Last Update : 31-July-2012, Tuesday

 
ગુલછડી
 

જીવનમાં પ્રિયપાત્રને મળવાની ઉત્કટ ઈંતેજારી હોય અને આવી દુર્લભ તક પ્રાપ્ત થાય તો કોણ અભિમાન કરે? વિલંબ કરે? એ બોલાવે તો માન અભિમાન સૌ છોડીને મળવા દોડી જવાની વાત કવિશ્રી હરકિસન જોશી પોતાના એક ગઝલના ઉપાડમાં આ રીતે કરે છે ઃ
બોલાવે તું તો આવવામાં માન શું કરું?
દુર્લભ મળી હો તક તો અભિમાન શું કરું?
સાકીનું સ્મરણ થતાં જ તનબદન અને મનમસ્તિષ્ક પર મદહોશી છવાય જાય છે. એની યાદ માત્ર સુરાથી કમ નથી. પછી શું કામ સુરાલયમાં બેસીને જ સુરાપાન કરવું?
સાકી સ્મરણ તમારું થતાં હોશ જાય છે,
બેસીને સુરાલયમાં સુરાપાન શું કરું?
ઈશ્વર બઘું જ જાણતો હોય છે. માણસના હૃદયની વાત એનાથી છૂપી નથી. પછી ગીતો રચીને રોદણાં ગાવાનો શો અર્થ?
ભીતરની વાત આપોઆપ જાણી લે છે તું
મુશ્કેલીઓના ગીત રચી ગાન શું કરું?
કવિ કહે છે કે આયુષ્યના સિત્તેર વર્ષ સુધી મેં મારા ચક્ષુઓનો ઉપયોગ કર્યો છે. આવી વપરાયેલી જીર્ણશીર્ણ આંખોનું દાન શું કરવાનું? દાનનો મહિમા તેથી ઘટે છે ઃ
સિત્તેર વર્ષથી મેં સતત વાપર્યા કર્યા
એ ક્ષીમ ચક્ષુઓનું હવે દાન શું કરું?
તને સમજવો અઘરો છે. તારા વિશે તો તું જ સમજાવી શકે. હું તને જ સમજવા, પામવા ચાહું છું. તારા સિવાયનું જ્ઞાન મને ઈચ્છનીય નથી. એ પ્રાપ્ત કરીને શું કરું?
તારા વિશે તો તું જ કંઈ સમજાવે તો બને
તારા સિવાયનું હું લઈ જ્ઞાન શું કરું?
તારા સાક્ષાત્કારની કથા તો હું નિત લોકોને કહેતો રહું છું. તારી અનુભૂતિઓ અને પ્રતીતિઓને લોકો આગળ વ્યક્ત કરતો રહું છું. પણ સંસારના આ માણસો જો મારી વાત ન માને તો હું શું કરી શકું? એ લોકો સ્વીકારવા તૈયાર નથી ઃ
તારી પ્રતીતિઓની કથા નિત કહ્યા કરું
માને ન કોઈ વાતે જો ઈન્સાન શું કરું?
- ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved