Last Update : 31-July-2012, Tuesday

 

ડાંગ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ
સાપુતારામાં ૬ કલાકમાં ૨.૫ વઘઇ-આહવામાં ૧.૫ ઇંચ વરસાદ

છેતરામણા વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેડૂતોની રોપણી હજી બાકી રહી

વઘઇ, સોમવાર
ડાંગ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ સોમવારે મૂશળધાર વરસાદ વરસતા સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના છ કલાકમાં સાપુતારામાં અઢી ઇંચ તથા વઘઇ-આહવામાં દોડ ઇંચ વરસાદ ઝીંકાયો છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક રહી હતી. છુટાછવાયા વરસાદ સિવાય નોંધપાત્ર વરસાદ નહીં નોંધાતા વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતો ચિંતિત બન્યા છે. સોમવારે સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના છ કલાકમાં આહવા ફલડ કંટ્રોલના જણાવ્યાનુસાર સાપુતારામાં ૬૫ એમએમ (૨.૫ ઇંચ), આહવામાં ૪૦ એમએમ (૧.૫ ઇંચ), જયારે વઘઇમાં પણ ૪૩ એમએમ (૧.૫ ઇંચ) વરસાદ ઝીંકાયો હતો. જયારે મોસમનો કુલ વરસાદ જોઇએ તો સાપુતારામાં ૬૩૬ એમએમ (૨૫ ઇંચ), આહવા ખાતે ૫૨૬ એમએમ (૨૧ ઇંચ), વઘઇ ખાતે ૭૩૪ એમએમ (૨૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
છેતરામણાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી-ગમનો મિશ્ર માહોલ જોવા મળે છે. ડાંગ જિલ્લામાં ગત વર્ષ પ્રમાણમાં ૩૦ ટકા જેટલો પણ વરસાદ નહીં નોંધાતા જિલ્લાના મોટાભાગના આદિવાસી ખેડૂતોની રોપણી હજી પણ બાકી રહી જવા પામી છે. જેથી વરસાદ હજી ખેંચાશે તો ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાય તેમ છે.

 

વાંસદામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ઝીંકાયો
વાંસદામાં ૧.૭, ચીખલી-ગણદેવીમાં ૧ અને નવસારી-જલાલપોરમાં અડધો ઇંચ વરસાદ
નવસારી, સોમવાર
નવસારી જિલ્લામાં ગત મધ્યરાત્રિથી ઠેર ઠેર વરસાદનાં છુટાછવાયા ઝાપટાં પડતાં લોકોમાં આશા સાથે રાહતની લાગણી જન્મી છે. ગઇકાલે રાત્રે બે વાગ્યાથી આજે ૪ વાગ્યા સુધીના ૧૪ કલાકમાં વાંસદા તાલુકામાં ૧.૭ ઇંચ, ચીખલી અને ગણદેવીમાં ૧-૧ ઇંચ, જયારે નવસારી અને જલાલપોર તાલુકાઓમાં ૦.૫ - ૦.૫ ઇંચ વરસાદ પડયો હતો. વાંસદામાં આજે સવારે ૧૦ થી ૧૨નાં ૨ કલાકમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.
નવસારી જિલ્લામાં હાથતાળી આપી રહેલાં વરસાદનાં કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. છેલ્લાં એક સપ્તાહથી જિલ્લામાં આકાશ કાળાભમ્મર વાદળોથી ઘેરાયેલું રહે છે. વાતાવરણમાં ઠંડક પણ રહે છે અનએ ગમે તે ઘડીએ વરસાદ તૂટી પડે તેવો માહોલ બને છે પરંતુ મેહુલિયો વરસવાનું નામ લેતો નથી. આવી સ્થિતિ સર્વત્ર પ્રસરી હોવાથી જો હવે વરસાદ નહીં પડે તો દુકાળની સ્થિતિ આવશે એવી આશંકાઓ વચ્ચે લોકો મેઘરાજાને મનાવવા જપ, તપ હોમ-હવન વિધિઓ પણ કરવા લાગ્યા છે. તે દરમિયાન ગત મધ્યરાત્રિનાં ૨ વાગ્યાના સમયથી સમગ્ર જિલ્લામાં મેહુલિયો જાણે માની ગયો હોય તેમ ઠેર ઠેર વરસવા માંડતા લોકોના તન સાથે મન પણ ભીંજાવા માંડયા છે. ગતરાત્રિનાં ૨થી આજે સાંજે ૪ વાગ્યા સુધીના ૧૪ કલાક દરમિયાન વાંસદામાં ૪૩ મી.મી. (૧.૭ ઇંચ), ચીખલીમાં ૩૦ મી.મી. (૧ ઇંચ), ગણદેવીમાં ૨૯ મી.મી. (૧ ઇંચ), જલાલપોરમાં ૨૦ મી.મી. (૦.૫ ઇંચ) જયારે નવસારીમાં ૧૮ મી.મી. (૦.૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
વાંસદામાં આજે સવારે ૧૦થી બપોરે ૧૨ વાગ્યા સુધીનાં ૨ કલાકમાં ૨૨ મી.મી. (૧ ઇંચ) વરસાદ ઝીંકાતા ઠેર ઠેર પાણી-પાણી થઇ ગયું હતું. હાલમાં પણ આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું છે. શ્રાવણી સોમવારે વરસાદની મહેર થતાં લોકોમાં મોડો મોડો પણ સારો વરસાદ પડશે એવી આશા જન્મી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved