Last Update : 31-July-2012, Tuesday

 

સતત ૧૫ કલાક સુધી નોર્ધન ગ્રીડમાં ટેક્નિકલ ખામી
ઉત્તર ભારતનાં નવ રાજ્યોમાં વીજળી ખોરવાતાં અંધારપટ

૩૦૦ ટ્રેન સેવાને અસર ઃ ઓફિસે જતા લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ઃ પાણી પુરવઠો પ્રભાવિત

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
વહેલી સવારે નોર્થન ગ્રીડમાં ખામી સર્જાતા જોવા મળેલી દાયકાની સૌથી ખરાબ વીજ કટોકટીની પગલે ઉત્તર ભારતનાં નવ રાજ્યોમા સતત ૧૫ કલાક વીજળી ડૂલ થઇ જતાં અંધારપાટ છવાઇ ગયો હતો અને કલાકો સુધી લોકોનું સામાન્ય જીવન પ્રભાવિત થયુ હતું.
સવારે ૨.૩૫ કલાકે ગ્રીડમાં ખામી સર્જાતા રેલવે, દિલ્હી મેટ્રો અને પાણી પુરવઠા જેેવી સેવાઓ પ્રભાવિત થતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સવારનાં સમયમાં જ મેટ્રો સેવા પ્રભાવિત થતા દિલ્હીમાં ઓફિસ જનારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. રાજધાની, શતાબ્દી અને દુરોન્તો સહિતની ૩૦૦ ટ્રેનોની સેવાઓ ખોરવાઇ ગઇ હતી.
દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં વીજળી ડૂલ થઇ જતાં અંધારપાટ છવાઇ ગયો હતો. બપોરે ઊર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે ૬૦ ટકા વીજ પુરવઠો ફરીથી શરૃ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર ભારતનાં પાવર જનરેટિંગ સ્ટેશનોમાં ખામી સર્જાતા ભુતાન તથા ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ગ્રીડમાંથી વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થિતિ સામાન્ય થતાં વધુ કેટલાક કલાક લાગશે. ૮૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતી દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની એનટીપીસીનાં છ પાવર પ્લાન્ટ પ્રભાવિત થયા હતાં.
દિલ્હી ઉર્જા પ્રધાન હારૃન યુસુફે પાડોશી રાજ્યો પર વધુ વીજળી ખેંચવાનો આરોપ મૂક્યો હતો. ૨૦૦૨ પછીની વીજળી ડૂલ થવાની આ સૌથી મોટી ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

 

અંધારપટ ઃ અકસ્માતોની હારમાળા ૬૯ મૃત્યુ ઃ સોમવારનો દિવસ ગોઝારો
નવી દિલ્હી, તા.૩૦
૩૦ જુલાઈનો દિવસ મુસાફરો માટે ગોઝારો સોમવાર સાબિત થયો હતો. વીજ પ્રણાલીની નોર્ધન ગ્રીડ ફેલ થતાં ૯ રાજ્યોમાં અંઘારપટ છવાઈ ગયો હતો. બીજા બનાવમાં તમિલનાડુ એક્સપ્રેસમાં આંધ્ર પ્રદેશના નેલ્લોર ખાતે આગ લાગતા ૩૨ જણાનાં મૃત્યુ નિપજ્યા હતા. પંજાબને અમૃતસર ખાતે એક માનવ રહીત ક્રોસિંગ પર સ્કૂલ બસ અને રેલ્વે ટકરાતા પાંચ બાળકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે ૧૯ ગંભીર રીતે ઘવાયા હતા.
નોર્ધન ગ્રીડ ફેલ થતાં ૯ રાજ્યોમાં અંઘારપટ પંજાબમાં સ્કૂલ બસ - રેલ્વે અકસ્માત
હરિયાણાના ભિવાંની ખાતે શ્રધ્ધાળુઓને લઈને જતી એક મીની ટ્ર (કેન્ટર) ટ્રક સાથે ટકરાતા ૨૨ જણાના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે ૧૦ જણા સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. ૧૫ જણા ઘાયલ થયા હતા જેમની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. યાત્રાળુઓ ટેમ્પામાં રાજસ્થાનના ધુલધામારી મંદિરે દર્શન કરીને હરિયાણાના કેથલ જીલ્લામાં કાલયત દઈ રહ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved