૧૯૧૨ના રોજ ડૂબેલા ટાઈટેનિકનું પ્રથમ ડિનર મેનુ રૃા. ૪૦ લાખમાં વેચાયું

 

-100મી વરસી નિમિત્તે મેનુ સહિત ૪૦૦ ચીજોની હરાજી

 

-હરાજી નૈરૃત્ય ઈગ્લેન્ડમાં વિલ્ટશાયર ખાતે યોજાઈ

 

લંડન, તા.૩૦

 

બ્રિટનમાં 'ટાઈટેનીક' નામે એક જહાજ બનાવાયું હતું જે કદી ડુબે જ નહી તેવો તે જહાજી કંપનીનો દાવો હતો. આ જહાજ તેની પ્રથમ સફરમાં જ અધવચ્ચે હિમશિલા સાથે ટકરાઈને ૧૩ એપ્રિલ ૧૯૧૨ના રોજ ૧૫૨૨ મુસાફરો સાથે મહેરામણને તળીયે જઈ બેઠું હતું. તેને પુરી એક શતાબ્દિ પૂર્ણ થઈ હોવાથી તેની વિવિધ વસ્તુઓની હરાજી યોજાઈ હતી. તેમા ટાઈટેનીકના ફર્સ્ટ કલાસના મુસાફરોને પીરસાનારી વાનગીના મેનુએ હરાજીમાં સૌથી વધુ રકમ ૪૬,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૯,૯૯,૦૦૦ રૃા.) મળ્યા હતા.

 

આ મેનુ ૧૦ એપ્રિલના રોજ પિરસાનારી ૪૦૦ વાનગીઓની યાદીનું આ મેનુ ચાર્લ્સ કાસવેલની માલીકીનું હતું. ટાઈટેનીકની કુલ ૪૦૦ વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. તેમાં મેનુની માંગ સૌથી વધારે હતી. તેમાં 'હર્સ ડી' ઓવરે, રોસ્ટ ડકીંગ, ફીલેટ વાયલ અને ફેંચ આઈસ્ક્રીમ સહીત ૪૦૦ વાનગી પીરસાતી હતી. આ મેનુ ટાઈટેનીક કિવન્સ ટાઉન ખાતે ઉભી રહી ત્યારે ચાર્લ્સ કાસ્વેલે પોતાની પત્નિ હિલ્ડાને આપ્યું હતું. જો કે ચાર્લ્સ આગબોટ સાથે ડુબી ગયો હતો. તે ફર્સ્ટ કલાસના મુસાફરોની ભોજન વ્યવસ્થા સંભાળતો હતો. આ હરાજી નૈરૃત્ય ઈગ્લેન્ડમાં વિલ્ટશાયર ખાતે યોજાઈ હતી.

 

ટાઈટેનીક જોકે હિમશિલા સાથે ટકરાઈને થોડી વારે બે ભાગનમાં વહેંચાઈને ડુબી ગઈ હતી. પણ તેનો બચાવ સંદેશ નજીકના એક જહાર 'કાર્પાથીઆ'ને મળ્યો હતો. તેમણે ટાઈટેનીકના ઘણા મુસાફરોને ઉગાવી લીધા હતા. બચાવી લેવાયેલા મુસાફરોએ 'કાર્પીથીઆ'ના સેકન્ડ ઓફીસર જેમ્સ બીસેટને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો. તેની પણ હરાજી યોજાઈ હતી. જહાજના કેપ્ટન સર આર્થર રોસ્ટ્રોનને સીલ્વર કપ અને બધા નાવિકોને મેડલ અપાયા હતા. હરાજીકાર અલ્ડ્રી જે માહિતી આપી હતી કે છેલ્લા ૨૫ વર્ષમાં હરાજી માટે આવેલો આ બીજો મેડલ હતો. તે મેડલના ૪૧,૦૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. જેમ્સ બિસેટ પછી અન્ય જહાજ કુનાર્ડ લાઈનમાં કપ્તાન બન્યા હતા.