Last Update : 31-July-2012, Tuesday

 
મૂંઝવણ
 

હું૨૪ વર્ષનો યુવક છું. હમણાં જ મારી સગાઈ ૨૩ વર્ષની યુવતી સાથે થઈ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને શારીરિક રીતે સ્વસ્થ છે. જોકે તેનાં સ્તન બહુ અવિકસિત અને નાનાં છે. અવિકસિત સ્તનોને ઓપરેશન વગર કુદરતી રીતે વિકસાવવાની કોઈ રીત છે? કોઈ દવા, તેલ કે માલિશ દ્વારા એનો ઇલાજ શક્ય છે? જો હોય તો એનું નામ અને રીત જણાવશો.
એક યુવક (મણિનગર)

 

ઉત્તર ઃ સ્તન વિકસાવવાનાં જેટલા ક્રીમ કે તેલ બજારમાં મળે છે એનાથી વાપરનારને કોઈ ફાયદો નથી. અમુક કસરત કરવાથી સ્તનના નીચેના સ્નાયુઓને વિકસાવી શકાય છે જેનાથી આપણને સ્તન એક-દોઢ ઇંચ મોટાં થયાં છે એવું લાગે. હકીકતમાં નાનાં સ્તનમાં ઓછી જગ્યામાં વઘુ જ્ઞાનતંતુ ફેલાયેલા હોય છે. એને કારણે મોટા સ્તનવાળી સ્ત્રીઓ કરતાં નાનાં સ્તનવાળી સ્ત્રીઓ વઘુ ઉત્તેજના અનુભવતી હોય છે. તમારી પોતાની ઉત્તેજના માટે તમે એમ માનો છો કે તમે સ્તનથી જ આકર્ષાઓ છો. બીજી એવી ઘણી જગ્યા હોય છે જ્યાં હાથ લગાડવાથી તમે બેહદ ઉત્તેજના અનુભવી શકો છો, જેમ કે સ્ત્રીની યોનિ કે સાથળ પર હાથ ફેરવવાથી. જરૂર છે તમને ઉત્તેજનાની, એ કેવી રીતે મેળવવી એ તમે સાથે બેસીને વાતચીત કરીને અને ગમા-અણગમાનો ભેદ જાણીને નક્કી કરી શકો છો.

 

પ્રશ્ન ઃ હું વીસ વર્ષની કુંવારી યુવતી છું. હું મારા બોયફ્રેન્ડ સાથે અવારનવાર સેક્સ ંમાણું છું. અમને કોન્ડોમ વાપરવો નથી ગમતો. જો મારે ગર્ભનિરોધક ગોળીઓ લેવી હોય તો કઈ રીતે લેવાય?
એક યુવતી (મુંબઈ)

 

ઉત્તર ઃ તમને જ્યારે મહિનો આવે ત્યારે પહેલા દિવસથી ગર્ભિનરોધક ગોળી લેવાની શરૂઆત કરો. માસિક આવ્યાના દિવસથી લગભગ એકવીસ દિવસ સુધી ગોળી લો. પછી અઠવાડિયા બાદ તમને પાછો મહિનો આવશે એટલે ફરી પહેલા દિવસથી એ ગોળીનું સેવન શરૂ કરો. જ્યારે પહેલી વાર તમે ગોળી લેવાનું શરૂ કરો ત્યારે પહેલાં બે અઠવાડિયાં દરમ્યાન જ્યારે પણ સંભોગ કરો ત્યારે કોન્ડોમ વાપરવો જરૂરી છે. જોકે બીજી વખત માસિક આવી જાય પછી તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો અને તમારે નિરોધ વાપરવાની જરૂર નથી.

 

પ્રશ્ન ઃ હું બાવીસ વર્ષની યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારાં સ્તન બહુ નાનાં છે. એને મોટાં કરવા મેં એક આયુર્વેદિક તેલનો ઉયોગ કર્યો, પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો. તમે મને કોઈ દવા સૂચવશો જેનાથી મારાં સ્તન કોઈ પણ જાતની આડઅસર વગર મોટાં થાય.
એક યુવતી (વીસનગર)

 

ઉત્તર ઃ સ્તન મોટાં કરવા માટે કોઈ ક્રીમ કે તેલ ઉપયોગમાં નથી આવતાં. એને વધારવા હોય તો બ્રેસ્ટ ટિશ્યુની નીચે જે સ્નાયુઓ આવેલા છે એને લગતી કસરત કરવામા ંઆવે તો એકથી દોઢ ઇંચનો ફરક પડી શકે છે. આ કસરત સહેલી છે, દિવસમાં ત્રણ મિનિટ સવારે અને સાંજે કરવાની છે. કોઈ પણ ફિઝિયોથેરપિસ્ટ આ કસરત તમને શીખવાડી શકે અથવા કેઈએમ હોસ્પિટલમાં બુધવારે એ વિનામૂલ્ય શિખવાડવામાં આવે છે જેનો તમે લાભ લઈ શકો.

 

પ્રશ્ન ઃ હું ૧૪ વર્ષનો હતો ત્યારથી મને હસ્તમૈથુન કરવાની આદત છે. અત્યારે મારી ઉંમર ૨૮ વર્ષ છે. આવતા વર્ષે મારાં લગ્ન થવાનાં છે. મારી સમસ્યા એ છે કે મારી ડાબી ગોટી ક્યારેક દેખાય છે તો ક્યારેક ગાબય થઈ જાય છે. એક વાર શિશ્નનું ઉત્થાન થયા પછી થોડા દિવસ સુધી પાછું ઉત્થાન નથી થતું. મારું વીર્ય પણ પાતળું થઈ ગયું છે. આને કારણે હું પત્નીને પૂરતું સુખ આપી શકીશ કે નહીં, સંતાનનો પિતા બની શકીશ કે નહીં એની મને ચંિતા થયા કરે છે. મને આનો યોગ્ય ઇલાજ અને દવા બતાવશો.
એક યુવક (સુરત)

 

ઉત્તર ઃ હસ્તુમૈથુન એ મૈથુનનો એક પ્રકાર છે. એક વખત સ્ખલન થયા પછી થોડા દિવસ સુધી પાછું સ્ખલન ન થાય તો ચંિતા કરવાની જરૂર નથી, કારણ કે ઉત્તેજનાનો આધાર તેમ જે વ્યક્તિનો વિચાર કરો છો તે તમારા માટે કેટલી ઉત્તેજનાપ્રેરક છે, તમે કોઈ માનસિક તાણ અનુભવો છો કે નહીં, તમે શારીરિક રીતે થાકી ગયા છો કે નહીં વગેરે ઘણી વસ્તુ પર રહેલો છે. અંડકોષમાં રહેલી બે ગોળીઓમાં ડાબી ગોળી નીચે નમેલી હોય છે અને જમણી ગોળી ઉપર એટલે કે શરીરની વઘુ નજીક હોય છે. એ ઉપરાંત વાતાવરણમાંની ઠંડી-ગરમીની અસર થવાથી ગોટીની બહારની ચામડી થોડી ઉપર-નીચે થાય એ સ્વભાવિક છે. એનાથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી.
જેમ-જેમ ઉંમર વધે એમ વીર્ય સફેદમાંથી પીળું બને છે, ઘટ્ટમાંથી પાતળું થાય છે અને એનું પ્રમાણ વઘુમાંથી ઓછું થાય છે. જોકે આવું થવાથી કામશક્તિ પર કોઈ વિપરીત અસર નથી પડતી. તમે બાળક પેદા કરી શકશો કે નહીં એનો સો ટકા જવાબ તમારા વીર્યનું પરીક્ષણ કર્યા પછી જ આપી શકાય, કારણ કે એ શુક્રજંતુ પર આધાર રાખે છે.
ડૉ. અનિમેષ

 

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved