Last Update : 31-July-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૭ વરસની યુવતી છું. મારી પીઠ પર કાળા નિશાન તથા ચહેરા પર ધાબા થઇ ગયા છે તે દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)

 

* ચોખાનો લોટ અને દહીં ભેળવી પીઠ પર લગાડી હળવે હળવે રગડો અને પાણીથી ધોઇ નાખો. ઉપરાંત લીંબુનો રસ પણ લગાડી શકાય.
તડકામાં બહાર જતા પહેલા સનસ્ક્રિન લોશન લગાડો જેથી ત્વચાને રક્ષણ મળે. ત્વચાના પ્રકાર પ્રમાણે ફેશિયલ સ્ક્રબનો ઉપયોગ પણ કરશો. ચહેરા પર રોજ દહીં લગાડશો અને ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખશો.નિયમિત કરવાથી નિશાન આછા થઇ જશે.

 

હું ૧૭ વરસની યુવતી છું. મારો વાન ઘેરો છે.તેમજ કોણી તથા ધૂંટણ કાળા છે તો તેને ઘરગથ્થુ ઉપાય દ્વારા ગોરો કરવાની રીત જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

* ગુલાબજળ તથા લીંબુનો રસ સપ્રમાણ ભાગે લઇ રૂના પૂમડાથી ચહેરા પર રોજ લગાડવું.ઉપરાંત દહીં લગાડવાથી પણ વાન હળવો થશે. દહીં ચહેરા પર ડાયરેક્ટ લગાડવું અથવા તો ચણાના લોટ સાથે ભેળવીને લગાડવું. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર નીકળવું નહીં. લીંબુનુ અડધિયું લઇ ધૂંટણ તથા કોણી પર સ્નાન પૂર્વે રગડો અને ધોઇને તલનું તેલ લગાડશો. સ્નાન કરતી વખતે લુફ્‌હાથી સ્ક્રબ કરશો. સ્નાન બાદ તરત જ ત્વચા સહેજ ભીની હોય ત્યારે જ ઉચ્ચગુણવક્તાયુક્ત ક્રિમ લગાડશો.

 

હું ૩૮ વરસની મહિલા છું. તડકામાંથી આવ્યા બાદ મારી ત્વચા ચમકહીન થઇ જાય છે ચહેરાની ચમક કાયમ એવી ને એવી જ રહે તે માટે ઉપચાર જણાવશો.
એક મહિલા (મુંબઇ)

 

* લીમડાના પાન વાટી તેનો લેપ ચહેરા પર લગાડવાથી તડકાને કારણે બળી ગયેલ ત્વચાને આરામ મળે છે. ચાર-પાંચ દિવસ નિયમિત કરવું.
* લીંબુનો રસ લગાડતા રહેવાથી દાઝેલી ત્વચાને શીતળતા પ્રદાન થાય છે.

 

 

હું ૩૩ વરસની મહિલા છું. મને ક્લિન્ઝંિગ ક્રિમ અને ક્લિન્ઝંિગ લોશન વચ્ચેનું અંતર જણાવશો.
એક મહિલા (ભાવનગર)

 

લોશન અને ક્રીમમાં સમાયેલ પદાર્થો એક જ જેવા હોય છે. લોશન પાતળા અને હલકા હોય છે જેથી તેનાથી ચહેરો સાફ જલદી થાય છે. ક્રીમનો ઉપયોગ કરતી વખતે રૂને આછું ભીનું કરવું પડે છે.

 

 

હું ૨૧ વરસની યુવતી છું. મારી ત્વચા શુષ્ક રહે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (ગુજરાત)

 

* શુષ્ક ત્વચા પર મલાઇ અથવા દૂધ થોડીવાર સુધી લગાડવું. ૧૫-૨૦ મિનિટ પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થશે.
* ચાર-પાંચ ટીપાં લીંબુનો રસ એક ચમચો મલાઇમાં ભેળવી રાતના સૂતા પૂર્વે ચહેરા પર લગાડવું. સવારે ધોઇ નાખવું. ફાયદો થશે.

 

હું ૨૧ વરસની છું. મારા વાળ તૈલીય છે. શેમ્પૂ કર્યા બાદ પણ ચીકાશવાળા જ રહે છે. વાળને ચમકીલા કરવાના ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

* વાળને ઘાટ્ટા અને ચમકીલા કરવા આંબળા, શિકાકાઇ, અરીઠા ભેળવી લોખંડની કઢાઇમાં રાતના પલાળવા. સવારે આ મિશ્રણને ઉકાળવું. ઠંડું કરી તેનો ગર કાઢી વાળમાં લગાડવો. અડધો કલાક અથવા સુકાય ત્યાં સુધી રહેવા દેવું અને પછી વાળ ધોઇ નાખવા. થોડા વખતમાં ફાયદો થશે.

 

- સુરેખા મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved