Last Update : 31-July-2012, Tuesday

 

વલસાડ નગરપાલિકાની ન્યુ સુપર માર્કેટમાં
દુકાનોના પાછળના ભાગે બાંધકામની મંજુરી આપવાની સુચનાથી વિવાદ

દુકાન નંબર- ૭, ૮નું ગેરકાયદે બાંધકામ તોડાયા બાદ મામલો હાઇકોર્ટમાં હોવા છતાં કલેકટરે ચીફ ઓફિસરને પત્ર લખી સુચના આપી

વલસાડ, સોમવાર
વલસાડ નગરપાલિકાની માલિકીની ન્યુ સુપર માર્કેટમાં બે દુકાનોના પાછળના ગેરકાયદે બાંધકામને દૂર કરવા અંગે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે કલેકરે ડિમોલીશનવાળા ભાગમાં કોર્ટની શરતોને આધિન બાંધકામની મંજૂરી આપવા ચીફ ઓફિસરને જણાવતાં વિવાદ સર્જાયો છે.
વલસાડ નગરપાલિકાની માલિકીની ન્યુ સુપર માર્કેટમાં આવેલી દુકાન નં. ૭ અને ૮ના પાછળના ભાગે ગેરકાયદે વધારાના બાંધકામ બાબતે ઘણા વર્ષોથી વિવાદ છે. આ બાંધકામ પાલિકાએ ઓછામાં ઓછું ત્રણવાર તોડી પાડયું છે ત્યારે આ દુકાનદારના સગા શહેરના કેતન શાહે પાલિકા સામે ગુજરાત હાઇકોર્ટમાં ૨૦૧૨માં અપલ દાખલ કરી હતી. જે કેસ ચાલી રહ્યો છે ત્યારે આખો દિવસ કલેકટર ઓફિસમાં પડયા પાથર્યા રહેતા સાહ બંધુઓ પૈકી કેતન શાહે કલેકટર લક્ષ્મણભાઇ પટેલને હાલમાં ચોમાસાની સીઝન હોવાનું જણાવી પાછળના ભાગમાં બાંધકામ કરવા માટે પરવાનગી માંગતા જિલ્લા કલેકટરે ન્યુ સુપર માર્કેટની દુકાન નં.૭ અને ૮ના પાછળના ભાગે કરવામાં આવેલા ડીમોલીશન વાળા ભાગમાં કેતન શાહના સ્વખર્ચે ગુજરાત હાઇકોર્ટ તથા શહેરી વિકાસ વિભાગની કોર્ટમાં ચાતા કેસોના નિર્ણયને પાલન કરવાની શરતોને આધિન બાંહેધરી મેળવી બાંધકામ કરવા મંજુરી દિન-૭માં આપી તેમ કર્યા બદલનો રિપોર્ટ કરવા ગઇ તા.૨૭-૭-૧૨ના રોજ ચીફ ઓફિસરને લેખિતમાં જણાવાયું હતું. આ બાબતે વલસાડ નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ પટેલ (મરચા)એ ચીફ ઓફિસરને ચેતવણી આપતો પત્ર લખી જણાવ્યું છે કે ન્યુ સુપર માકેટની દુકાન નં. ૭ અને ૮ સજ્જનલાલ શાહના નામે ચાલી આવી છે. આ દુકાનની પાછળના ભાગે પાલિકા કારોબારી સમિતિના ઠરાવ નં. ૮૭૬/તા.૨૮-૮-૦૩થી અરજદાર આર.જે. ગુપ્તાને ૧૦ બાય ૩ના માપની જગ્યા જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ફાળવી હતી.
આ ફાળવણી સંબંધે ૨૦૦૯માં કલેકટર નલીન ઠાકરની કોર્ટમાં ગુજરાત અધિનિયમ- ૧૯૬૩ની કલમ ૨૫૮ હેઠળ અપીલ દાખલ થઇ હતી. અપીલની સુનાવણીના અંતે કલેકટરે તેમની કચેરીના હુકમ તા.૨૬-૫-૧૦થી ઉપરોક્ત ફાળવણી રદ કરી હતી અને પહેલાની સ્થિતિ હતી તે સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરતો હુકમ કર્યો હતો. તેના આધારે પાલિકાએ વધારાનું બાંધકામ કર્યું હતં. આ હુકમ સામે સરીતા કે. જયસ્વાલે શહેરી વિકાસના નાયબ સચિવની કોર્ટમાં રીવીઝન અપીલ દાખલ કરી હતી. જે સામે આ કોર્ટ દ્વારા કોઇ સ્ટે અપાયો નહોતો. જેથી બાંધકામની પરવાનગી અપાશે તો તેમની (સી.ઓ.) સામે કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરાશે. મેટર હાઇકોર્ટમાં હોવા છતાં શાહ બંધુઓને દુકાનના પાછળના ભાગે બાંધકામની મંજુરી આપવા કલેકરે ચીફ ઓફિસરને જણાવતા વિવાદ વકરે એવી શક્યતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved