Last Update : 31-July-2012, Tuesday

 
રેલવે સ્ટેશન નજીક ગુલામબાબા મિલ કમ્પાઉન્ડમાં
ઓફસેટ પ્રિન્ટીંગમાં આગ લાગતા હોટલમાં ૨૫ ગ્રાહકો ફસાયા

ગ્રાઉન્ડ ફલોરની દુકાનમાં લાગેલી આગના ધુમાડાથી હોટલના ગ્રાહકો ગુંગળાયા ઃ ત્રણ બાઇકને પણ આગથી નુકસાન

(પ્રતિનિધિ દ્વારા) ઇસુરત, સોમવાર
સુરત રેલ્વે સ્ટેશન નજીક ગુલામબાબા મિલ કંપાઉન્ડમાં આવેલી શીતલ પ્લાઝા હોટલ નીચે ઓફસેટ પ્રિન્ટીંગની દુકાનમાં બપોરે શોર્ટસરકીટને લીધે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આગમાં ઓફસેટ પ્રિન્ટીંગનો સામાન, ફર્નિચર, એ.સી. બળીને ખાખ થઇ ગયા હતા. તેમજ નજીકમાં પાર્ક કરેલી ત્રણ મોટરસાયકલને પણ નુકસાન થયું હતું. આગના ધુમાડાને લીધે હોટલ શીતલ પ્લાઝામાં ફસાયેલા ૨૫ વ્યક્તિને ફાયરબ્રિગેડે સહીસલામત બહાર કાઢયા હતાં.
બનાવ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત રેલ્વે સ્ટેશન નજીક ગુલામબાબા મિલ કંપાઉન્ડમાં હોટલ શીતલ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર ઉપર મોહન મિઠાઇવાળા ધનસુખભાઇની માલિકીની દુકાન નં. ૧૨માં ભાડૂત ભાગીદાર જગદીશખભાઇ વાઘજીભાઇ હીરપરા, પ્રવિણ છગન નવાપરા, પ્રતિક મનુ નવાપરા અને નારાયણ નરસી નવાપરા કલીક ડીજીટલ પ્રેસના નામે ઓફસેટ ડીજીટલ પ્રિન્ટીંગનું કામકાજ કરે છે. દુકાન નં. ૧૨માં ત્રણ પાર્ટીશન કરી અલગ દુકાનો બનાવાઇ છે.
દરમિયાન આજે બપોરે ૩-૨૦ કલાકે કલીક ડીજીટલ પ્રેસના એ.સી.માં શોર્ટસરકીટથી આગ ફાટી નીકળી હતી. પાર્ટીશનને લીધે આગ દુકાનમાં ગણતરીના સમયમાં પ્રસરી હતી અને વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. અતિ ભરચક એવા વિસ્તારમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આચાર્ય, ડીવીઝનલ ઓફિસર મખીજાની, પરમાર સહિત અન્ય અધિકારીઓ ૯ ફાયટર અને ૧૦ ટેન્કર સહિત ૭૦ માણસોના કાફલા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતાં.
ગીચ વિસ્તાર અને હંમેશની જેમ દુર્ઘટનાના સ્થળે તમાશો જોવા એકત્ર થયેલા લોકટોળામાંથી જેમ તેમ રસ્તો કાઢી સ્થળ ઉપર પહોંચેલા ફાયરબ્રિગેડે લગભગ અડધો કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જો કે, તે પહેલા ત્રણેય દુકાન બળીને ખાખ થઇ જતાં વાયરીંગ, ફોટોગ્રાફી પેપર્સ, મશીન, રોલ, ફર્નીચર, એ.સી. વિગેરેને નુકસાન થયું હતું. આગને લીધે નજીકમાં પાર્ક કરેલી ત્રણ મોટરસાયકલને પણ નુકસાન થયું હતું.
આગથી નીકળેલો ધુમાડો ઉંચે ચઢતા હોટલ શીતલ પ્લાઝામાં હાજર ૨૫ સ્ત્રી-પુરૃષોને ગુંગળામણ થઇ હતી. ફાયરબ્રિગેડે તમામને સહીસલામત બહાર કાઢયા હતાં.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved