Last Update : 31-July-2012, Tuesday

 

વંથલી હાઈવે પર ખોખરડા ફાટક નજીક ટાયર બદલતી વખતે
જેક છટકતા શેરડી ભરેલા ટ્રક હેઠળ ચગદાઈ જવાથી ડ્રાઈવર-ક્લીનરનું મોત

વધુ પડતા વજનના લીધે ચેસીસ તૂટી જતા ટ્રકનો પાછળનો ભાગ અલગ થઈ ખાપટના બંને યુવાનો પર કાળ બની પડયો

જૂનાગઢ, તા.૩૦
વંથલી કેશોદ હાઈવે પર આજે ઉનાથી શેરડી ભરી આવતા એક ટ્રકમાં ખોખરડા ફાટક નજીક પંચર પડતા ઉના તાલુકાના ખાપટ ગામના ડ્રાઈવર- ક્લીનર ટાયર બદલાવી રહ્યા હતા. ત્યારે જેક છટકતા શેરડી ભરેલી હોવાથી ટ્રકની ચેસીસ તૂટી ગઈ હતી અને પાછળનો ભાગ પલ્ટી જઈ ડ્રાઈવર અને ક્લીનર પર પડતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ અને ક્લીનરનું જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકાના ખાપટ ગામમાં રહેતા બાબુભાઈ દેવાભાઈ પરમાર (ઉ.વ. ૩૫) નામના ટ્રક ડ્રાઈવર તથા તે જ ગામના જીણાભાઈ ભીમાભાઈ સાંખટ (ઉ.વ. ૩૫) નામના ક્લીનર આજે બપોરે ઉના પંથકમાંથી ટ્રકમાં શેરડી ભરી જૂનાગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે વંથલી-કેશોદ હાઈવે પર ખોખરડા ફાટક પાસે ટ્રકના ટાયરમાં પંચર પડયું હતું. આથી બાબુભાઈ અને જીણાભાઈએ ટાયર બદલાવવા ટ્રકની ચેસીસ પર જેક લગાવ્યો હતો અને ટાયર બદલવા માટેનું કામ શરૃ કર્યું હતું. એ દરમ્યાન જેક છટકયો હતો અને એટલે ટ્રકમાં ભરેલી શેરડીનો વજન એક સાથે ટ્રકની ચેસીસ પર આવ્યો હતો. આથી ચેસીસ તુટી ગઈ હતી અને ટ્રકનો પાછળનો ભાગ અલગ થઈ પલ્ટી મારી ગયો હતો અને ડ્રાઈવર બાબુભાઈ પરમાર તથા ક્લીનર જીણાભાઈ સાંખટ તેની નીચે દબાઈ ગયા હતા. જેમાં ડ્રાઈવર બાબુભાઈનું માથુ છુંદાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ક્લીનર જીણાભાઈને પેટ તથા પગ અને કમરમાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતા તેઓને વંથલી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ બનાવ અંગે જાણ થતા વંથલીના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી રાઠોડે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે ખાપટના બંને યુવાનો ડ્રાઈવર અને ક્લીનર તરીકે હતા. આ મામલે ટ્રક માલિકને જાણ કરાતા તેઓ પણ આવી ગયા છે. બે યુવાનોના એક સાથે મોત થતા ખાપટ ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved