Last Update : 31-July-2012, Tuesday

 
ડિમ્પલને રાજેશ ખન્નાની બે અબજની મિલકતમાંથી રાતી પાઈ પણ ન મળી

છેલ્લી ગર્લફ્રેન્ડ અનિતા અડવાણીને પણ ઠેંગોઃ ડિમ્પલ મોટું મન રાખી તેરમાની વિધિમાં સામેલ થઈઃ તમામ મિલકત બન્ને પુત્રીના નામે

મુંબઈ, તા. ૩૦
અભિનેત્રી ડિમ્પલ કાપડિયા બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની સેવામાં છેલ્લા બે મહીનાથી ખડેપગે હતી, પરંતુ રાજેશ ખન્નાએ તેની રૃ. ૨૦૦ કરોડની મિલ્કતમાંથી રાતી પાઈ પણ તેના નામે કરી નથી, એવું તાજેતરમાં તેમનું વસિયતનામું વાંચવામાં આવતા બહાર આવ્યું હતું. જોકે તેમ છતાં પણ ડિમ્પલ ગઈ કાલે પુત્રી ટ્વિન્કલ ખન્ના અને રિન્કી સાથે રાજેશ ખન્નાની તેરમાની વિધિમાં સામેલ થઈ હતી. કાકાએ તેમની તમામ મિલકત તેમની બન્ને પુત્રીઓના નામે કરી છે અને 'આશીર્વાદ' બંગલો પર પોતાનો હક સાબિત કરવા માટે ધમપછાડા કરી રહેલી લીવ ઇન પાર્ટનર અનિતા અડવાણીને પણ ઠેંગો દેખાડી દીધો છે.
રાજેશ ખન્નાએ મૃત્યુના પંદર દિવસ પહેલા તેમનું વસિયતનામું તૈયાર કર્યું હતું. તેમની તબિયત ખૂબ ખરાબ હતી. તેમણે પોતાના વકીલ પાસે વસિયતનામું લખાવી અને સહી કરી હતી, પરંતુ નબળાઈને લીધે હાથ ખૂબજ ધુ્રજતા હોવાથી અંગૂઠો પણ માર્યો હતો. આ કાયદાકીય પ્રક્રીયાની વિશ્વસનીયતા માટે વિડિયો શૂટિંગ કરવામાં આવ્યું હતું.
રાજેશ ખન્નાના મૃત્યુ બાદ તાજેતરમાં આ વસિયત વાંચવામાં આવી હતી. રાજેશ ખન્નાના વકીલે ડિમ્પલ, રિન્કી, ટ્વિન્કલ, અક્ષય કુમાર તથા રાજેશ ખન્નાના મિત્ર અને ડો. વાલવરકરની હાજરીમાં વસિયત વાંચી હતી. ડિમ્પલ કાપડિયાએ આખરી સમયે રાજેશ ખન્નાની ખૂબજ ચાકરી કરી હોવા છતાં તેના નામનો વસિયતમાં ઉલ્લેખ સુદ્ધા નથી. કાકાએ તેમની તમામ મિલકત પુત્રી ડિમ્પલ અને રિન્કીના નામે કરી છે. જોકે સકારાત્મક બાબત એ છે કે વસિયતમાં પોતાનું નામ ન હોવા છતાં પણ ડિમ્પલની વર્તણૂકમાં કોઇ ફેર પડયો નથી. તે રાજેશ ખન્નાની અંતિમવિધિમાં પણ સામેલ થઈ હતી અને ગઈ કાલે સવારે નવ વાગ્યે તેરમાની વિધિમાં પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે ડિમ્પલ માત્ર ૧૫ વર્ષની ઉંમરે તેનાથી ડબલ ઉંમરના રાજેશ ખન્નાને પરણી ગઈ હતી અને નિષ્ફળતા પર નિષ્ફળતા મળવાને લીધે રાજેશ ખન્ના દારુડિયો બની જતા દસ વર્ષના લગ્ન જીવન બાદ ડિમ્પલ તેને છોડીને જતી રહી હતી. જોકે તેણે કાકા સાથે છૂટાછેડા લીધા નહોતા.
રાજેશ ખન્ના છેલ્લા સવા બે મહીનાને બાદ કરતા આખરી દસ વર્ષમાં અનિતા અડવાણી સાથે રહ્યા હતા, પરંતુ અનિતાને તેમની મિલકતમાંથી એક ફદિયું પણ આપ્યું નથી. અનિતાના નામનો પણ કાકાની વસિયતમાં કોઇ ઉલ્લેખ નથી. 'આશીર્વાદ' બંગલોમાંથી કાઢી મૂકવામાં આવેલી અનિતાએ બંગલા પર પર પોતાનો હક સાબૂત રાખવા માટે કાકાને તેમના મૃત્યુના આગલા દિવસે જ નોટીસ ફટકારી હતી, પરંતુ કાકાની વસિયતમાં તેનો નામોલ્લેખ ન હોવાથી તેની આ બધી જ કવાયત વ્યર્થ જાય એમ લાગી રહ્યું છે.
રાજેશ ખન્નાની ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ 'આશીર્વાદ' બંગલોને મ્યુઝિયમ બનાવવામાં આવે અને તેમના તેમના કપડાં, વિવિધ ચીજવસ્તુઓ-આર્ટીકલ્સ વગેરે પ્રદર્શનમાં મૂકવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે તેમની અબજોપતિ બની ગયેલી પુત્રીઓ પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરે છે કે નહીં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved