Last Update : 31-July-2012, Tuesday

 

૧૦ મીટર એરરાઇફલ ઇવેન્ટમાં ગગનની સિદ્ધિ
ઓલિમ્પિકમાં ભારતે ખાતું ખોલાવ્યું ઃ ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો

હરિયાણા સરકારે રૃા. એક કરોડના ઇનામની જાહેરાત કરી ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અભિનંદન પાઠવ્યા
બેઇજીંગનો ગોલ્ડ મેડલિસ્ટ બિન્દ્રા ક્વોલીફાય પણ ન થઈ શક્યો
લંડન, તા. ૩૦
ગગન નારંગે આ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવતા આજે ૧૦ મીટર એરરાઇફલ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતમાં સાંજ સુધીમાં આ સમાચાર પ્રસરી જતાં રમતગમતના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ગગન નારંગને દેશ-વિદેશના ભારતીયોએ ગૌરવ વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમજ રાજકીય નેતાઓએ, સેલિબ્રિટીઓએ પણ ગગન નારંગની આ સિદ્ધિને બિરદાવી હતી. ગગન હરિયાણાનો વતની હોઈ તેને માટે મુખ્યમંત્રીએ રૃા. ૧ કરોડના ઇનામની જાહેરાત કરી હતી. હજુ બીજા કેટલાયે ઇનામો- સન્માનોની જાહેરાત નિશ્ચિત છે.
જો કે, જેની પાસેથી પણ મેડલની આશા રાખવામાં આવતી હતી તેવા ભારતના બેઇજિંગ ઓલિમ્પિકમાં આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જનાર અભિનવ બિન્દ્રા ફાઇનલ રાઉન્ડમાં જ ક્વોલીફાય ન થતાં બધા નિરાશ થયા હતા. બિન્દ્રાએ ક્વોલિફાઇંગના ૪૭ સ્પર્ધકોમાંથી ૧૬માં રહીને કંગાળ દેખાવ કર્યો હતો. એક રીતે જોઈએ તો ૨૦૦૦૮ની ઓલિમ્પિકનો ગોલ્ડ આજે ભારતના બ્રોન્ઝમાં ફેરવાઈ ગયો છે. આમ છતાં ગગને ખાતું ખોલાવતા અન્ય ખેલાડીઓમાં એક પ્રકારનો જુસ્સો તો કેળવાશે.
ગગન નારંગે ૭૦૧.૧નો બ્રોન્ઝ મેડલ સ્કોર કરતા અગાઉ ક્વોલીફાઇંગ રાઉન્ડમાં ચોથા રહેતા ૫૯૮નો સ્કોર કર્યો હતો. રોમાનીયાના અલીન જ્યોર્જ ૭૦૨.૧ અને વર્લ્ડ ચેમ્પિયન ઇટલીના કેમ્પ્રીનીએ ૭૦૧.૫નો સ્કોર કરતા સિલ્વર મેડલ જીત્યો હતો.
એક તબક્કે ચાર શોટ બાદ તેનો સ્કોર જોતા તેની સિલ્વર મેડલ જીતવાની પણ આશા ઉભી થઈ હતી. ભારતનો ઓલિમ્પકના ઇતિહાસમાં ૨૦૦૪માં એથેન્સમાં અને આ જ ઇવેન્ટમાં ગગન નારંગ બ્રોન્ એમ કુલ ત્રીજો જ શુટિંગ મેડલ તમામ ઇવેન્ટનો વ્યક્તિગત આઠમો મેડલ છે.
બિન્દ્રા ગોલ્ડ મેડલ જીત્યો હોત તો તે સતત બે ઓલિમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર સૌ પ્રથમ શૂટર બન્યો હોત.
ગગન નારંગને હજુ શુટિંગના બે પ્રોન ઇવેન્ટમાં ભાગ લેવાનો બાકી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved