Last Update : 31-July-2012, Tuesday

 
સુરતમાં ૩.૧ તીવ્રતાના ભૂકંપના આંચકા

-લોકો ગભરાટના માર્યા બહાર

 


-હાઇરાઇઝમાં રહેનારાને આંચકો વધુ લાગ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે બપોરે ૧.૩૩ વાગ્યે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. હાઇરાઇઝ બિલ્ડીંગમાં રહેનારા લોકો ગભરાટના માર્યા બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું એપી સેન્ટર સુરતના મોટીવેડ ગામ હોવાનું રીકટર સ્કેલ પર નોંધાયું હતું.
આજે બપોરે ૧.૩૩ વાગ્યે સમગ્ર સુરત શહેરમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડીંગમાં રહેનારા લોકોને ભૂકંપનો અનુભવ થતાં ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી ગયા હતાં. ભૂકંપનો આંચકો સુરતના જહાંગીરપુરા, વરાછા, ડભોલી, રાંદેરરોડ, કાપોદ્રા, અમરોલી વિસ્તારમાં વધુ અનુભવાયો હતો. વરાછા વિસ્તારમાં ૭મા માળે રહેતા અશોકભાઇ પટેલે ફોન કરીને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, બપોરના સમયે જમીને ફલેટમાં બેઠા હતા તે વખતે આખું એપાર્ટમેન્ટ જાણે હલતું હોય તેવો અહેસાસ થયો હતો. ભૂકંપ આવ્યાની જાણ થતાં તેઓ પરિવાર સાથે નીચે દોડી ગયા હતાં. આ રીતે જ વેડ-ડભોલી વિસ્તારમાં પણ આંચકો અનુભવાયો હતો. જો કે, સુરત શહેરના પારલેપોઇન્ટ, ઘોડદોડ રોડ, પાલ જેવા વિસ્તારમાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી નહોતી.
કામની દોડાદોડ વચ્ચે બપોરના સમયે આવેલા ભૂકંપનો આંચકો સુરતમાં સૌરાષ્ટ્રીયનોની બહુમતી ધરાવતા વરાછા, કાપોદ્રા, કતારગામ, ડભોલી વિસ્તારમાં વધુ અનુભવાયો હતો. લોકો ભૂકંપ આવ્યો કે નહીં? તેની સંબંધીઓને પૂછપરછ કરતા મોબાઇલ નેટવર્ક પણ વ્યસ્ત થઇ ગયું હતું. ઘણાં ઘરોમાં મહિલાઓ બપોરના સમયે ટી.વી. સીરીયલો જોવામાં વ્યસ્ત હતી ત્યારે આંચકો અનુભવતા ઘરોની બહાર દોડી ગઇ હતી.
રીકટર રીચર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધાઇ હતી અને એપી સેન્ટર સુરત રેલ્વે સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર મોટીવેડ ગામ હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે એકવાર ફરી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ૨૪ કલાકમાં ૯ આંચકા નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ગુજરાત રાજયમાં વિતેલા ૨૪ કલાકમાં અલગ અલગ જિલ્લામાં કુલ ૯ જેટલા હળવા ભૂકંપના આંચકા આવ્યા હતા. આ તમામ આંચકા વચ્ચે સુરત શહેરમાં આજે બપોરે નોંધાયેલ ૩.૧ની તીવ્રતા સૌથી વધુ હતી.

ભૂકંપના આંચકાનો સમય

એપી સેન્ટર

ભૂકંપની

-

-

તીવ્રતા

રવિવાર મધરાતે ૧.૫૩ વાગ્યે

કચ્છના  ભચાઉથી ૧૭ કિ.મી. દૂર

૧.૧

રવિવાર વહેલી સવારે ૫.૧૬

કચ્છના ખાવડાથી ૨૧ કિ.મી. દૂર

૧.૧

વહેલી સવારે ૫.૩૫

કચ્છના રાપરથી ૧૬ કિ.મી. દૂર

૨.૭

વહેલી સવારે ૬.૪૭

રાપરથી ૧૯ કિ.મી. દુર

૧.૩

સોમવાર સવારે ૧૦.૩૩

રાપરથી ૨૧ કિ.મી. દુર

૧.૭

સોમવાર સવારે ૧૧.૪૮

સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી. દુર

૧.૫

બપોરે ૧૨.૨૧

કચ્છના ધોલાવીરાથી ૨૧ કિ.મી. દુર

૨.૬

બપોરે ૧.૩૩

સુરત શહેરથી ૫ કિ.મી. દુર

૩.૧

બપોરે ૩.૪૭

સુરેન્દ્રનગરથી ૩૨ કિ.મી. દુર

૧.૮


૩.૧ની તીવ્રતાના ભૂકંપથી જુની બિલ્ડીંગમાં તિરાડ પડી શકે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત શહેરમાં આજે ૩.૧ તીવ્રતાના નોંધાયેલા ભૂકંપના આંચકાથી જુના બિલ્ડીંગમાં તિરાડ પડવાની શકયતા છે. એસવીએનઆઇટીના એપ્લાવર્ડ મિકેનીકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. અતુલ દેસાઇના જણાવ્યા મુજબ આજે સુરત શહેરમાં નોંધાયેલા ભૂકંપના આંચકાથી જુના બિલ્ડીંગોમાં તિરાડ પડવાની શકયતા છે અને આ તિરાડમાં વરસાદનું પાણી જવાથી સળિયાને કાટ લાગી શકે અને જયારે મોટો ભૂકંપનો આંચકો આવે ત્યારે બિલ્ડીંગને નુકસાન થઇ શકે છે.

સુરત શહેરમાં પહેલીવાર એ.પી. સેન્ટર ઃ ૮.૪ કિ.મી. ઉંડાઇએથી આંચકો ઉદ્દભવ્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત શહેરમાં આજે બપોરે ૧.૩૩ કલાકે જમીનની સપાટીથી ૮.૪ કિલોમીટર ઉંડાઇએથી આંચકો ઉદ્દભવ્યો હતો. આજે સુરતથી પાંચ કિલોમીટર દૂર જયાં એપી સેન્ટર રીકટર સ્કેલ પર નોંધાયું છે. તે નવું હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. અગાઉ કામરેજ તાલુકામાં એપી સેન્ટર નોંધાયું હતું. આંચકાથી નવી ફોલ્ટ લાઇન બની નથી પરંતુ એ.પી. સેન્ટરોના નામમાં સુરત શહેરનો આંતરિક વિસ્તાર નોંધાઇ ગયો છે.

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved