દેશમાં ફરી એકવાર વીજ કટોકટી ઃ અડધા દેશમાં અંધારપટની સ્થિતિ સર્જાઇ

 

-મોદી ટ્વીટર ઉપર પ્રધાનમંત્રીને પ્રશ્ન કર્યો

 

-જનજીવન ખોરવાયું

 

નવી દિલ્હી, તા.31 જુલાઇ, 2012

 

દેશમાં અત્યારે સૌથી ખરાબ વીજ કટોકટી ફરીથી જોવા મળી છે. જેમાં નોર્ધન ગ્રીડમાં બીજી વખત ટેકનિકલ ખામી સર્જાતા આ સ્થિતિ જોવા મળી છે. જેનાથી લોકોનું જનજીવન ખોરવાયું છે.

 

માત્ર 24 કલાકની અંદર બીજી વખત જ ગ્રીડમાં ખામી સર્જાતા અડધા દેશમાં અંધારપટ સર્જાયો છે. ખાસ કરીને દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં વીજ કટોકટી સર્જાઇ છે.

 

બીજી તરફ આ વીજ સંકટ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રીએ ટ્વીટર ઉપર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રીને પ્રશ્ન કર્યો કે પ્રધાનમંત્રીજી, 60 કરોડ લોકો અંધારામાં જીવી રહ્યાં છે. લોકો એ જાણવા માગે છે કે આમાં પણ તમે ગઠબંધનનો ધર્મ નિભાવી રહ્યાં છો.