સોનાક્ષીએ પિતા શત્રુઘ્નની ઇચ્છા પૂરી કરી ઃ પિતા ગીત જોઇ રોમાંચિત

 

- ઓહ માય ગોડનું આઇટમ નંબર ગો ગો ગોવિંદા

 

- સોનાક્ષી અને પ્રભુ દેવા પર પિક્ચરાઇઝ્ડ સોન્ગ

 

મુંબઇ, તા. ૩૧ જુલાઇ, ૨૦૧૨

 

બોલિવુડના પીઢ અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિન્હા દીકરી સોનાક્ષી સિન્હાનું પહેલું આઇટમ સોન્ગ જોવા માટે ભારે તત્પર હતા. બાયપાસ સર્જરીને કારણે હોસ્પિટલમાં આરામ કરી રહેલાં શત્રુઘ્ન માટે સોનાક્ષીનું શૂટ જોવા જવું શક્ય નહતુ બન્યુંં. જોકે સોનાક્ષીએ પિતાની ઇચ્છા પૂરી કરી. તે ગો ગો ગોવિંદા ગીતની સીડી લઇ આવી અને લેપટોપમાં તેણે શત્રુઘ્ન સિન્હાને આઇટમ નંબર બતાવ્યું. શત્રુઘ્ન સિન્હા આ ગીત જોઇને રોમાંચિત થઇ ગયા હતા.

 

અક્ષય કુમાર અભિનીત ઓહ માય ગોડમાં સોનાક્ષી સિન્હા અને પ્રભુ દેવા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું છે. સોનાક્ષીના જન્માષ્ટમી સ્પેશિયલ ગીતને જોઇને ખુશ થયેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું, પોપ્યુલર ગોવિંદા નંબર્સ જેવાં કે શોર મચ ગયા શોર દેખો આયા માખન ચોર અને તીન બત્તી વાલા ગોવિંદા આલા જેવાં ગીતો મારી પર ફિલ્માવવામાં આવ્યા છે. સોનાક્ષીએ પણ ગોવિંદા નંબર કર્યું છે. હું ખુશ છું કે ગોવિંદા આઇટમ નંબર્સ અમારા પરિવારના સભ્યો પર ફિલ્માવવામાં આવ્યા છે.

 

ગો ગો ગોવિંદાનું ૫ મિનિટનું ટીઝર ઇન્ટરનેટ પર ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યું છે જે દર્શકોમાં ધૂમ મચાવી રહ્યું છે.