Last Update : 31-July-2012, Tuesday

 

જન્માષ્ટમીમાં દારૃની રેલમછેલ કરવા સક્રિય બુટલેગરો
સૌરાષ્ટ્રમાં એક હજાર પેટી અંગ્રેજી દારૃ મોકલાયો, ૩૭૫ પેટી કબ્જે

લીમડી નજીક ૫૫૦ પેટીનું કટીંગ પણ થઇ ગયા બાદ વધેલી ૩૭૫ પેટી લઇ આવતો ટ્રક રાજકોટમાંથી પકડાયો

ગોવામાં મહેશ ઠક્કરની ડિસ્ટીલરીમાંથી દારૃ આવતો હતો
રાજકોટ, સોમવાર
જન્માષ્ટમીના તહેવારોમાં બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૃની રલેમછેલ કરવા સક્રિય બન્યા છે અને પોલીસ જો નિષ્ક્રિય રહેશે તો હંમેશાની જેમ બુટલેગરો સફળ થઇ જશે તે નક્કી છે. આ સ્થિતિ વચ્ચે ગોવાની ડિસ્ટીલરીમાંથી સૌરાષ્ટ્રમાં ૧ હજાર પેટી દારૃનો જથ્થો મોકલાયો હતો જેમાંથી ૩૭૫ પેટી રાજકોટની ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ ટ્રકના ચાલક અને કિલનરની ધરપકડ કરી છે. જયારે ૫૫૦ જેટલી પેટી સુરેન્દ્રનગર પંથકમાં કટીંગ થઇ ગયાની માહિતી પોલીસને મળી છે.
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી. બી. જાડેજાએ મળેલી બાતમીના આધારે ગતરાત્રે મોરબીરોડ રેલવે ક્રોસીંગ પાસે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબનો રાજસ્થાન પાસીંગનો ટ્રક આવતો દેખાતા જ ક્રાઇમ બ્રાંચની ટીમ સર્તક બની ગઇ હતી અને ટ્રક પસાર થતાં જ તેને અટકાવવા માટે વિન્ડસ્ક્રીન પર ધોકા ફટકારતા ગભરાઇ ગયેલા ચાલકે ટ્રક ઉભો રાખી દીધો હતો!!
તે સાથે જ પોલીસે ટ્રક પરની તાલપત્રી હટાવતા જ અંદર ભરેલી જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૃની પેટીઓ જોવા મળી હતી. પોલીસે ગણતરી કરતાં ૩૭૫ પેટી થઇ હતી જેની કિંમત રૃા. ૧૩.૫૦ લાખ અને ટ્રકની કિંમત રૃા. ૭ લાખ ગણી તે મુજબનો મુદામાલ પોલીસે કબ્જે કરી ટ્રક ચાલક મુંબઇના કલ્યાણના હરજીન્દરસીંઘ ઉજાગરસિંગ સાધુ અને કિલનર ગૌતમ પાંડુરંગ કામરેની ધરપકડ કરી હતી.
આ બંનેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે ખરેખર મુળ કચ્છના મનાતા મહેતા ઠક્કર કે જેને ગોવામાં ડિસ્ટીલરી છે તેની ડિસ્ટીલરીનો આ દારૃનો જથ્થો છે. આ અગાઉ જૂનાગઢમાં આ જ ડિસ્ટીલરીનો રૃા. ૧૦ લાખનો દારૃ આરઆર સેલે પકડયો હતો. ગોવાથી અંદાજે ૧ હજાર પેટી દારૃ સૌરાષ્ટ્રમાં મોકલાયો હતો, જેમાંથી બે દિવસ પહેલાં લીમડી- સાયલા વચ્ચે ૫૫૦ પેટીનું કટીંગ પણ થઇ ગયું હતું.
ત્યારબાદ એક દિવસ ત્યાં જ ટ્રક હોસ્ટ રખાયા બાદ સુચના મુજબ બાકીની ૩૭૫ પેટી બીજા બુટલેગરને પહોંચાડવા ટ્રક રાજકોટ રવાના થયો હતો. ટ્રક ચાલક હરજીન્દરસિંઘને જામનગર બાયપાસ પાસે ટ્રક લઇ જવાની સુચના અપાઇ હતી ત્યાંથી તેને ટ્રક કયાં લઇ જવો તેની સુચના મળવાની હતી પરંતુ તે પહેલાં મોરબી રોડ પર પોલીસે ટ્રકને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે રવિ નામનો શખ્સ ટ્રકચાલકને મોબાઇલ પર બધી સુચનાઓ આપતો હતો, ટ્રક ચાલક દારૃ કયાં લઇ જવાનો હતો અને કયા બુટલેગરે મંગાવ્યો હતો તે વિશે અજાણ હોવાનું કહી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved