વ કામ થવું જોઈએ એવા તેના આગ્રહમાં જમવાનો કે નાસ્તાનો સમય પણ સામેલ છે. ઘરના નોકરોમાં તો ઠીક પરંતુ તેના સંતાનો શમ્મી કપૂર કે શશિકલામાં પણ ડાયનંિગ ટેબલ પર એક હરફ ઉચ્ચારવાની હંિમત નથી. ડાયનંિગ ટેબલ પર લલિતા પવારનો આવો જ કડપ ફિલ્મ પ્રોફેસરમાં પણ જોવા મળ્યો હતો.
લલિતા પવારનો આ વારસો ફિલ્મ પરિચયમાં પ્રાણ અને વીણાએ જાળવ્યો હતો. મુક્ત વાતાવરણમાં ઉછરેલી જયા ભાદુડી અને તેના બાંધવો માટે દાદા અને પિતાની ફોઈની ટેબલ મેનર્સ અપનાવવાનું કામ કેટલું મુશ્કેલ છે એ વાતનો ખ્યાલ સહેલાઈથી આવી શકે છે.
અગાઉના જમાનામાં ડાઇનંિગ ટેબલ ભલે નહોતા પરંતુ ડાઇનંિગ મેનર્સ તો હતી જ. ‘અમારા બાપ-દાદા કે કાકા જમવા બેઠા હોય ત્યારે એક હરફ ઉચ્ચારવાની અમારામાં હંિમત નહોતી.’ એમ તમારા વડીલોએ તમને તમારા બાળપણમાં કોઈ વખત તો જરૂર કહ્યું હશે.
‘તમે તો શું જોયું છે. સસરા જમવા બેઠા હોય ત્યારે ગરમ રોટલી ઠંડી ન થઈ જાય એ ઝડપથી અમારે બીજા માળે જઈને રોટલી આપવી પડતી હતી. દાળ, શાક કે રોટલી જરા પણ ઠંડા પડી ગયા તો બધાની વચ્ચે ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. વડીલો સામે ચૂં કે ચા કરવાની હંિમત નહોતી. તારા દાદા પણ એક શબ્દ બોલી શકતા નહીં. એવો ધાક હતો મારા સસરાનો અને હા માથા પરનો છેડો જરા સરી જાય તો સાસુ માથા પર ટપલી પણ મારી દેતા’ અને રોટલી પર એક કાળો ડાઘ પડે કે રોટલી જાડી વણાઈ હોય તો હાથ પર વેલણ પણ પડતું. મારી દાદીએ કહેલા આ શબ્દો મને આજે પણ યાદ છે. વાચકોમાંથી પણ ઘણાને આ પ્રકારના શબ્દો સાંભળવા પડ્યા હશે એની ગેરન્ટી છે. ‘સાગર’ ફિલ્મમાં ટેબલના બે છેડા પર બેઠેલા દાદી અને પૌત્રને જોઈને તેમના આચાર-વિચારમાં રહેલા અંતરનો ખ્યાલ આવી જાય છે.
ફિલ્મ ‘ખૂબસુરત’ યાદ છે? ફિલ્મ યાદ હશે તો એ જ ફિલ્મના એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે કુટુંબ જરા યાદ હશે. ડાયનંિગ ટેબલ પર રેખા બેઠેલા તેના પિતા અને તેની બહેનને તેમનાં કુટુંબનો જૂનો નોકર કેશ્ટો મુખર્જી ભોજન સર્વ કરે છે. બ્રેકફાસ્ટ વખતે આ કુટુંબ વચ્ચે સંગીતમય સંવાદો ચાલે છે. શબ્દોનો પ્રાસ ખૂબ જ સુંદર રીતે બેસાડવામાં આવ્યો છે. ડાયનંિગ ટેબલ પરના આ દ્રશ્ય પરથી એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રેમનો ખ્યાલ આવી જાય છે.
જ્યારે દિના પાઠકના ઘરમાં બરાબર નવને ટકોર નાસ્તો સર્વ કરવામાં આવે છે. મોડા આવનારને સજા કરવામાં આવે છે. નાસ્તા દરમિયાન વાતાવરણમાં છવાયેલી ગંભીરતા જોઈ ઘરમાં કોનું રાજ્ય ચાલે છે એ વાત છૂપી રહી શકતી નથી. દિના પાઠકની સામે કુટુંબના સભ્યો ચું કે ચા પણ કરી શકતા નથી.
શરૂઆતની ફિલ્મોમાં ડાઇનંિગ ટેબલ જોવા મળતું નહોતું. રસોડામાં બેસીને કુટુંબના સભ્યો ભોજન લેતા હતા. પિત્તળના થાળી-વાડકામાં જમતા કુટુંબના દ્રશ્યો લગભગ બધી જ ફિલ્મોમાં સામાન્ય હતા.
કુટુંબના રસોડા પરથી તેમની આર્થિક અવદશાનો પણ ચિતાર મળી શકતો હતો. સંતાનોને અને પતિને જમાડ્યા પછી પાણી પીને સૂઈ જતી પત્ની પણ ફિલ્મોમાં જોવા મળી હતી. આ પ્રકારના રોલમાં અગાઉ નિરૂપા રોયે અને હવે રાખીએ માસ્ટરી મેળવી છે. બાકી રહેલા એક કોળિયામાંથી પ્રેમથી અડધો-અડધો કોળિયો ખાતા પતિ પત્ની પણ મળી આવશે તો સામી બાજુએ દારૂના નશામાં ભોજનની થાળીનો છૂટ્ટો ઘા કરનાર પતિ પણ મળી આવશે.
’૫૦ના દાયકામાં ડાયનંિગ ટેબલ મઘ્યમ વર્ગની જરૂરિયાતનું સાધન નહોતું. તે જમાનામાં ભાગ્યે જ ડાયનંિગ ટેબલ જોવા મળતા. ’૬૦ના દાયકામાં ડાયનંિગ ટેબલની ફેશન વધવા માંડી હતી. આ અગાઉ મોટાભાગની ફિલ્મો ગામડાની પાર્શ્ચભૂમિ પર બનાવવામાં આવતી. પરંતુ ’૬૦ના દાયકામાં ગામડાની જગ્યાએ મોટા મોટા શહેરો અને ભવ્ય બંગલાઓ આવી ગયા. કુટુંબની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા માટે ડાઇનંિગ ટેબલ આદર્શ સાબિત થાય છે.
બંગલામાં એક ડાઈનંિગ રૂમ, તેમાં એક મોટું ડાઇનંિગ ટેબલ, ટેબલના બે છેડે બેઠેલા કુટુંબના બે સભ્યો, યુનિફોર્મ પહેરેલો વેઇટર એક પછી એક ડીશ લાવે છે, એક શબ્દ પણ બોલ્યા વિના ચૂપચાપ ખાતા કુટુંબના બંને સભ્યો, (જોકે કેટલીકવાર તડાફડી થઈ જવાની શક્યતા ખરી) નાસ્તો કરીને પોતપોતાના માર્ગે જતા રહે છે. આવા દ્રશ્યો સામાન્ય હતા. ફિલ્મ વિરાસતમાં પણ જમીન પર બેસીને ખાતા જમીનદારો જોવા મળ્યા હતા.
દર બીજી-ત્રીજી ફિલ્મોમાં ‘મા ખાના લગા દો બહુત ભૂક લાગી હૈ’ અથવા ‘બહુત દિનોં કે બાદ મા કે હાથ કા ખાના મિલા’ જેવા ડાયલોગ સાંભળવા મળે છે. તો કોઈવાર ‘બેટા યે તુમ્હારા હી ઘર હૈ જબ ચાહે આ જાના’ અથવા ‘મૈંને તુમ્હારી પસંદ કા હલવા બનાયા હૈ’ જેવા સંવાદો પણ કાને પડે છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો ’૯૦નો દાયકો પણ ડાયનંિગ ટેલબના મોહથી બચી શક્યો નહીં. ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘હમ આપ કે હૈ કૌન’ તેમ જ ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મોમાં કુટુંબની એકતા રજૂ કરવા માટે ડાયનંિગ ટેબલનો જ આધાર લેવામાં આવ્યો છેને!
ફિલ્મોની જેમ વાસ્તવિક જીવનમાં પણ કુટુંબના સભ્યોને પ્રેમથી જમાડતી અને પોતે આંધણ કરતી મા અને દાદીઓ પણ મળી આવશે. અતિથિઓને દેવોની જેમ સન્માન આપતી નારીઓથી ભારતનો ઇતિહાસ ભરપૂર છે. તમે ડાઇનંિગ ટેબલ પર સોના-ચાંદીના વાસણોમાં જમો કે પછી નાનકડા રસોડામાં પિત્તળ કે સ્ટીલના વાસણોમાં જમો એ વાત ક્ષુલ્લક છે. ભોજનની મીઠાશ તો કુટુંબમાં પ્રવર્તતા મીઠા સંબંધોને કારણે આવે છે એ વાત સમજી લેશો તો જ બસ છે.
સરિતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved