Last Update : 31-July-2012, Tuesday

 

સંસારી મહિલાએ ધર્મની જ્યોત જલાવી

-૨૫૦૦ છોકરાઓને શિક્ષક અને પૂજારી બનાવ્યા

 


-વિદેશમાં સ્થાયી કર્યા

અમદાવાદ, સોમવાર
સજ્જનનું કાર્ય અત્તરની બંધ પડેલી બાટલીને ખોલી નાખવી ને ખુલ્લી રહી ગયેલી ગટરને વહેલી તકે ઢાંકી દેવી તે છે. મૃદુલાબેન નામની સેવાભાવી જૈન મહિલાએ પણ આજીવન આ જ કામ કર્યું છે અને એ પણ એકલે હાથે.
સૌરાષ્ટ્રના નાનકડા પાળીયાદ ગામે ચુસ્ત જૈન પરિવારમાં એમનો જન્મ થયેલો એટલે બાળપણથી જ જાણે જૈન ધર્મ ગળથૂથીરૃપે ગળામાં ઉતરી ગયો હોય તેમ કુમળી વયે જ સાધ્વીની જેમ ધર્મનો મર્મ સમજવાની જિજ્ઞાાસાએ એમના જીવનની દિશા બદલી નાખી હતી. બાળપણથી જ એમને રમતના મેદાન કરતાં ઉપાશ્રયનું આંગણું વધારે આકર્ષતું, ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું એટલે કોઈ રોકટોક નહોતી. પરિણામે પાઠશાળા અને ઉપાશ્રયમાં આખો દિવસ વીતી જતો.
આમ બાલ્યાવસ્થામાં રમતોનો આનંદ ઓછો પણ સાધુ-સંતોનો સત્સંગ વધારે મળતો જેના પરિણામે જીવન ધર્મના રંગે રંગાતું ગયું. જો કે ભણવામાં પણ એટલી જ રૃચી હતી. એટલે શાળાનું શિક્ષણ મેળવ્યા બાદ કોલેજનું શિક્ષણ લીધું. શિક્ષણ અને ધર્મ, બંનેમાં એ ગળાડૂબ હતા ને એક તબક્કે દીક્ષા લઇને સાંસારિક સુખો ત્યજીને ધર્મના માર્ગે જવાનું પણ એમણે નક્કી કરી લીધું હતું પણ ભણવામાં તેજસ્વી હોવાથી શિક્ષણનો સાથ ન છોડયો ને ગ્રેજ્યુએટ થયા.
એમને ડિગ્રી મળી એટલે મા-બાપને એના લગ્નની ચિંતા થઇ ને મુરતિયો શોધવામાં લાગી ગયા. દીકરી બધી દ્રષ્ટિએ લાયક હતી એટલે વડોદરા તાલુકાના બોડેલીમાં રહેતા એક યુવક સાથે વાત પાકી થઇ ને થોડા જ સમયમાં દીકરીના હાથ પીળા કરી સાસરે વળાવી.
એક દિવસ અનાયાસે તેઓ જીવદયાની પ્રવૃત્તિ કરતા ભણશાળી ટ્રસ્ટના સંપર્કમાં આવ્યા ને એમની અતૃપ્ત ઇચ્છાઓને ઈજન મળ્યું.
તરત એમણે ટ્રસ્ટમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી એટલે એમને દેરાસરનું, જીવદયાનું, પાઠશાળાનું અને વ્યસનમુકિતનું કામ સોંપાયું. મૃદુલાબેનને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો.
બાળપણમાં જ મનમાં રોપાયેલાં પરમાર્થના બીજમાં અંકૂર ફૂટવા લાગ્યા. મૃદુલાબેને એમને સોંપાયેલી જવાબદારી હસતે મોંએ ઉપાડી લીધી. કામ દેખાતું હતું એટલું સહેલું ય નહોતું છતાં કંઇક શરૃઆત કરવી જ છે એવા મક્કમ નિર્ધાર સાથે એમણે નાનાં નાનાં ગામડાઓમાં ફરવા માંડયું.
તેઓ ત્યાં જતા અને નિરક્ષર ભાઈ-બહેનોને ભેગા કરી બેઠકો યોજતા જેમાં વ્યસનોનાં માઠાં પરિણામ જણાવી વ્યસન મુક્ત બનવા સમજાવતા. ગામડાઓમાં ગરીબ ખેડૂતો એમના ગાય-ભેંસ કસાઈઓને વેચી દેતા હોવાથી જીવદયાનો મર્મ સમજાવી ઢોરોને પાંજરાપોળમાં મોકલવા સમજાવતા.
એ સમયે અંતરિયાળ ગામડાઓ સુધી પાકા રસ્તા કે વાહનોની સુવિધા નહોતી છતાં એમણે ક્રમ તોડયો નહીં તે રોજ ચાલતા જતા ને જુદા જુદા ગામોમાં બેઠકો યોજતા. ગામડા સુધી પહોંચવાના રસ્તા જ માત્ર કઠિન નહોતા, ગામડાના લોકોને સમજાવવા તો વળી ઓર કઠિન કામ હતું ને ઉપરથી વિરોધ સહન કરવો પડતો હતો તે અલગ. પૌરાણિક યુગમાં જયારે રાજા મહારાજાઓ ને ઋષિમુનિઓ લોકકલ્યાણાર્થે યજ્ઞાો કરતા ત્યારે રાક્ષસો જેમ હવનમાં હાડકા નાખી શુભકાર્યમાં વિઘ્નો નાખતા તેમ ગામડાઓના કેટલાક માથાભારે તત્વો પણ મૃદુલાબેનનો વિરોધ કરતા. પરંતુ તેમનું મનોબળ એટલું મજબુત હતું કે 'ડગલું ભર્યું કે ના હટવું..'ની જેમ જરાય ડર્યા વિના કે વિચલિત થયા વગર ગામમાં જતા ને લોકોને સમજાવવાનું સતત ચાલુ રાખતા.
તેમનું મિશન વ્યસનમુકિત કે જીવદયા પૂરતું મર્યાદિત નહોતું. બાળકોને શરૃઆતથી જ સારા સંસ્કાર મળે એ માટે પણ તેઓ ગામડાઓમાં જતા. કેટલીક જગ્યાએ તો તેમણે પાઠશાળાઓ પણ શરૃ કરાવેલી જયાં બાળકોને તેમના માતાપિતાને પગે લાગવું, કોઇપણ જીવને મારવો નહીં, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, સ્વચ્છતા રાખવી, રોજ ભગવાનની પૂજા કરવી ને ધાર્મિક અભ્યાસ કરાવવાની ટેવ પડાતી.
આમ મૃદુલાબેનની મહેનત રંગ લાવી. એમણે જયાં જયાં પગ મૂક્યો ત્યાં ત્યાં હૃદય પરિવર્તન થયાં. એમની સેવાની સુવાસ દૂર દૂર સુધી ફેલાતી ગઈ. નાસ્તિક લોકોને આસક્ત બનતા જોઈ એમનો જુસ્સો બેવડાતો ગયો અને એમનું કાર્યક્ષેત્ર પણ બેવડાતું ગયું ને એક સમય એવો આવ્યો કે તેમને સહાયકોની જરૃર પડી. ધર્મ અને શિક્ષણ માટે તે જરૃરી પણ હતું એટલે એના વધુ પ્રચાર ને પ્રસાર માટે એમણે બોડેલીમાં શિબિરોનું આયોજન કર્યું. જેમાં ધાર્મિક શિક્ષકો ઉપરાંત ગામડાંના એસએસસી ભણેલા છોકરાઓને સમજાવીને ભાગ લેતા કર્યા. આ શિબિરોમાં એ છોકરાઓને પૂજા-પાઠની તાલીમ અપાતી ને પછી જયાં જરૃર હોય ત્યાં મોકલી અપાતા.
પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય લાગે એવું કામ હતું પણ વાસ્તવમાં એનાં ફળ કેટલાં મીઠાં છે એની બધાને પાછળથી ખબર પડી.
એમની શિબિરમાં ભાગ લઈને અત્યાર સુધી ૨૫૦૦ જેટલા છોકરાઓ તૈયાર તયા છે ને એની માન્યામાં ન આવે એવી ફળશ્રુતિ એ છે કે આ અઢી હજાર છોકરાઓને તૈયાર કરીને એમણે વિદેશ મોકલ્યા છે જયાં તે બધા શિક્ષણ અને પૂજાની વફાદારીપૂર્વક સેવાઓ આપે છે ને સારી આવક પણ મેળવે છે.
આજે પણ કોઈ દેરાસરમાં પૂજારીની જરૃર હોય તો લોકો મૃદુલાબેનને ફોન કરે છે. સાવ પછાત ગામડાંમાં ઉપેક્ષિત જીવન જીવતા સરનામા વિનાની ટપાલ જેવા છોકરાઓને એમણે મફત રહી શકે એવું ઠેકાણું અપાવ્યું છે ને સારો પગાર પણ. તેઓ માત્ર આટલું જ નથી કરતા. ભોજનશાળા, ધર્મશાળા, સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે તે બધી વ્યવસ્થા કરતા રહે છે. આ ઉપરાંત ગામડામાં ઘર દેરાસર બનાવી આપવા, શ્રીમંતોનો સંપર્ક કરી શિખરબંધી દેરાસર બનાવરાવવાનું કામ તેઓ અંગત રસ લઇને કરે છે. એટલું જ નહીં દેરાસર માત્ર જોવાનું નહીં પણ ભક્તિ કરવાનું ધામ છે એ વિચાર લોકોના હૃદયમાં સતત પ્રજવલિત રહે એ માટે તેઓ પ્રેરક વચનો પણ કહેતા રહે છે.
ધર્મના આચરણ માટે સતત જાગૃત મૃદુલાબેન પોતે પણ અત્યંત ધાર્મિક હોવાથી અઠ્ઠાઈ તપ, વર્ષીતપ, માસક્ષમણ જેવા અનેક તપ કર્યા છે એટલું જ નહીં બધી જવાબદારીઓ વચ્ચે ઘરસંસાર પણ એમણે ખૂબ સારી રીતે ચલાવી જાણ્યો છે. એમના આ સદકાર્યમાં પતિ, પુત્ર અને પુત્રીએ પણ એમને સતત સહયોગ અને પ્રોત્સાહન આપ્યું છે.
છેલ્લાં ૨૦ વર્ષથી મૃદુલાબેનનો આ સેવાયજ્ઞા અવિરત ચાલે છે. જયાં જયાં એમનાં પગલાં થયાં છે ત્યાં ત્યાં ધાર્મિક - સામાજિક પરિવર્તન આવ્યું છે.
મૃદુલાબેન એક એવા સન્નારી છે જેમણે સંસારમાં રહીને પણ સાધુની ફરજ અદા કરી છે ને સિદ્ધ કરી આપ્યું છે કે સમાજમાં ધર્મની જયોત જગાવવા માટે સંન્યાસ લેવો અનિવાર્ય નથી. સંસારી પણ સંન્યાસીનું કામ બખૂબી પાર પાડી શકે છે.
એમણે એ વાતની પણ ખાતરી કરાવી છે કે માનવીના મનમાં ધર્મના મૂળ ઊંડા હશે તો ભૂંડામાં ભૂંડા અનિષ્ટો પણ એને સ્પર્શી નહીં શકે. અનિષ્ટો ક્ષણિક આનંદ આપે છે. જયારે ધર્મનું આચરણ જીવનભરના સુખ અને સંતોષ બક્ષે છે. માટે ધર્મને વળગી રહો કારણ કે જૈન શાસન સુંદર હોસ્પિટલ છે, જિનેશ્વર દેવ ડૉકટર છે, શ્રાવક-શ્રાવિકાઓ દર્દીઓ છે, ગુરૃદેવો આસિસ્ટન્ટ ડોકટરો છે ને ધાર્મિક ક્રિયા શાતા પમાડનાર દવા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved