Last Update : 31-July-2012, Tuesday

 

ઈમેજ બગાડતો ભૂલકણો સ્વભાવ

શુંતમે અવારનવાર તમારી બહેનપણીનું નામ ભૂલી જાવ છો કે પછી ફિલ્મનું નામ અથવા ઓફિસની કોઈ ખાસ મિટંિગ ભૂલી જાવ છો? જો હા, તો તમે પોતાને ભુલકણી સમજવા લાગ્યાં હશો, પણ એવું નથી. જેમ દરેક વસ્તુને બે પાસા હોય છે એજ રીતે ભૂલવાનાં પણ કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. જો ગેરફાયદાની દ્રષ્ટિએ જોઈએ તો આપણી રોજંિદી જંિદગીમાં ભૂલી જવાની એક બહુ મોટી સમસ્યા છે. ઉપરોક્ત ઉદાહરણ આપણા દૈનિક જીવનમાં ભૂલવાની ટેવમાંથી પેદા થયેલી સમસ્યાઓ જ છે. તમે ચાવી તમારા પર્સમાં રાખો છો, પરંતુ જ્યારે શોધવાનો સમય આવે છે ત્યારે પર્સ સિવાય દરેક જગ્યાએ શોધો છો. ક્યારેક ભૂલી જવાની આ આદતને કારણે આપણે ખૂબ મોટી કંિમત પણ ચૂકવવી પડે છે. જેમ કે, ઓફિસની મિટંિગ ભૂલવાથી બોસનો ઠપકો અને નોકરીમાંથી હકાલપટ્ટીનો ભય અથવા કોલેજનાં વિદ્યાર્થિની હો તો પરીક્ષા સમયે ઓળખપત્ર ઘરે ભૂલી જવાથી પરીક્ષામાં બેસતાં અટકાવી પણ દેવામાં આવે છે.
વિજ્ઞાનીઓએ ભૂલવા અંગે અનેક જાતનાં સંશોધન કર્યા છે. જો એનું બીજું પાસું જોઈએ તો ભૂલી જવું માનવજીવન માટે એક પ્રકારનું વરદાન છે. જો બધી જ ઘટનાઓ આપણને યાદ રહે તો જીવન અત્યંત ડરામણું અને મુશ્કેલ બની જાય. જીવનમાં ક્યારેક એવી વાતો બની જાય છે કે જે ભૂલવાનું આપણે માટે સરળ નથી હોતું, પણ સમયની સાથે ઘટનાઓ અને યાદો પણ ઘૂંધળી થવા લાગે છે. આવી વાતો યાદ રાખવાનો કોઈ જ લાભ નથી. નિકટનાં સ્નેહીનું મોત જેવી એ ઘટનાઓ જો આપણને યાદ રહે તો આપણે દુઃખમાં ડૂબેલાં રહીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
હવે પ્રશ્વ્ન એ સર્જાય છે કે આપણે શું યાદ રાખવું જોઈએ અને શું ભૂલી જવંુ જોઈએ. જે જ્ઞાન, અનુભવ, સ્મરણો આપણા જીવવામાં અને જીવનમાં આગળ વધવા માટે આવશ્યક હોય એ યાદ રાખવાં જોઈએ અને જે અર્થહીન, દુઃખભર્યા અનુભવ હોય એ ભૂલી જવા જોઈએ. મનોવિજ્ઞાનીઓ અનુસાર, ‘‘ભૂલવું કે ભૂલી જવું યાદદાસ્તનો એક મહત્ત્વનો ભાગ છે જે કાર્યને કે ઘટનાને કોઈ ખાસ પરિસ્થિતિઓમાં યાદ રાખવા અને એ જ ખાસ પરિસ્થિતિઓમાં ભૂલી જવાનું દર્શાવે છે.’’
એવાં અનેક કારણો છે, જેને લીધે આપણે ધીમે ધીમે વાતો ભૂલી જઈએ છીએ.
ઘટનાને ભૂલી જવાનું એ હકીકત પર પણ આધાર રાખે છે કે જે વાત કે વસ્તુને યાદ રાખીએ છીએ એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. જે વસ્તુ આપણા સ્વાર્થની છે કે પછી જેનો આપણા જીવનમાં ઉપયોગ છે એ આપણને સહેલાઈથી યાદ રહેશે. જેમ કે લગ્ન દરેક માણસના જીવનનો મહત્ત્વનો ભાગ છે. દરેક જણે લગ્નનાં ખાસ સપનાં સજાવ્યાં હોય છે. એ જ કારણ છે કે આપણને લગ્નનાં અનેક વર્ષો પછી પણ, એમ કહો કે આખું જીવન લગ્નની તારીખ યાદ હોય છે. આપણા જ કોઈ સંબંધી કે મિત્રની તારીખ આપણે ભૂલી જઈએ છીએ અથવા આપણને યાદ કરાવતાં એ યાદ આવે છે. મૃત્યુના સમાચાર, નોકરીમાંથી હાંકી કાઢવા, પરીક્ષામાં ફેલ થવું એવી ઘટનાઓ છે, જે બનવાથી આપણે દુઃખી થઈએ છીએ. આ ઘટનાઓ આપણા જીવન પર ઊંડી અસર પણ પહોંચાડે છે પણ સમયની સાથે એ ઘૂંધળી પણ પડી જાય છે. આપણે એને ભૂલી જઈએ છીએ અને એનું ભુલાવી જવું આપણા આનંદ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આવશ્યક પણ છે.
ઓછો ઉપયોગ
સમય વીતવાની સાથે જે વસ્તુઓ આપણે શીખ્યાં હોઈએ છીએ એ ભૂલવા લાગીએ છીએ, જેનું કારણ છે એનો ઓછો ઉપયોગ થવો. કોઈ પણ પ્રકારના જ્ઞાનને આપણે ત્યારે ભૂલી જઈએ છીએ જ્યારે એ મેળવ્યા પછી એનો ઉપયોગ નથી કરતાં. જેમ કે જે કવિતા આપણે નાનપણમાં શીખ્યાં હતાં, એ ઉંમર વધવાની સાથે એને યાદ ન કરવાને કારણે ભૂલી જઈએ છીએ આ જ કારણે આપણને નાનપણના અનુભવો અને વાતો યાદ નથી રહેતાં.
સુખદ ઘટના દુઃખદ ઘટનાને ભુલાવે
જીવનમાં બનેલા બનાવો જો ખરાબ હોય તો આપણે ત્યારે ભૂલી જઈએ છીએ, જ્યારે એના થોડા સમય પછી કોઈ સારો બનાવ બને છે. ઉદાહરણ તરીકે લગ્નને ઘણાં વર્ષ વીતી ગયા પછી ભાવના જ્યારે ગર્ભવતી થઈ ત્યારે આ વાતથી એ અને એનો પતિ અમિત ખૂબ જ ખુશ હતાં. અચાનક એક દિવસ પગ લપસી જવાને કારણે એનો ગર્ભપાત થઈ ગયો. ભાવના પર તો જાણે દુઃખનો પર્વત જ તૂટી પડ્યો પણ થોડા જ મહિના બાદ એ ફરી ગર્ભવતી થઈ અને સમયાંતરે એણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બધી ખુશીની પળે એ પોતાના ગર્ભપાતનો બનાવ અને એના દુઃખને તદ્‌ન ભૂલી ગઈ.
હવે તમે સમજી જ ગયાં હશો કે ભૂલવું એ કોઈ રોગ નહીં, બલ્કે આપણા મગજની કામગીરીનો જ એક જરૂરી ભાગ છે, જે માનવજીવન માટે આવશ્યક છે. હા, જો તમે વાત કરતાં કરતાં વારંવાર ભૂલી જતાં હો કે સવારની વાત સાંજ સુધીમાં ભૂલી જતાં હો, ખૂબ જ યાદ કરવા છતાં એ વાત યાદ ન આવતી હોય તો ડોકટરની અવશ્ય સલાહ લો.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved