Last Update : 31-July-2012, Tuesday

 

મોન્સૂન સ્કીન કેર
ચોમાસામાં ત્વચાની સંભાળ અત્યંત જરૂરી

 

વર્ષા ૠતુ આવતાં જ ચોતરફ ઠંડક થઇ જાય છે. બળબળતા ઉનાળા બાદ રુમઝુમ કરતી આવેલી વર્ષા આપણને શાતાની અનુભૂતિ કરાવે છે. જો કે આ મોસમ મનને જેટલો માદક લાગે છે તેટલો તન માટે હોતો નથી. ચોમાસામાં ત્વચાની ખાસ સંભાળ લેવાની હોય છે. હવામાં રહેલા ભેજની ત્વચા પર વિપરિત અસર થાય છે. આથી કાળજી રાખવી જરૂરી છે.
સૌથી પહેલાં તો દરરોજ સોપ ફ્રી ક્લીન્સરથી ચહેરો ધોવાની આદત પાડવી .તેની સાથે માઇલ્ડ સ્ક્રબ પણ વાપરવું જેથી ડેડ સ્કિન નીકળી જાય .ત્વચાના ક્લીન્સીંગ બાદ ટોનંિગ પણ કરવું. વરસાદની ૠતુમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ત્વચા પર રહેલા રોમછિદ્રો ખુલી જાય છે.આથી આલ્કોહોલ ફ્રી ટોનર વાપરવું જોઇએ.સાબુની સાથે ડિપ ક્લીન્સીંગ માટે ક્લીન્સરના ેઉપયોગ કરવો .હાઇડ્રોકસીલ એસિડયુકત ક્લીન્સરને દિવસમાં એક વખત જરૂર લગાડવું જોઇએ. આનાથી ત્વચા તાજી રહેશે. જો કે આને દિવસમાં એક જ વખત લગાડવું વઘુ નહિ. વઘુ લગાડવાથી વિપરિત અસર થશે.
જેટલીવાર ચહેરો ઘુઓ એટલીવાર ટોનર લગાડવું. આનાથી ખુલેલા રોમછિદ્રો બંધ થઇ જશે અને ત્વચાનું પીએચ બેલેન્સ જળવાઇ રહેશે. કૂલંિગ ફેસ પેક લગાડવાથી મૃત ત્વચા કોષોથી છૂટકારો મળશે અને સુંદર નિખાર આવશે. લોન્ગ લાસ્ટીંગ ડિઓડરન્ટ લગાડવું જેથી દિવસભર તેની સુગંધ આવ્યા કરે અને તાજગી લાગે.
વર્ષા ૠતુમાં પરસેવો ન થતો હોવાથી આપણને પાણીની તરસ ઓછી લાગે છે પરંતુ આપણી ત્વચાને તો તમામ ૠતુમાં પાણીની જરૂર હોય છે એટલે પૂરતું પાણી પીવું જોઇએ. દિવસમાં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી તો પીવું જ જોઇએ. આ ઉપરાંત વરસાદમાં ત્વચા ડિહાઇડ્રેટ થાય છે એટલી તેની ભીનાશ જાળવવા માટે મોઇશ્ચરાઇઝર લગાડવું જોઇએ.
જો ત્વચા શુષ્ક હોય તો જોજોબા ઓઇલ,તાજું દહીં અને મધને સમાન માત્રામાં લઇને આ મિશ્રણને ચહેરા પર લગાવીને ૧૦ મિનિટ રાખવું . ત્યારબાદ માઇલ્ડ ફેસ વોશથી ચહેરાને ધોઇ નાંખવો. આ ફેસ પેકથી ત્વચા નિખરશે. તૈલી ત્વચા હોય તો ગુલાબ જળ અને ઓરેન્જ જેવા તમારા મનપસંદ તેલનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને મોઇશ્ચરાઇઝરની જેમ ચહેરા પર લગાડવું અને ૧૦ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાંખવો.
વરસાદમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાથી ત્વચા તૈલી અને ચીકણી થઇ જાય છે. આથી ભારે મેકઅપ કે તેલ આધારિત ફાઉન્ડેશન ન લગાડવું. મેટ કોમ્પેકટ અથવા કેલેમાઇન લોશનનો મેકઅપ બેઝ માટે ઉપયોગ કરવો.
ત્વચાની કુદરતી ભીનાશ જળવાઇ રહે તે રીતે તેનું ક્લીન્સીંગ કરવું. ક્લીન્સીંગ એજન્ટ સૌમ્ય હોવા સાથે એટલું સ્ટ્રોંગ પણ હોવુ ંજોઇએ જેથી તે રોમછિદ્રોમાં રહેલા રજકણને કાઢી શકે. શકય હોય ત્યાં સુધી તો ઘરગથ્થુ ઉપાયો જ અજમાવવા જોઇએ. શુષ્ક ત્વચા માચે મુઠ્ઠીભર બદામને ક્રશ કરીને મધમાં ભેળવી લેવી. આ પેસ્ટનો ચહેરા પર પાંચ મિનિટ માટે મસાજ કરવો અને પછી નવશેકા પાણીથી ચહેરો ધોઇ નાંખવો. તૈલી ત્વચા માટે પપૈયાનો ગર ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય ઓટમીલ સ્ક્રબ પણ ચહેરા પર લગાડી થોડીવાર બાદ ઠંડા પાણીથી ધોઇ લેવું. વરસાદમાં ભેજને કારણે ત્વચા વઘુ તૈલી થાય છે. આવામાં પરસેવો અને ચીકાશને કારણે ખીલની તકલીફ વધી જાય છે. આથી શકય હોય ત્યાં સુધી ચહેરાને સાદા પાણીથી ધોતાં રહેવો જેથી તે સાફ રહે.
વરસાદમાં ઠેર ઠેર ભરાયેલા પાણીના ખાબોચિયામાં ચાલવું પડે છે. આથી પગમાં ઇન્ફેકશન થવાની ભીતિ રહે છે. આથી ઘરે આવ્યા બાદ ગરમ પાણીમાં નમક અને લીંબુનો ટુકડો નાંખીને તેમાં થોડીવાર માટે પગ બોળી રાખવા. પછી પગને લૂંછીને કોરા કરી લેવા.
શકય હોય ત્યાં સુધી વરસાદમાં ભીંજાવવું નહિ. જો છત્રી નહોય અને ભીંજાવવું પડે તો તરત જ શરીરને લૂંછીને કોરું કરી લેવું. ભીની ત્વચા પર ફંગલ ઇન્ફેકશન થવાની શકયતા રહે છે. ત્વચા પર એન્ટિ ફંગલ ક્રીમ લગાડવું.
ચોમાસામાં બંધ શૂઝને બદલે ઓપન સંન્ડલ પહેરવા. ઓફિસ જઇને પગરખાં કાઢી નાંખવા જેથી ભીની ત્વચા સુકાઇ જાય અને ઇન્ફેકશન નથાય .
વધારાના તેલ અને ઘૂળ માટીને સાફ કરવા માટે સ્ક્રબ કરવું. તૈલી ત્વચાવાળાએ ચોખાના લોટને કે ચણાના લોટને ગુલાબજળમાં ભેળવીને સ્ક્રબ તૈયાર કરવું. ચોમાસામાં દરરોજ આ સ્ક્રબનો ઉપયોગ કરવો. વળી આ ૠતુમાં પણ ત્વચાને સનસ્ક્રીન પ્રોટેકશનની જરૂર પડે છે. આથી તેનો પણ નિયમિત ઉપયોગ કરવો. સન ડેમેજથી બચવા માટે દૂધ, મધ અને લીંબુના રસનું મિશ્રણ તૈયાર રાખવું. જયારે વરસાદ ન હોય અને તડકો હોય ત્યારે બહારથી આવ્યા બાદ આ મિશ્રણને ત્વચા પર લગાડવું.
ચોમાસામાં પપૈયું ,સંતરા ,સફરજન અને સુકોમેવો વધારે પ્રમાણમાં લેવો. આનાથી શરીરને જરૂરી એન્ટિઓક્સીડન્ટ મળી રહેશે. આના લીધે શરીર સ્વસ્થ રહેશે. આ મોસમમાં કારેલાનો રસ પણ ગુણકારી સાબિત થાય છે. આ સમયે ત્વચા સંબંધિત સમસ્યા વધી જાય છે .આથી ખીલ ,ફંગલ ઇન્ફેકશનને દૂર રાખવામાં તેે મદદગાર સાબિત થાય છે. હળદરમાં પણ એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. આથી હળદર અને ચંદનની પેસ્ટ પણ ત્વચાના ચેપને દૂર રાખે છે.
વરસાદમાં પાણીમાં પણ બદલાવ આવે છે એટલે તેને કારણે પણ ત્વચાને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આથી નીચે આપેલી બાબત ઘ્યાનમાં રાખવી.
*એન્ટિ ફંગલ સાબુ અને એન્ટિ ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો.
*નવશેકા પાણીથી સ્નાન કરવું.
*ઓટમીલને દૂધમાં મિકસ કરીને ચહેરા પર લગાડો . ૧૦ મિનિટ બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઇ નાંખો.
* સપ્તાહમાં બે વખતસંતરાની પેસ્ટ ચહેરા પર લગાડવી. આનાથી ત્વચા ખીલેલી રહેશે.
*એક કપડામાં બરફના ટુકડાને લઇને ચહેરા પર ઘસવો. આનાથી તૈલી ગ્રંથિ સંકોચાઇ જશે અને ત્વચા તૈલી નહિ લાગે.
*આ મોસમમાં ટિશ્યુ હંમેશા સાથે રાખવા.
*વરસાદમાં ત્વચા નિસ્તેજ દેખાય છે. તેને તરોતાજા બનાવવા માટે કેમિકલ પીલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.આજકાલ બજારમાં જુદાજુદા પ્રકારના કેમિકલ પીલ્સ મળે છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર યોગ્ય પીલની પસંદગી કરવી.
મોનસૂન હોમ મેડ ટીપ્સ
*હોમમેડ ક્લીન્સર ફોર ડ્રાય સ્કીન ઃ-૨ કપ ગુલાબજળમાં ૨ ચમચી ગ્લિસરીન મિકસ કરી તેનાથી ચહેરો કલીન કરવો.
*હોમમેડ કલાન્સર ફોર ઓઇલી સ્કાન ઃ-તૈલી ત્વચાને માઇલ્ડ ક્લીન્સરની જરૂર હોય છે. આ માટે પ્યોર ઓટમીલ સ્ક્રબ અથવા પપૈયાના ગરનો ઉપયોગ કરી શકાય છે.
*હોમમેડ ટોનર ફોર ડ્રાઇ સ્કીન ઃ-પાંચ ટીપાં કેમોમિલામાં એક ચમચી દૂધ મિકસ કરી ટોનર તરીકે લગાડી શકાય છે.
*હોમમેડ ટોનર ફોર ઓઇલી સ્કીન ઃ-૧૦ ટીપાં લવેન્ડર ઓઇલમાં એક ચમચી પાણી મિકસ કરી ચહેરા પર લગાડવું.
*મોઇશ્ચરાઇઝર ફોર ઓઇલી એન્ડ કોમ્બીનેશન સ્કીન ઃ-બે ચમચી ગુલાબજળમાં બે ટીપાં સ્ટ્રોબેરી ઓઇલ અને ઓરેન્જ ઓઇલને મિકસ કરી ચહેરા તથા ગરદન પર લગાડવું અને ૧૦ મિનિટ પછી ચહેરો ધોઇ નાંખવો.

 

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved