Last Update : 31-July-2012, Tuesday

 

આંધ્રમાં નેલ્લોર ગામ પાસે પ્રવાસીઓ ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે જ કાળ ભરખી ગયો
દિલ્હી ચેન્નાઇ એક્સ્પ્રેસ ટ્રેનના ડબ્બામાં આગમા ૩૨નાં મોત

૨૫ દાઝ્યા ઃ વહેલી સવારે દુર્ઘટના ઃ ભાંગફોડની શક્યતા જોતાં રેલમંત્રી રોય

(પી.ટી.આઈ.) નેલ્લોર, તા.૩૦
દિલ્હી-ચેન્નઈ તામિલનાડુ એક્સપ્રેસના એસ-૧૧ ડબ્બામાં આગ ફાટી નીકળતા ૩૨ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૨૫ જણ દાઝી ગયા છે. દિલ્હીથી ચેન્નઈ તરફ જઈ રહેલી આ ટ્રેન આંધ્ર પ્રદેશના નેલ્લોર પાસેથી પસાર થતી હતી ત્યારે તેમાં આગ લાગી હતી કેટલાક લોકોના મતે રેલ્વેમાં આગ પૂર્વ વિસ્ફોટ થયાની રજુઆત કરાઈ છે. રેલ્વે મંત્રી મુકુલ રોયે ભાંગફોડની શક્યતા નકારી નથી.
આ રેલ્વેમાં નેલ્લોરના સ્ટેશન મેનેજરે વહેલી સવારે ૪ઃ૧૫ કલાકે ડબામાં આગ લાગેલી જોઈ હતી. જ્યારે નેલ્લોર નજીકના એક લેવલ ક્રોસીંગ પર ગેટમેને વિસ્ફોટ થયા બાદ આગ લાગ્યાનું જણાવ્યું હતું. આગ લાગી ત્યારે આ ટ્રેન ૧૧૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે આગળ ધપતી હતી. નેલ્લોરમાં આગની જાણકારી મળતા જ સ્ટેશન મેનેજરે તાત્કાલીક અધિકારીઓને જાણ કરી હતી. સાથો સાથ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ જાણ કરી દેતા બે ફાયર ફાઈટરે તાત્કાલીક આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ વહેલી સવારે આગ લાગી હોવાથી મોટાભાગના લોકો ઊઘમાં હોવાથી બચવા અસમર્થ બનીને ભોગ બની ગયા હતા. મૃત્યુ પામનારાઓ ના મૃતદેહ એ હદે વિકૃત થયા છે કે તેમની ઓળખ મુશ્કેલ બની ગઈ છે.
રેલ્વે મંત્રી મુકુલ રોયને વડા પ્રધાનને ભોગ બનનારને તમામ સહાય પુરી પાડવા તાકીદ કરી છે. રોયે આ બનાવ અંગે તત્કાલ કોઈ કારણ આપવાનો ઈન્કાર કરતા ભાગફોડની શક્યતાનો પણ ઈન્કાર કર્યો નથી. સાથોસાથ કોઈ મુસાફર જ્વલનશીલ પદાર્થ લઈ જતો હોય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમણે મૃત્યુ પામનારના નિકટના સબંધીને પાંચ લાખ, ગંભીર રીતે દાઝી ગયેલાને એક લાખ જ્યારે સામાન્ય દાઝેલાને ૨૫,૦૦૦ સહાય આપવા જાહેરાત કરી છે.
નેલ્લોર જીલ્લા કલેક્ટર શ્રી. શ્રીધરે જણાવ્યું હતું કે ટોઈલેટ નજીક લાગેલી આગને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાય છે. તેમના મત હેજી ડબામાં તપાસ ચાલે છે અને મૃત્યુ પામનારાનો આંકડો ૩૫ને પાર કરી જાય તેવી શક્યતા છે. ૨૫ મુસાફરોને દાઝેલી અવસ્થામાં વિવિધ હોસ્પીટલમાં ખસેડાયા છે જ્યારે ૧૪ મુસાફરો પૂર્ણ સલામત બચી ગયા છે. રેલ્વેએ દક્ષણિ મધ્ય રેલ્વે સર્કલના રેલ્વે સેફ્ટી કમીશનર ડી.કે. સિંઘને ઘટનાની તપાસ કરવા હુકમ કરી દીધો છે. જ્યારે તામિલનાડુની જયલલિતા સરકારે મૃત્યુ પામનારના સગાને એક લાખ જ્યારે દાઝેલાને ૨૫,૦૦૦ રૃા. મુખ્ય પ્રધાન રાહત નીધિમાંથી આપવાની જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશ સરકારે મુખ્ય સચીવને નેલ્લોર પહોંચીને ત્યાં દાઝેલા તેમજ મૃત્યુ પામેલાના સબંધીઓને તમામ સહાય પુરી પાડવા તાકીદ કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved