Last Update : 31-July-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

હું ૨૮ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. પરંતુ અમારા બંનેનું બ્લડ ગુ્રપ એક જ છે. તો શું લગ્ન પછી આ કારણે કોઈ સમસ્યા થવાની શક્યતા છે?
એક યુવક (ગુજરાત)

 

* પતિ-પત્ની બંનેનું બ્લડ ગુ્રપ એક જ હોય તો કોઈ સમસ્યા થતી નથી. પરંતુ આર.એચ ફેક્ટર જુદા હોય તો કોઈ વાર સમસ્યા થવાની શક્યતા છે. ઉદાહરણ સ્વરૂપે, છોકરીનું બ્લડ ગુ્રપ એ આર.એચ.નેગેટિવ અને છોકરાનું એ.આર.એચ. પોઝિટિવ હોય તો કેટલીક વાર સંતાનનું બ્લડ ગ્રુપ એ.આર.એચ. પોઝિટિવ હોય તો ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ થઈ શકે છે. બાકી સામાન્ય સંજોગોમાં ડરવાની જરૂર નથી. આમ છતા પણ તમે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લઈને આગળ વધો.

 

હું ૩૨ વર્ષની છું. મને ૩૦ વર્ષના એક પુરુષ સાથે પ્રેમ છે. અમે બંને પરિણીત છીએ. આ પુરુષને બીજી એક સ્ત્રી સાથે પણ પ્રેમ છે. તેમજ તેની પત્નીને પણ બીજા સાથે સંબંધ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધ નથી. મારા પ્રેમીની અફેરને કારણે મને ઘણું ટેન્શન રહે છે. મારે શું કરવું?
એક બહેન (વડોદરા)

 

* તમે બધા એક રમત રમી રહ્યા હો તેમ લાગે છે. તમે બધા તમારા જીવનસાથીનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. જે પુરુષ તેની પત્નીને વફાદાર નથી. તે તમને વફાદાર રહેશે એવી અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો છો? સામે પક્ષે તમારા પતિને આ વાતની જાણ થશે ત્યારે તેમને કેટલો આઘાત લાગશે તેમજ આ કારણે તમારું લગ્નજીવન જોખમમાં આવી પડે તેમ છે એનો તમને વિચાર આવ્યો છે ખરો? એ પુરુષને ભૂલીને તમારા પતિ પાસે પાછા ફરો. જે પુરુષને તમારી પરવા નથી એની પાછળ મોહાંધ બનીને તમારા પારિવારિક જીવનને શા માટે દાવ પર લગાડો છો?

 

હું ૧૫ વરસની વિદ્યાર્થીની છું. મારા સ્તન અવિકસિત છે. આ કારણે મને ઘણી શરમ આવે છે. મારામાં હીન ભાવના આવી ગઈ છે. ઘરની બહાર નીકળતા પણ સંકોચ થાય છે. આ ઉપરાંત મારા બંને સ્તનનો આકાર પણ એક સરખો નથી.
એક યુવતી (અમલસાડ)

 

* આ સામાન્ય લક્ષણ છે. આ સમસ્યા ઘણી છોકરીઓને સતાવે છે. આમા પરેશાન થવાની કોઈ જરૂર નથી. કોઈની સલાહ માનીને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું જોખમ લેતા નહીં. તમારા આહાર પર ઘ્યાન આપો. દૂધ, તાજા ફળોનો રસ અને લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ કરો. સ્તનના આકાર અને કદ સાથે સેક્સ જીવનમાં કે માતા બનવામાં કોઈ તકલીફ ઊભી થતી નથી. સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે અલ્પ સ્તનમાં ઉત્તેજના વઘુ હોય છે. આ ઉપરાંત તમે પેડેડ બ્રાનો પણ ઉપયોગ કરી શકો છો.

 

હું ૩૦ વર્ષની છું. મારે ત્રણ વર્ષનો એક પુત્ર છે. મારી સમસ્યા એ છે કે પુત્રના જન્મ પછી બે વર્ષથી મને સફેદ રંગનો પ્રવાહી સ્ત્રાવ થાય છે. ક્યારે ક્યારે તો પેડ વાપરવું પડે છે. આનો રંગ પણ પીડાશ પડતો છે. પરંતુ દુર્ગંધ આવતી નથી. પિરિયડ પૂરો થઈ ગયા પછી ચાર-પાંચ દિવસમાં શરૂ થાય છે અને પિરિયડ આવવાના પાંચ દિવસ પહેલા બંધ થઈ જાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (રાજકોટ)

 

* આમા ચંિતા કરવાની જરૂર નથી. આ ઠીક થઈ શકે છે. જો કે ૨૦ દિવસ સુધી પ્રવાહી સ્ત્રાવ થાય એ સામાન્ય નથી. તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. વજાયનલ અલ્ટ્રાસાઉન્ડ પછી ગર્ભાશયમાં કોઈ ગાંઠ નથી. એની ખબર પડી જાય છે. ઘણી ઓછી વાર જોવા મળે છે કે ગર્ભાવસ્થા પછી ગર્ભાશયમાં ગાંઠ થઈ જાય છે. આમ હોય તો ડૉક્ટર તેને દૂર કરવાની સલાહ આપશે અને રિપોર્ટ નોર્મલ આવશે તો ડૉક્ટરના ઉપચારથી ઠીક થઈ જશે.

 

હું ૨૫ વર્ષની છું. મારા લગ્નને સાડા ત્રણ વર્ષ થયા છે. બે મહિના પહેલા મને ગર્ભપાત થયો હતો. ગર્ભપાત પછી પંદર દિવસ સુધી મને કોઈ પ્રોબ્લેમ નહોતો. પરંતુ એ પછી બ્લિડીંગ શરૂ થઈ હતી તે બે મહિના સુધી બંધ થઈ નહોતી. ડૉક્ટરે હાર્મોન્સની ઉણપ હોવાનું કહી દવાઓ આપી હતી. પરંતુ એનાથી પણ ફાયદો થયો નથી. આ કારણે મને ઘણી નબળાઈ લાગે છે. શું હું માતા બની શકીશ?
એક યુવતી (મુંબઈ)

 

* તમે ચંિતા કરો નહીં. તમને સંતાન સુખ જરૂર પ્રાપ્ત થશે. હાર્મોન્સની ગોળીઓ પછી પણ રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે ફરીથી ચેકઅપ કરાવીને ક્યુરેટિન બરાબર થયું છે કે નહીં એની ખાતરી કરવાની જરૂર છે. અલ્ટ્રા સાઉન્ડ કરાવતા ખ્યાલ આવી જશે. જો કે આ વિશે અમે વિશેષ સલાહ આપી શકીએ તેમ નથી. તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોન્સ્ટની સલાહ લેવાની જરૂર છે.
નીના

 

 
 
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved