Last Update : 31-July-2012, Tuesday

 
ઘાસચારાની અછતને કારણે પશુપાલકોની હાલત કફોડી
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આંદોલનના મંડાણ થશે

વરસાદના અભાવે ગરીબોને રોજીરોટીનો ગંભીર પ્રશ્ન, પીવા માટે પાણી આપવામાં સરકારી તંત્ર નિષ્ફળઃ સામ્યવાદી પક્ષ દ્વારા લડતનું એલાન

ઉપલેટા, તા. ૩૦
ચોમાસાના દોઢ મહિના પસાર થઇ ચુકયા છે ત્યારે રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને ન વરસતા દુષ્કાળની સ્થિતીના ભણકારા વાગી રહ્યા છે. વરસાદ ખેંચાતા ઠેર-ઠેર પાણીની જબરી તકલીફ ઉભી થઇ છે જેની ખેતી, ઉદ્યોગ અને વેપાર ધંધાઓ ઉપર પણ અસર થઇ રહી છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ બુલંદ બનાવવા આંદોલનના મંડાણ થશે.
હાલ દુષ્કાળની પ્રથમ અસર પશુઓ પર આવી છે. રૃા.૮૦નો મણ લીલો ઘાસચારો અને રૃા.૩૦૦નો મણ સુકો ઘાસચારો તેમજ રૃા.૮૫૦ની ખોળની ગુણી, ઘાસચારામાં ભયંકર મોંઘવારી ઉપરાંત અછત પણ વર્તાય છે ત્યારે દુધાળા પશુઓને પૂરતો ઘાસચારો ન મળાવને કારણે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો આવ્યો છે પશુધનને બચાવી લેવા માટે સરકારે તાત્કાલિક રીતે ગામડા અને શહેરોમાં ઘાસના ડીપાઓ ખોલી નાખવા જોઇએ અને દુધ ઉત્પાદનમાં સરકારે પશુપાલકોને એક કિલો ફેટ ઉપર રૃા.૫૦ ની સબસીડી આપવી જોઇએ. વાવણીમાં વાવેલો પાક પણ નિષ્ફળતાના આરે ઉભો છે. પાછોતરો વરસાદ થાય તો પણ ઉભા મોલને વધુ ફાયદો થાય તેમ નથી. માટે પાક વિમો આપવા માટેની પૂર્વ કામગીરી તાત્કાલીક રીતે આરંભી દેવી જોઇએ.
પીવાના પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની છે તેને ધ્યાને રાખીને સરકારે પીવાના પાણી માટેનું આગવું આયોજન શરૃ કરી દેવું જોઇએ. ખેતમજૂરો અને નાના ખેડૂતોને વર્ષ નિભાવવા માટે રોજગારીની જરૃર પડવાની છે. દુષ્કાળના વર્ષમાં સતત કામ મળી રહે તે માટે રાહતકામો અને કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજનાના કામો તાત્કાલિક શરૃ કરી દેવા જોઇએ તેવી માંગ ઉઠાવી ઉપલેટાના સામ્યવાદી પક્ષ દ્વારા અછતની પરિસ્થિતિમાં ગામેગામથી આંદોલન શરૃ કરવાની ચીમકી આપી છે.

જળાશયો ઉપરાંત કૂવા, તળાવ, બોરમાં પણ તળિયા દેખાયા
કાઠીયાવાડમાં દુષ્કાળની ભીતિ વરસાદના અભાવે પાક નિષ્ફળ
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. ૩૦
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હજુ સુધી વરસવાનું નામ લેતા નથી. જેઠ-અષાઢને વરસાદના ઘોરી મહિના ગણવામાં આવે છે પરંતુ બન્ને મહિના કોરાધાકોળ ગયા છે. અડધો શ્રાવણ પણ વિતી ગયો છતાં વરસાદ ન થતાં દુકાળ દસ્તક દઇ રહ્યો છે. ઘાસ-પાણીની કપરી બનતી સ્થિતિને લીધે સર્વત્ર ચિંતા વ્યાપી છે. પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ બન્યા છે તો પૂરતા ઘાસ-પાણી વગર મુંગા પશુઓની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.
ગામે-ગામથી પશુપાલન માટે રાહતભાવનો ઘાસચારો આપવાની માંગઃ ચીજવસ્તુઓના વધતા જતા ભાવો, શ્રમજીવીઓની દયનીય હાલત
* હળવદ પંથકમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ નીવડયો છે. પશુઓ માટે ઘાસચારાની તંગી સર્જાઇ છે. માલધારીઓ પશુધન માટે ચિંતીત બન્યા છે. વરસાદ ન થવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ ભડકે બળી રહ્યા છે. જળાશયોના તળિયા દેખાઇ ગયા છે. બોર, ડંકી, દારમાં પાણી ડુકવા લાગ્યા છે. લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
* પોરબંદર તાલુકામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયા બાદ વરસાદ નહીં પડતા નેવુ ટકા પાક નિષ્ફળ જાય તેવી શક્યતા ઉભી થતા તાત્કાલિક ખેડૂતોને પાક વીમો ચૂકવવા તાલુકા પંચાયતના પ્રમુખે માંગ કરી છે.
* ઉપલેટા તાલુકાના ઢાંક, મેરવદર, પ્રાંસલા, વડેખણ, તણસવા, ગધેથડ, નાગવદર, રાજપરા, ચરેલીયા સહિત ગામોમાં વરસાદ ન પડતાં ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. ઘાસ-પાણીની અછત સર્જાઇ છે ત્યારે ઉપલેટા તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી છે.
* જામનગર જિલ્લામાં અપુરતા વરસાદને પગલે સરકાર દ્વારા પશુપાલકોને ઘાસચારો વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે સરકારે વ્યક્તિગત રીતે ઘાસ વિતરણ કરવાનો નિર્ણય લઇને પશુપાલકો, પશુધારક ખેડૂતો, નાના અને સિમાંત ખેડૂતો તથા બીપીએલ કાર્ડ ધારકોને અન્યાય કર્યો છે. સરકારે વધુમાં વધુ પાંચ પશુઓ માટે ઘાસ ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે સરકારે ખરેખર તો જેમની પાસે હૈયાત પશુઓ હોય તેને ધ્યાનમાં લઇ ઘાસનો જથ્થો ફાળવવો જોઇએ. ઉપરાંત વરસાદ ન થાય ત્યાં સુધી ઘાસ વિતરણની વ્યવસ્થા ચાલું રાખવા સાંસદ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved