Last Update : 31-July-2012, Tuesday

 

ગત વર્ષે એડહોક વસુલેલી ૪૧ હજારની ફી ઉપરાંત ચાલુ વર્ષે
નવ હજારની રીકવરી કાઢતા એન્જિનીયરીંગ વિદ્યાર્થીઓની હડતાળ

નવી શરૃ થયેલી અણીતાની એન્જિ. કોલેજ માટે ફી રેગ્યુલેટરી કમિટીએ વર્ષના રૃ. ૫૦ હજારની ફી લેવાની નક્કી કરતા કોલેજે સેકન્ડયરમાં પહોંચેલા વિદ્યાર્થીઓ પાસે ઉઘરાણી શરૃ કરી

કોલેજમાં લાયબ્રેરી, હોસ્ટેલ, વિજળી, વર્કશોપ વગેરેનાં ઠેકાણાં નથી
રૃ. ૪૧ હજારની ફીની સામે કોલેજે અપુરતી સુવિધા આપ્યા પછી કયા મોંઢે સત્તાધીશો રીકવરી માગે છે?
કોલેજ કેમ્પસમાં ધો. ૮ થી ૧૨ની માધ્યમિક શાળા શરૃ કરી દીધી
ફોટો છે.....
કીમ, સોમવાર
ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા અણીતા ગામે થોડા સમય પહેલાં નવી શરૃ થયેલી વિદ્યાદીપ એન્જિનીયરીંગ કોલેજમાં ગત વર્ષે પહેલા વર્ષમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ પાસે ચાલુ સાલે ફીમાં વધારાની રીકવરી કઢાતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. વિદ્યાર્થીઓએ સોમવારે સવારથી કોલેજ કેમ્પસ બહાર હડતાળ પર ઉતરી પડી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે અગાઉની માંગણીો કોલેજ સત્તાવાળાઓ દ્વારા ન સંતોષાય ત્યાં સુધી હડતાળચાલુરાખવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો.
અણીતા ગામે નવી શરૃ થયેલી વિદ્યાદીપ એન્જિનીયરીંગ કોલેજમાં ગત વર્ષે ૨૦૧૦-૨૦૧૧ના વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ૪૧ હજાર એડહોક ફી વસુલવામાં આવી હતી. ત્યારબાદ કોલેજ સત્તાવાળા દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીમાં ફી વધારા માટે દરખાસ્ત મુકાઇ હતી. જે બાબતે હાલમાં ફી રેગ્યુલેટરી કમિટીએ વિદ્યાદીપ કોલેજને પ્રથમ વર્ષ એન્જિનીયરીંગ કોલેજને રૃ।. ૫૦,૦૦૦/- હજારની ફી વસુલવા માટે મંજુરી આપી હતી. જેને ધ્યાનમાં લઇ કોલેજ સત્તાવાળાએ ચાલુ સાલે ગત વર્ષે આ જ કોલેજમાં પ્રવેશ લઇ ભણી બીજા વર્ષમાં આવેલા વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષની ફીના બાકી રૃ।. ૯૦૦૦ હજારની રીકવરી કાઢતાં કોલેજમાં ભણતા ૩૦૦ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા હતાં. ને કોલેજ સત્તાવાળાઓ સામે આક્ષેપ કરતા હતા કે, તમે ગત વર્ષે એડહોક ફી તરીકે વસુલેલા રૃ।. ૪૧ હજાર સામે વિદ્યાર્થીઓને કોઇ સગવડો આપી નથી. કોલેજમાં લાયબ્રેરીના ઠેકાણાં નથી. હોસ્ટેલનાં ઠેકાણાં નથી. વિજળી તેમજ વર્કશોપનાં પણ ઠેકાણાં નથી. તે સગવડો પુરતા પ્રમાણમાં આપી શકયા નથી તો કયા મોંઢે એડહોક ફી સામે વધારાના રૃ. ૯ હજારની રીકવરી કરવા નીકળી પડયા છે?
વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે સમય બદલવા માટે વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી ત્યારે કોલેજ સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને સમય બદલવાની બાંહેધરી આપી હડતાળ સમેટાવી લીધી હતી તે પછી પણ કોલેજનો સમય ન બદલી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે. એન્જિનીયરીંગ કોલેજમાં હાલ ગત વર્ષમાં ૨૯૯ વિદ્યાર્થીઓએ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની સામે ચાલુવર્ષે બીજા વિદ્યાર્થીઓ એન્જિનીયરીંગ કોલેજમાં પ્રવેશલીધો છે. આમ દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જશે તેની સામે કોલેજ સત્તાવાળા પુરતા પ્રમાણમાં કોલેજ કેમ્પસ બનાવી શકયા નથી. આજે એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓને ભણવામાં અગવડ પડી રહી છે ત્યારે વળી કોલેજ કેમ્પસમાં ધો. ૮ થી ૧૨ માધ્યમિક શાળા શરૃ કરી દેવામાં આવી છે. જેથી એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે. તેવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. હાલ તો એન્જિનીયરીંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો મિજાજ જોતાં હડતાળ લાંબી ચાલે તો નવાઇ નહીં!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved