અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના શાપુર ગામના ચરોથરી બેટ પર હજારોની સંખ્યામાં સુંદર ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. ચરોથરીબેટના છીછરા પાણીમાં આ ફ્લેમિંગોનું દ્રશ્ય અનોખું લાગે છે. આમાંય એક સાથે ઉડતા ફ્લેમિંગોના ફ્લોક્સ સમગ્ર ચરોથરી બેટ પર ફેલાઈ ગયા છે. નળસરોવરની છેક અંદરના દૂરના છીછરા પાણીવાળા બેટ પર ઉતરી આવેલ ફ્લેમિંગોના ધાડાને કારણે ગુલાબી ચાદર પથરાઈ ગઈ હોય તેવું લાગે છે. રસપ્રદ વાત એ છે કેસતત બદલાતા પર્યાવરણને કારણએ ફ્લેમિંગોની મુવમેન્ટ પર પણ અસર પડી છે. છેક કચ્છના વિસ્તારથી ઊડીને આ ફ્લેમિંગો આ વિસ્તારમાં આવી ગયા છે. પક્ષીઓના નિષ્ણાતોના કહેવા મુજબ પક્ષીઓમાં પોતાની સુરક્ષાની સેન્સ ખૂબ જ તેજ હોય છે. પક્ષીઓના નિષ્ણાતોના કહેવા મુજબ કચ્છમાં ઈલેક્ટ્રીક વાયરોને કારણે અસંખ્ય ફ્લેમિંગો મોતને ભેટયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. પર્યાવરણનો નાશ કરતા માનવીને એ ખબર પડતી નથી કે જો પર્યાવરણ સુરક્ષિત નહીં રહે તો પક્ષીઓ પણ નહીં રહે. (તસવીર ઃ ગૌતમ મહેતા)