ઉપવાસ-ધરણાથી ભ્રષ્ટાચાર ન જાય : નોબેલ વિજેતા અમર્ત્ય સેન

 


-ભ્રષ્ટાચારનાં મૂળ સુધી પહોંચીને પગલાં લેવાવાં ઘટે

 

 

-બાળકને પણ ભ્રષ્ટાચાર જોઇતો નથી

 

નવી દિલ્હી, તા.31 જુલાઇ, 2012

 

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અને હાર્વર્ડ યુનિવર્સિટીના હાલના સિનિયર અઘ્યાપક ડૉક્ટર અમર્ત્ય સેને કહ્યું હતું કે ઉપવાસ કરવાથી કે ધરણાં કરવાથી ભ્રષ્ટાચાર નાબૂદ ન થાય.

 

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર સેને કહ્યું કે મને અણ્ણા હઝારે માટે માન છે, સહાનુભૂતિ છે. પરંતુ ભ્રષ્ટાચાર નાબૂદી માટેની તેમની લડત યોગ્ય નથી. ભ્રષ્ટાચાર કેમ વ્યાપે છે એ સમજવું જોઇએ. નાનકડા બાળકને પણ ભ્રષ્ટાચાર જોઇતો નથી. આજે ભ્રષ્ટાચાર જે રીતે વ્યાપેલો છે એ જોતાં અણ્ણા હઝારે કે બીજાઓને આવતો ગુસ્સો સમજી શકાય એવો છે.

 

પરંતુ ઉપવાસ કે ધરણાં એનો જવાબ નથી. આખીય અર્થવ્યવસ્થા સમજવી પડે. ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવું પડે. ભ્રષ્ટાચાર વ્યાપક બનવાનાં કારણો સમજવાં પડે. ત્યારપછી એ દૂર કરવાનાં પગલાં વિચારવા પડે.