Last Update : 31-July-2012, Tuesday

 

ગોધરાકાંડ પછીના વીસનગરના બહુચર્ચિત
દીપડા દરવાજા હત્યાકાંડમાં ૨૧ને જન્મટીપ

તત્કાલીન પીઆઇ એમ. કે. પટેલને એક વર્ષની કેદ કોર્ટે નિર્દોષ ઠરાવેલા ૬૧ આરોપીમાં ત્રણ મહિલાઓ

મહેસાણા, તા. ૩૦
મહેસાણા જિલ્લા અદાલતોના ડેઝીગ્નેટેડ સ્પેશીયલ જજ કુમારી એસ. સી. શ્રીવાસ્તવે આજરોજ વિસનગરના ચકચારભર્યા દીપડા દરવાજાના સામુહિક હત્યાકાંડ કેસનો ચુકાદો જાહેર કરતાં ૨૧ આરોપીને ગુનેગાર ઠરાવી જન્મટીપની સજા ફરમાવી હતી જ્યારે વીસનગર પોલીસ મથકના તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. પટેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુનેગાર ઠરાવીને એક વર્ષની કેદ ફરમાવી હતી. ચકચારભર્યા આ હત્યાકાંડના કુલ ૮૩ આરોપીમાંથી ૬૧ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. જેમાં ત્રણ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ભા.જ.પ.ના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રહલ્લાદભાઈ ગોસા તથા વિસનગર નગરપાલિકાના ભા.જ.પ.ના ભૂતપૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલને પણ છોડી મૂકવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૨૦૦૨ના વર્ષમાં ગોધરા રમખાણો વખતે મહેસાણા જિલ્લાના વિસનગરમાં દિપડા દરવાજા વિસ્તારમાં ટોળાએ હુમલો કરી લઘુમતી કોમના એકજ પરિવારના ૧૧ સભ્યોની હત્યા કરી હતી.
ગોધરા રેલ્વે સ્ટેશને તા. ૨૭મી ફેબુ્રઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં પેટ્રોલના કેરબા ઢોળીને આગ લગાડવાની ઘટનામાં ૫૩ કારસેવકોના મોત નિપજ્યા હતા. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની આ હિચકારી- જધન્ય ઘટનાના પ્રત્યાઘાતરૃપે રાજ્યમાં હિંસક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જે પૈકી સામુહિક હત્યાકાંડ દ્વારા હાહાકાર મચાવી મૂકનાર નવ બનાવો પૈકીના એક બનાવમાં વિસનગરના દીપડા દરવાજા હત્યાકાંડનો સમાવેશ થતો હતો.
વિસનગર શહેરના દીપડા દરવાજા નજીક રહેતા લઘુમતી કોમના પરિવારના મકાન ઉપર ઘાતક શસ્ત્રોથી સજ્જ એવા હિંસક ટોળાએ હુમલો કરીને ૧૧ સભ્યોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. મૃતકોમાં પરિવારની ૬૫ વર્ષીય વૃદ્ધ સ્ત્રી તથા બે માસુમ બાળકોનો સમાવેશ થતો હતો. સુપ્રીમ કોર્ટના આદેશથી નિયુક્ત થયેલી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે આ કેસની તપાસ કરીને શરુઆતમાં ૮૩ આરોપીઓના વિરુદ્ધમાં ચાર્જ ફ્રેઇમ કર્યા હતા. જો કે, આ કેસના ફરિયાદી મહંમદ અકબાલ બલોએ વધુ આરોપીઓનો આ ગુનામાં સમાવેશ કરવા અરજી રજૂ કરી હતી. આ અરજીને ગ્રાહ્ય રાખીને ભા.જ.પ.ના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ ગોસા તથા વિસનગર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલનો આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ આ ગુનામાં ત્રણ સ્ત્રીઓ સહિત કુલ ૮૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેસની કાર્યવાહી દરમ્યાન એક આરોપી મૃત્યુ પામ્યો હતો. જ્યારે બીજો આરોપી આ બનાવ બન્યો ત્યારે સગીર વયનો હતો. આથી આ બાળ અપરાધી સામેનો કેસ અદાલતે અલગ પાડીને જુવેનાઇલ કોર્ટમાં મોકલી આપ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન ૧૬૭ સાક્ષીઓની જુબાની નોંધવાાં આવી હતી જેમાં મુખ્ય ૧૨ સાક્ષી કે જેમનો નજરે જોનાર મહત્ત્વના સાક્ષી તરીકે સમાવેશ થતો હતો. આ કેસમાં ૧૦ આરોપીઓના વિરુદ્ધમાં કોઈ જ ગુનો પુરવાર થતો નથી તેવું ઠરાવીને કોર્ટે તેમને છોડી મૂક્યા છે જ્યારે અન્ય આરોપીઓને શકનો લાભ આપીને છોડી મૂક્યા છે.
સવારથી કોર્ટ કમ્પાઉન્ડમાં ૮૪ જેટલા આરોપીઓના પરિવારો ઉપસ્થિત રહેતાં કોર્ટ કમ્પાઉન્ડમાં ભારે ચહલપહલ રહી હતી. ચુકાદાને પગલે કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું હતું. કોર્ટનો ચુકાદો આવતાં જ કોર્ટમાં ભારે અજંપાભરી સ્થિતી સર્જાવા પામી હતી. સજા પામેલાઓના પરિવારોમાં ગમગીની અને રોકકળના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે નિર્દોષ છૂટનારા પરિવારોમાં ખુશીની લહેર વર્તાતી હતી.
વિસનગર દિપડાકાંડનો સમગ્ર કેસ વિગતો આ મુજબ છે. ૨૮-૨-૨૦૧૨ના રોજ વિસનગર શહેરના દિપડા દરવાજા પાસે આવેલ રાંદલ માતાના મઢમાં આરોપીઓ ભેગા થઈ ગુનાહિત હેતુ પારપાડવા એકબીજા સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. પછીથી આયોજન કરી દીપડા દરવાજા પાસે આવેલ ચુંડીવાસમાં રહેતા લઘુમતી કોમના મહોલ્લામાં દેકારા, પડકારા સાથે પથ્થરમારો કર્યો હતો. સાંજના ૪-૩૦ રાત્રીના ૮-૩૦ વાગ્યા દરમ્યાન લઘુમતીકોમના લોકો પર ધારીયા, તલવાર, બરછી, લાકડી, ત્રિશુલ, કુહાડી વિગેરેથી ઘા કરી સાહેદોને ઈજા પહોંચાડેલી તેમજ સળગતા કાકડાઓથી ઘરોને અન્ય મિલકતોને સળગાવી નુકશાન કરી લઘુમતિ કોમના માણસોને જાનથી મારી નાખવાનો ગંભીર પ્રકારનો ઈરાદો પાર પાડવાનો હતો તે પૈકી ચુડીવાસમાં રહેતા લઘુમતી કોમના એક પરિવારના ૧૧ સભ્યોને જીવતા સળગાવી દઈ તેના અવશેષો માલવ તળાવ પાસે જઈ સળગાવી નાશ કરી દેવાયા હતા.
આ તોફાની હુમલામાં યુસુફખાન પઠાણનું પરિવાર જેમાં પાંચ મહિલા, ૪ બાળકો અને એક પુરૃષનો સમાવેશ હતો. આ પછી આ તોફાની ટોળાએ માલવ તળાવ નજીક પુરાવાઓનો નાશ કરી સળગાવી દેવાયા હતા ત્યારબાદ ફરીયાદીએે હાઈકોર્ટમાં રીટ કરતાં એસ.આઈ.ટી.ને તપાસ સોંપી હતી.
મહેસાણા કોર્ટમાં આરોપીઓના સગા-વ્હાલા સવારથી જ ટોળેટોળામાં ઉમટી પડયા હતા. ચુકાદો આવતાં કોર્ટ સંકુલમાં ભારે સન્નાટો વ્યાપી ગયો હતો. સજા પામનાર આરોપીઓના પરિવારોમાં ચિંતાના વાદળો છવાયા હતા.
આજના ચુકાદામાં કલમ , ૧૪૬, ૧૪૭, ૧૪૯, ૩૦૭, ૧૨૩, ૧૩૭માં કસુરવાર ઠેરવી ૨૧ આરોપીને જન્મટીપની સજા તથા ૪૯ આરોપીઓને શંકાનો લાભ આપી તેમજ ૧૦ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે તત્કાલીન પી.આઈ. એમ.કે.પટેલને કલમ ૨૧૭ અને ૨૧૮ અન્વયે એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે આ ચુકાદામાં એસ.આઇ.ટીની તપાસનો રિપોર્ટ ફરીયાદીપક્ષે વકીલ હયાતશેખ અને સરકારી વકીલ મુકેશ બ્રહ્મભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ કોર્ટના જજ. કુમારી એસ.સી.શ્રીવાસ્તવે ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદાના પગલે મંગળવારના રોજ વિસનગર સ્વયંભૂ બંધ રહેશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી હતી.

 

જન્મટીપની સજા પામેલ આરોપીઓ
(૧) બીપીન બાબુભાઈ પટેલ
(૨) ભીખાભાઈ નારાયણદાસ પટેલ
(૩) વિપુલ નારણભાઈ પટેલ
(૪) રાજેશ રણછોડલાલ પટેલ
(૫) ચીમનલાલ કચરાભાઈ પટેલ
(૬) ધીરૃભાઈ ભીખાભાઈ પટેલ
(૭) પરીમલ ઉર્ફે જેઠો બાબુભાઈ પટેલ
(૮) અશોક ઉર્ફે સેન્ટીંગ શંકરલાલ પરમાર
(૯) રણજીત ઉર્ફે લાલો રામભાઈ પટેલ
(૧૦) વિજય ઉર્ફે ભાણો ચંદ્રકાન્તભાઈ પટેલ
(૧૧) રાજ્ઞોશ ઉર્ફે લાલો કાન્તિલાલ પટેલ
(૧૨) આનંદ ઉર્ફે બાડો ભોગીલાલ પટેલ
(૧૩) જયેશ બાબુલાલ પટેલ
(૧૪) જયેશ કાન્તિલાલ પટેલ
(૧૫) યોગેશ ઉર્ફે ચોક્સી ઉર્ફે લકી ચીમનલાલ પટેલ
(૧૬) કૌશલ રમેશભાઈ પટેલ
(૧૭) જીતેન્દ્ર હસમુખભાઈ પટેલ
(૧૮) દશરથભાઈ શીવાભાઈ પટેલ
(૧૯) ડાહ્યાભાઈ પરસોત્તમદાસ પટેલ
(૨૦) ચીમનલાલ ઉર્ફે ચોક્સી રામચંદદાસ પટેલ
(૨૧) ગાંડાભાઈ માધવલાલ પટેલ

ત્રણ મહિલા આરોપીઓનો છુટકારો
(૧) પટેલ ગીતાબેન બાબુલાલ ઈશ્વરલાલ
(૨) પટેલ મધુબેન અજીતકુમાર અમરતલાલ
(૩) પટેલ મંજુલાબેન રમેશભાઈ માધવલાલ

 

પિતા-પુત્રને આજીવન કેદ
આ કેસમાં સજા થતાં સમગ્ર પરિવારમાં ભારે ગમગીની સાથે રોક્ક ક ળના દ્રશ્યો સર્જાયા હતા.
(૧) પટેલ ચીમનલાલ રામચંદ-પિતા
(૨) પટેલ યોગેશભાઈ ચીમનલાલ-પુત્ર

દિપડા હત્યાકાંડમાં ભોગ બનનાર પરિવાર
(૧) પઠાણ હુસેનાબીબી યાકુબખાન, ઉ.વ. ૩૫
(૨) ખીલજી સોહાનાબીબી જાબીરભાઈ, ઉ.વ. ૨૫
(૩) બહેલીમ અફસાનાબાનુ ઈબ્રાહીમભાઈ અહેમદભાઈ, ઉ.વ. ૧૯
(૪) પઠાણ યાકુબખાન મુરાદખાન, ઉ.વ. ૩૫
(૫) પઠાણ આસીફખાન યાકુબખાન, ઉ.વ. ૧૪
(૬) પઠાણ આબીદખાન યાકુબખાન, ઉ.વ. ૧૨
(૭) પઠાણ અમાનુલ્લાખાન યુસુફખાન મુરાદખાન, ઉ.વ. ૪
(૮) પઠાણ અનાઉલ્લાખાન યુસુફખાન મુરાદખાન, ઉ.વ. ૯
(૯) પઠાણ બાનુબીબી યુસુફખાન મુરાદખાન, ઉ.વ. ૪૬
(૧૦) ખીલજી મુનાફખાન જાબીરભાઈ, ઉ.વ. ૨
(૧૧) પઠાણ જન્નતબીબી મુરાદખાન જલાલખાન, ઉ.વ. ૬૫

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved