Last Update : 31-July-2012, Tuesday

 

વાચકની કલમે

 

કલમ ખચકાય
અસ્ખલિત ઝરણા સમી વહેતી એ,
આજકાલ કોણ જાણે કેમ?
કલમ મારી, શીદને ખચકાય છે?
એવુંયે નથી, કે મારા સ્મૃતિપટ પર,
ઉર્મિઓનો દુષ્કાળ પડ્યો હોય...!
ને એવુંયે નથી... કે મારા વિશાળ,
શબ્દભંડોળને હું વિસર્યો હોઉં...!
તોયે... કોણ જામે કેમ?
કલમ મારી શીદને ખચકાય છે?
એવુંયે નથી કે,.. તારા રૂપના...
સાગરમાં ઓટ આવી હોય...!
ને એવુંયે નથી કે..., તારા પ્રેમના,
સદાબહાર સુમન કરમાયાં હોય...!
તોયે... કોણ જાણે કેમ...?
કલમ મારી શીદને ખચકાય છે...?
હા,... કદાચ એવુંય બની શકે...
તારા ઘટાદાર કેશ સમા...,
આષાઢી વાદળો મન મૂકી વરસે,
ચોતરફ હરિયાળી લહેરાય...,
મેહૂલા સંગે મયૂરના ટહૂકા...,
ક્યારેક ઝરમર... હેલી,
ક્યારેક ઝાપટા, ક્યારેક નેવેધાર,
ક્યારેક રસ્તે પાણી, ક્યારેક મૂશળધાર...,
ને વળી ક્યારેક સાંબેલાધાર...,
તારા સ્મરણમાં નયનેધાર..,
બની શકે એવું કે... ‘સાવન’...,
આવા ટાણે કલમ ખચકાય પછી ખરી!!’’
ભાલચંદ્ર પ્રજપતિ ‘સાવન’ હડાદ (અંબાજી)

 

વરસાદનો અહેસાસ
આંગણે આવી તમારા વરસી ગયો હશે
આ વરસાદ એમ ના અટકી ગયો હશે
વીજળી સાક્ષી પુરે એકના આગમનની
ને એક તારી આંખના પલકારે પ્રગટી ગયો હશે
છટા એની ધોધમાર ને રૌદ્ર રૂપ જેવી
ધરતી સુધી પહોંચવા તરસી ગયો હશે
પલળેલા તારા કેશને નીચોવી જો જરા
અસર થોડી ઘણીય મુકી ગયો હશે
આ પહેલો વહેલો વરસાદ છે ‘અબ્ધિ’
અહેસાસ એનો હૃદયમાં ઉતરી ગયો હશે
મહેન્દ્ર સી. ચાવડા ‘અબ્ધિ’ (અમદાવાદ)

 

‘સૂના’ જીવનમાં તારી આસ...
દૂર હોવા છતાં તું પાસ લાગે છે,
તને યાદ કરતાં જ તૂં આસ-પાસ લાગ છે.
તારા વિના જંિદગી જાણે ઉદાસ લાગે છે,
હજુ પણ ‘સુના’ જીવનમાં તારી આસ લાગે છે.
અશક્ય હોવા છતાં એવો વિશ્વ્વાસ લાગે છે,
હજુ પણ જીવનમાં ‘સુના’ તારા જ શ્વ્વાસ લાગે છે
જીવન અને મરણ એતો ક્રમ છે જગતમાં,
રોજ જીવીને મરવું એ જ મારું કર્મ લાગે છે.
તારી જુદાઈની વેદના પણ કંઈક ખાસ લાગે છે,
તનેયાદ કરતાં જ તું આસ-પાસ લાગે છે.
આંસુ, ઉદાસી, વેદના, બઘું જ ‘પ્રેમની’ ‘કૃપા’ લાગે છે,
તારી એક જ ખોટ ‘સુના’ મારા જીવનમાં રોજ લાગે છે. દૂર હોવા છતાં પણ તું પાસ લાગે છે,
હજુ પણ ‘સુના’ જીવનમાં તારી આસ લાગે છે.
કૃપાકિરણ પટેલ (માંડવી, જિ. સુરત)

 

જોયો છે
સવાર સાંજ તનેયાદ કરતો રહ્યો છું
સમયને મારા જ હું શોધતો રહ્યો છું
બેબશ, બાકળોને મને જ જોયો છે
ભગવાન પર ભરોસો મુકી વિશ્વ્વાસ તુટતો જોયો છે
દર્દમાંય ક્યારેક મેં મને હસતો જોયો છે
વાહ રે વહાલી તારા તે કેવા ખેલ?
દર્દની આદત નથી અમને આમ અમસ્તા
તમે ઘા કરી મને જ તડપતા જોયો છે
રડે છે શું હવે એ દિલ જો
મંદિરમાં ભગવાનનેય મજબૂર જોયો છે.
ભગવત રથવી ‘ભવ’ (પાટડી)

 

વસી ગઈ
‘‘મારા હૈયામાં તું એવી રીતે વસી ગઈ
કે તને જ પ્રેમ કરવાનું મન થાય છે
મારા મનમાં તું એવી રીતે વસી ગઈ
કે તારા જ વિચારોમાં ખોવાયેલા રહેવાનું મન થાય છે
મારા નયનમાં તું એવી રીતે વસી ગઈ
કે રાત-દિવસ તારા જ સપનાં જોવાનું મન થાય છે
મારી નજરમાં તું એવી રીતે વસી ગઈ
કે તને જ જોયા કરવાનું મન થાય છે
મારી જંિદગીમાં તું એવી રીતે વસી ગઈ
કે હવે તને જ પામવાનું ‘આબાદ’ને મન થાય છે.’’
અસ્લમ મેમાન ‘આબાદ’ (મોટામિયાં માંગરોલ)

 

વીતેલી રાતો
મળ્યા હતા આપણે જે ઘડી એ ક્ષણો હજી યાદ છે
છલકાવ્યા હતા નજરોંથી જામ તમે એ પ્રેમના નશાંની અસર યાદ છે, તમારા ચહેરાના સ્મિત પર લુંટાઈ ગયું જીવન મારું
નજરોથી નજરના થયા ઇશારા હોઠોથી હોઠોના મિલન યાદ છે
ઘાયલ થયો હતો તારી એક નજરથી
એ ચહેરાનું કાળું તલ યાદ છે ભુલી ગયા તમે એ વીતેલી રાતો
‘ખુસનસીબ’ને આજે બેવફાઈની ફરિયાદ છે
પથ્થર બની ગયા છે હૃદય માનવીના
એટલે જ સહુંને તાજમહલમાં વિશ્વ્વાસ છે.
સુનીલ એલ. પારવાણી ‘ખુશનસીબ’
ગાંધીધામ (કચ્છ)

 

તલાશ
હમણા તને જોયાનો અહેસાસ છે
યાદોનું આવરણ કંઈક આસપાસ છે
ખોબામાં છે નાની-અમથી જગ્યા તોયે
તસવીર તારી જોવા મને મોકળાશ છે
નથી કોઈ નિસ્બત લાગણીઓને શરીરના મિલન સાથે
પ્રેમમાં તો જોવાતી બસ નિસ્વાર્થ હૂંફ ખાસ છે
તૂટતા દર્પણની મેં બે બાજુઓે જોઈ હતી
એક તરફ પ્રતિબંિબ તો બીજી તરફ શૂન્યાવકાશ છે
વાદળ તો ઘેરાઈને જોયા કરે છે રોજરોજ
થાય કોરા હૃદયમાં હવે ચોમાસું સરેરાશ છે
મુલાકાત થાય છે ઘણી નજરોથી આ નજરની
તોયે દિલને બસ એક તારી નજરની ‘તલાશ’ છે.
ડૉ. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

 

આધારે
તારા હોઠ હસે તો ખીલે વસંત
તારી આંખ ઝરે તો મેઘ મલ્હાર
તારુ સુંદર મુખ મલકે તો મોટી મહેરબાની
તારા સ્પર્શે લાગે ભેદી આગ
તારા નેહે લાગે સંસાર મઘુમીઠો
તારા એક અણસારે થાય
મારી દુનિયાનું સંચાલન
તારા પ્રણય થકી છે ખરો જીવન વૈભવ
તારા હૈયે વસ્યોનેરહ્યો એ જ આધારે...
એસ. જે.
(જિ. સુરત)

 

સમજી ગયો
અર્થની હું આરપાર નીકળી ગયો
જીવનના સારને હું જાણે ગળી ગયો
શોધ હતી આપના વર્ણનના શબ્દોની
જાણે કોઈ ખયાલે શબ્દકોષ મળી ગયો
કસોટી હશે પ્રણયની જાણે આ જીવનવળાંકે
આપની કદરના સહારે હું નીકળી ગયો
દુનિયાદારીએ ઘણો લોભાવ્યો લપેટવા
પણ દાણો એનો વાવેલો સાવ સળી ગયો
રીતિ આપની હતી સહજ છતાં અકળ
છતાં સઘળી વાત ભાવાનુબંધે સમજી ગયો
જગમાલ રામ ‘સુવાસ’ ( ખોરાસા-ગીર)

 

વ્યર્થ પ્રયાસ
તારી યાદોને ભૂલવાના વ્યર્થ પ્રયાસ છોડી દીધા મે
તારી યોદોને ભૂલવા ગઈ હું પ્રકૃતિની ગોદમાં
ફુલોના ખૂબસુરત ચહેરા પર તારી આકૃતિ ઉભરી આવી
આ પંખીઓના કલરવમાં તારા કર્ણમઘુર અવાજનો અહેસાસ કર્યો મેં
આ ઝરણાના મઘુર ઝંકારમાં તારા હોવાનો ભાસ થયો મને
આ પર્ણોના ગુંજનમાં તારા પગરવનો ઘ્વનિ સંભળાયો મને
મે વિચાર્યુ હૃદયને જ મનાવી લઉં તને યાદના કરે
પણ હૃદયે પણ સાફ કરી દીધો મને સાથ આપવાનો
તેથી જ તનેભૂલવાના વ્યર્થ પ્રયાસો છોડી દીધા હવે મે
મિનાઝ ફરીદ વસાયા (મહુવા)

 

ખુદાની મંજૂરી
હૃદયથી હૃદય મળ્યા ને પ્રેમના તાર ઝણઝણી ઊઠ્યા
આંખોથી આંખો મળી ને કંઈક સંકેત કરી લીધા
પાંપણના એક પલકારે જ વચનોથી બંધાઈ ગયા
તારા ઊંડા ઊંડા શ્વ્વાસને મારા કાનો એ સાંભળી લીધા
હાથોથી હાથ મળ્યાને જીવન ભરના સાથ નક્કી કરી લીધા
ત્યારે ખુદાએ, પણ આ‘સગપણ’ મંજૂર કરી લીધા.
નીતા પારેખ (દહીંસર મુંબઈ)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved