Last Update : 31-July-2012, Tuesday

 

ઓઢણી હવે જરૂરિયાત નહીં ‘ફેશન’ છે

 

નારીનું સૌંદર્ય નિખારવામાં ઓઢણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે તે પહેલાંની જેમ જરૂરિયાત નહીં, પરંતુ ફેશન બની ગઈ છે. જુદા જુદા પ્રદેશોમાં ઓઢણીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે, દુપટ્ટો, ચુન્ની, ચુંદડી વગેરે.
સલવાર કુરતાની સાથે શોભતી ઓઢણીની ફેશન હવે દર મહિને બદલાતી રહે છે. એના પરથી ખ્યાલ આવે છે કે યુવતીઓ આકર્ષક દેખાવામાં કોઈ કસર છોડવા નથી ઇચ્છતી.
સલવાર સૂટની ડિઝાઈન ભલે ગમે તેવી હોય પરંતુ જો ઓઢણી આકર્ષક ન હોય તો પહેરનાર અને જોનાર બન્નેને અઘૂરપ લાગે છે. યુવતીઓની બદલાતી રુચિએ એ સાબિત કરી આપ્યું છે કે ઓઢણી તેમના ડ્રેસને મેચંિગ હોય તે જરૂરી નથી.
પહેલાં એવું માનવામાં આવતું હતું કે ઓઢણી ફક્ત પંજાબી સ્ત્રીઓનો પરંપરાગત પોશાક છે, પરંતુ આજ ે દરેક પ્રાંતની યુવતી માટે તેનું અનોખું મહત્ત્વ છે.
પહેલાં એક મીટરની ઓઢણી આવતી હતી, પરંતુ હવે તે સમય નથી રહ્યો. હવે તો ઓઢણી ત્રણ મીટર સુધીની થઈ ગઈ છે. એક મીટરની ઓઢણીના જમાનામાં ટૂંકા અને ખુલ્લા કુરતા સાથે સલવાર પણ ખુલ્લી રાખવામાં આવતી હતી. ત્યારે સુંદર દેખાવા માટે જે કલર કે પ્રિન્ટનો ડ્રેસ હોય તે જ પ્રિન્ટની ઓઢણી ઓઢવામાં આવતી હતી, પરંતુ ધીમે ધીમે આ માન્યતા ખોટી સાબિત થઈ અને ઓઢણી સંપૂર્ણપણે ફેશનના રંગમાં રંગાઈ ગઈ. હવે તે શરીર ઢાંકવાનું કપડું માત્ર નથી રહી પરંતુ સુડોળ શરીરને વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવાનું માઘ્યમ બની ગઈ છે. એવી બહુ ઓછી યુવતીઓ જોવા મળે છે જે ઓઢણી વગર જાહેર સ્થળોએ જવાનું પસંદ કરતી હોય.
ઓઢણીની પસંદગી ડ્રેસને ઘ્યાનમાં રાખીને કરવાનું જરૂરી મનાય છે. અત્યારે ત્રણ મીટર લાંબી પરંતુ પહેલાં કરતાં થોડી પહોળી ઓઢણીનું વઘુ ચલણ છે.
પરંપરાગત રંગોમાં રાજસ્થાન તથા મિથિલાના પેન્ટંિગવાળા પરંપરાગત સલવાર કુરતા જરીવાળી ઓઢણી સાથે આકર્ષક લાગે છે. ઓઢણીઓએ હવે પાર્ટી વેરની સાથે સાથે ફેશનનું સ્વરૂપ ધારણ કર્યું છે. જે મલ્ટિ ફેબ્રિક્સની સાથે જોઈ શકાય છે.
અહીં આપેલી આજે ઓઢણીની ફેશનનાં વિભિન્ન સ્વરૂપો દર્શાવે છેઃ
- જો તમે શ્યામ અને લાંબા હો તો તમને લાઈટ કલરના ડ્રેસ પર ગોલ્ડન, ગ્રેપ ગ્રીન તથા સિલ્વરિશ ગ્રે કલરની ઓઢણી વધારે સારી લાગશે.
- શ્યામ અને મઘ્યમ કદની યુવતીઓમાં આજકાલ પીળા, લાઈટ ભૂરા કે આસમાની, ડાર્ક ગુલાબી કે સફેદ સલવાર સૂટ અને તેના પર ડાર્ક સંિગલ કલરની લેસની ઓઢણીની ફેશન છે.
- ઘઉં વર્ણી તથા લાંબી યુવતીઓ કોઈ પણ કલરના ડ્રેસ સાથે લગભગ બે મીટર લાંબી ફેબ્રિક પેન્ટંિગ કે પેચવર્ક કરેલી ઓઢણીમાં સુંદર દેખાય છે.
- ઘઉંવર્ણી મઘ્યમ કદની યુવતીઓ પણ મનપસંદ કલરના ડ્રેસ સાથે ડબલ કલરની શિફોનની ઓઢણીમાં આકર્ષક લાગે છે.
- ગોરી લાંબી યુવતીઓને ઘેરા લીલા, લીલા, બદામી, ડાર્ક લાલ કે કાળા ડ્રેસ સાથે કોઈ પણ લાઈટ કલરની પ્લેન ટપકાંવાળી ઓઢણી સુંદર લાગે છે.
- ગોરી મઘ્યમ કદની યુવતીઓ કોઈ પણ મનપસંદ કલરના ડ્રેસ સાથે લાલ શેડ્‌સની પ્લેન કે થોડી પહોળી પ્રિન્ટેડ ઓઢણીમાં સુંદર દેખાય છે.
- પાર્ટીમાં કલર પ્રમાણે ઓઢણીઓનું ચલણ છે. લગ્ન પ્રસંગે ગુલાબી તથા લાઈટ લીલા રંગની ઓઢણી પસંદ કરવામાં આવે છે. કોલેજમાં છાંટ કે ચેક્સની ઓઢણીની ફેશન છે તો ઓફિસમાં પ્લેન લાઈટ કલરની ઓઢણીની ફેશન છે.
એ જ રીતે સમય પ્રમાણે પણ ઓઢણીઓનું ચલણ છે. જેમ કે સવારે ડાર્ક કલરની ઓઢણી સારી લાગે છે તો સાંજે જાંબલી, નારંગી કે કાળી ઓઢણી સારી લાગે છે. જ્યારે બપોરે ટપકાંની પ્રિન્ટવાળી સફેદ ઓઢણી વઘુ સારી લાગે છે.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved