Last Update : 31-July-2012, Tuesday

 

એનસીપી અને શિવસેનાની છાપ ખરડાઈ
મહારાષ્ટ્રના પ્રધાન કરોડોના વધુ એક કૌભાંડમાં સંડોવાયા

ગુલાબરાવ દેવકર અને શિવસેનાના સુરેશ જૈન વિરુધ્ધ ક્રિમિનલ કેસ

મુંબઈ, તા.૩૦
મહારાષ્ટ્રના પ્રધાન સામે તેમજ શિવસેના નેતા સાથે કરોડોના કૌભાંડ સંબંધે જળગાંવ પોલીસે ક્રિમિનલ કેસ કર્યો છે. એનસીપીના રાજ્ય કક્ષાના ટ્રાન્સપોર્ટ પ્રધાન ગુલાબરાવ દેવકર અને શિવસેનાના નેતા સુરેશદાદા જૈન વિરુધ્ધ ૪૨ કરોડના વાઘુર પાણી પુરવઠા યોજનામાં ગેરરીતિ સબબ આ કેસ થયો છે.
હજી થોડા વખત પહેલાં જ ગુલાબરાવ દેવકર અને સુરેશદાદા જૈન વિરુધ્ધ ૩૨ કરોડનાં જળગાંવ હાઉસિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ પોલીસ કેસ થયો હતો. આમ એનસીપી અને શિવસેનાની છાપ ખરડાઈ છે.
જળગાંવના અપક્ષ નગરસેવક નરેન્દ્ર ભાસ્કર પાટિલે મિડિયાને જણાવ્યું હતું કે મારી ફરિયાદને આધારે જળગાંવ પોલીસે દેવકર અને જૈન વિરુધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મારું નિવેદન પણ પોલીસે નોંધ્યું છે અને મને ખાતરી છે કે કાયદાનો અમલ કરતી એનજન્સી આ કેસનો ઉકેલ લાવશે.
પાટિલે ફરિયાદમાં જણાવ્યું હતું કે દેવકર જ્યારે કાઉન્સિલના ચેરમેન હતા એ વખતે બિલ્ડરને ફાયદો કરાવવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
પાટિલે એવો આક્ષેપ કર્યો હતો કે હાઉસિંગ ડેવેલપમેન્ટ કોર્પોરેશન પાસેથી ૨૨.૫૦ કરોડની લોન લઈને એડવાન્સ પેટે બિલ્ડરને આપવામાં આવી હતી. બિલ્ડરને વગર વ્યાજે આ લોન આપવામાં આવી હતી. બિલ્ડર આ કામ નિર્ધારિત મુદતમાં પુરું નહોતો કરી શક્યો. છતાં ટેન્ડરની શરત મુજબ તેને ૧૦ કરોડનો દંડ કરવામાં નહોતો આવ્યો.
આ બંને વિરુધ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૨૦ (ચિટીંગ), ૪૦૩ અને ૪૦૬ (વિશ્વાસઘાત), કલમ ૧૨૦ (ગુનાહિત ઈરાદે ષડયંત્ર રચવું) અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવા ઉપરાંત કલમ ૪૦૯ (સરકાર) કર્મચારી દ્વારા વિશ્વાસઘાત) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરવાની પાટિલે માગણી કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુધ્ધ ટુ-જી સ્પેકટ્રમ ગોટાળા પછી પહેલી જ વખત ૪૦૯ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
૩૨ કરોડના જળગાંવ હાઉસિંગ કૌભાંડની ફરિયાદ પણ પાટિલે જ કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved