કામના બોજાથી થાકેલી અભિનેત્રી દીપિકા પદુકોણને આરામની સલાહ

 

-અભિનેત્રી બેંગલોરમાં તેનાં માતા-પિતા પાસે ગઈ

 

-રોજના ૧૧થી ૧૨ કલાક આપવા પડતા

 

મુંબઈ, તા. ૩૦

 

હોમી અડજાણિયાની ફિલ્મ ‘કોકટેલ’માં તેના પાત્રને મળેલી પ્રશંસા પછી દીપિકા પદુકોણ એક વાત સમજી ગઈ છે કે, સફળતાનો સ્વાદ ભલે મીઠો હશે પણ એ માટે ઘણો ભોગ આપવો પડે છે. ઘડિયાળને કાંટે કામ કરવાની અસર તેના સ્વાસ્થ્ય પર પડી છે અને હવે તે આરામ કરવા માટે બેંગલોર તેના માતા-પિતા પાસે ગઈ છે તેના માતા-પિતાએ તેને બઘું કામ છોડીને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. આ સમાચારને સમર્થન આપતાં અભિનેત્રીના પ્રવકતાએ કહ્યું હતું કે, ‘‘દીપિકા કામના અતિશય બોજાને કારણે થાકી ગઈ હતી અને ડૉકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. આથી તે તેના માતા-પિતા પાસે બેંગલોર ગઈ છે.’’

 

અભિનેત્રીના એક અંગત સૂત્રે જણાવ્યા પ્રમાણે, ‘‘ગુરુવારે દીપિકા રણબીર કપૂર સાથે મહેબૂબ સ્ટુડિયોમાં એક ગીતનું શૂટંિગ કરી રહી હતી છેલ્લા કેટલાક દિવસોથી તેના ઘણી નબળાઈ લાગતી હતી. તેણે ડૉકટર પાસે ચેકઅપ કરાવ્યું હતું અને ડૉક્ટરે તેને ઓછામાં ઓછા પાંચ દિવસ આરામ કરવાની સલાહ આપી હતી.’’

 

પોતાની વાત આગળ વધારતા સૂત્રે કહ્યું હતું કે, ‘‘આ જાણીને તેના માતા-પિતાને ચંિતા થાય એ સ્વાભાવિક છે તેમણે તેને તાબડતોબ બેંગલોર આવવાની સલાહ આપી હતી. જેથી તે મુંબઈના તેના કામકાજથી થોડી દૂર રહે. કરણ જોહર નિર્મિત અયાન મુખર્જી દિગ્દર્શિત તેની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ માટે તેણે રોજના ૧૧થી ૧૨ કલાક આપવા પડતા હતા.

 

આ ઉપરાંત ‘કોકટેલ’ના રિલિઝ પછીના પ્રમોશન માટેની મીટંિગો તેમજ નવી ફિલ્મો બાબતની મીટંિગો જેવી બીજી જવાબદારીઓ પણ તેણે સંભાળવી પડતી હતી.’’

 

આમ કરણ અને અયાન પાસે દીપિકાની રજા મંજૂર કર્યાં સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. કામના બોજથી અભિનેત્રી થાકી ગઈ હોવાનો વર્તમાન સમયમાં આ પહેલો કિસ્સો નથી.