Last Update : 31-July-2012, Tuesday

 

વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો દ્વારા
RBI દર ઘટાડશે તેવા આશાવાદે સેન્સેક્સ ૩૦૪ પોઇન્ટ ઉછળ્યો

રેટ આધારિત શેરોમાં નીકળેલી નવી લેવાલી ઃ નિફ્ટીમાં પણ ૧૦૦ પોઇન્ટ વધ્યા

અમદાવાદ, સોમવાર
ધિરાણ નીતિને સમીક્ષા માટે રિઝર્વ બેંકની આવતીકાલે (૩૧ જુલાઈ) મળનારી બેઠકમાં દરમાં ઘટાડો થવાના પ્રબળ આશાવાદ પાછળ તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ રેટ આધારિત શેરોની આગેવાની હેઠળ બજાર ઝડપથી આગળ વધ્યું હતું જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૩૦૪.૪૯ પોઇન્ટ ઉછળીને પુનઃ ૧૭૦૦૦ની સપાટી હાંસલ કરીને ૧૭૧૪૩.૬૮ની એક સપ્તાહ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
રિઝર્વ બેંકે આવતીકાલે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની નાણાંકીય નીતિની સમીક્ષા કરશે ધિરાણ નીતિની સમીક્ષા માટેની આ બેઠકમાં રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવો પ્રબળ આશાવાદ બજારમાં પ્રવર્તી રહ્યો હતો. બીજી તરફ વૈશ્વિક સ્તરે દેવાના ડુંગર હેઠળ દટાયેલા યુરો ઝોનને ઉગારવા યુરોપીયન સેન્ટ્રલ બેન્ક તમામ પ્રયાસ હાથ ધરશે. તો બીજી તરફ યુ.એસ. ફેડરલ પણ અર્થતંત્રને સ્પર્શતા જરૃરી પગલા ભરવા સક્રિય બન્યું હોવાના અહેવાલોની વૈશ્વિક શેરબજારો પર સાનુકૂળ અસર થવા પામી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મજબૂતાઈ સાથે થયા બાદ સત્ર દરમિયાન ચાલુ રહેલ નવી એકધારી લવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ પણ અવિરત જળવાઈ હતી. આગેવાન કંપનીઓ દ્વારા જાહેર થયેલા સાનુકૂળ પરિણામોએ તેમજ ચોમાસુ ખેંચાતા સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા કન્ટીજન્સી પ્લાન રજૂ કરાશે તેવા અહેવાલોએ બજારની તેજીને વેગ પૂરો પાડયો હતો અને કામકાજના અંતે સેન્સેક્સ મહત્ત્વની એવી ૧૭૦૦૦ પોઇન્ટની સપાટી ઉપર જ બંધ રહ્યો હતો. આજે બીએસઇના તમામ ૧૩ ક્ષેત્રિય ઇન્ડેક્સ પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.
ઉપરોક્ત અહેવાલો પાછળ એનએસઇ ખાતે પણ નીકળેલી નવી લેવાલીએ સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. જેના પગલે કામકાજના અંતે એનએસઇનો નિફ્ટી આંક પણ ૯૯.૯૫ પોઇન્ટ ઉછળીને ૫૧૯૯.૮૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ ૩૦૪ પોઇન્ટના સંગીન ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંમતિમાં (બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન) રૃા. ૧ લાખ કરોડનો વધારો થતા તે રૃા. ૬૦.૪૫ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આજે ૧૬૦૦ શેર સુધારા તરફી હતા જ્યારે ૧૧૪૩ શેરોમાં પીછેહઠ થવા પામી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved