Last Update : 31-July-2012, Tuesday

 

મેઘરજ-ઉન્ડવા માર્ગ પર
દારૃની મહેફિલ માણતા સાત નબીરા પકડાઈ ગયા

લાખો રૃપિયાની માલમતા જપ્ત ઃ કારમાંથી સ્પ્રે સહિત અનેક માલમતા મળી આવી

મેઘરજ, તા.૩૦
મેઘરજ ઉન્ડવા માર્ગ ઉપર ધનીવાડા પાસે દારૃની મહેફિલ માણતાં બાયડ, મેઘરજ, ઠાસરા, કપડવંજ તાલુકાના ૭ વ્યક્તિઓની મેઘરજ પોલીસે ધરપકડ કરી એક કાર, એક મોટર સાયકલ અને મોબાઈલો મળી લાખો રૃપિયાની મત્તા કબજે કરતાં સમગ્ર તાલુકામાં ચકચાર જગાવી છે.
મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ તાલુકાના સરહદી વિસ્તારના ૪૦ જેટલા ગામડાઓમાં લૂંટફાટ કરતી ટોળકીઓ આતંક વધી રહેતાં ગામડાઓના રહીશોએ ભયભીત બની રાત્રિ જાગરણ શરૃ કર્યા હતા. પરંતુ કોઈ લુંટારૃ ટોળકી પોલીસ પકડી શકી નહોતી. આ ટોળકી આ વિસ્તારમાં રાત્રિના સમયે ગાડીઓ લઈને ફરતી હતી. અને પોલીસને પણ સંખ્યાબંધ મૌખિક ફરીયાદો મળી હતી. મેઘરજ પોલીસ રાત્રિના સમયથી વહેલી સવાર સુધી પ્રટ્રોલીંગ પણ કરતી હતી. ત્યારે એવામાં બીજી બાજુ ગઈ કાલે મેઘરજ ઉન્ડવા માર્ગ ઉપર આવેલ ધનીવાડા પાસે એક ખેતરમાં દારૃની મહેફિલ થઈ રહી છે તેવી મેઘરજ ઉન્ડવા માર્ગ ઉપર આવેલ ધનીવાડા પાસે એક ખેતરમાં દારૃની મહેફિલ થઈ રહી છે તેવી મેઘરજ પોલીસને જાણ થતાં તુરત જ મેઘરજ પીએસઆઈ કે.એ. વાળા, રાઈટર સરદારસિંહ તેમજ પોલીસ કુમક સહિત ધનીવાડા ગામે માર્ગ ઉપર દરોડો પાડતાં એક ખેતરમાં ૭ જેટલા નબીરાઓ દારૃની મહેફિલ માણતાં હતા. જેમાં બાયડ તાલુકાના ચોઈલાના વતની કલ્પેશભાઈ દિનેશભાઈ પટેલ (કે જેઓ તાજેતરમાં સાબરકાંઠામાંથી તડીપાર થયેલ છે), સુરેશ શંકરભાઈ પટેલ રહે. ચોઈલા, તા. બાચડ, બ્રિજેશ કાન્તીભાઈ ડેડુણ રહે. ભુવાલ, તા. મેઘરજ, ધર્મેન્દ્રસિંહ સિધ્ધરાજસિંહ રાઠોડ રહે. ટુણાદર, જીજ્ઞોશ કમલેશ ચેનવા રહે. ઠાસરા, રવિકુમાર ભાટીયા રહે. બાયડ/મેઘરજ, શૈલેષ લુહાર રહે. વડાલી, તા. કપડવંજનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ દારૃની મહેફિલની જગ્યા પાસેથી કાર તથા મોટર સાયકલ અને મોબાઈલ નંગ ૩ મળી લાખો રૃપિયાની મતા કબજે કરી હતી. આ અંગે મેઘરજ પોલીસે સાતેય વ્યક્તિઓ ઉપર જુદા જુદા ગુનાઓ ઈ.પી.કો. કલમ ૮૫/૧-૩, ૬૬-૧-બી મુજબ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે પોલીસે આ ઈન્ડીકા કારમાંથી હોકી, લાકડીઓ, કપડાંઓ અને સ્પ્રે પણ કબજે કરેલા છે. ઉલ્લેખનીય એ છે કે મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી એક ટોળકી તાલુકામાં ચોરી લૂંટફાટનો આંતક મચાવી રહી છે.
જેના કારણે તાલુકાની પ્રજા ભયભીત બની હતી. ત્યારે બીજી તરફ આ ૭ વ્યક્તિઓ સાથેની આ ટોળકી પકડાતાં સમગ્ર તાલુકાના લોકો આ ટોળકીને જોવા મેઘરાજ પોલીસ સ્ટેશને ગઈકાલે મોડી સાંજથી આજે વહેલી સવાર સુધી હજારો લોકો આ ટોળકીને જોવા ગામેગામથી ઉમટી પડયા હતા. અને તાલુકાની પ્રજામાં કહેવાતી આ ટોળકી પકડાઈ છે તેની જાણ થતાં લોકોનો ભયનો પડઘમ શાંત થયા હતા.

તડીપાર યુવાન પણ આ મહેફિલમાં
મેઘરજ, તા.૩૦
મેઘરજ ઉન્ડવા માર્ગ ઉપર ધનીવાડા પાસે દારૃની મહેફિલ માણતાં ચોઈલા ગામના વતની કલ્પેશ દિનેશભાઈ પટેલ સામે જુદા જુદા ગુનાઓ બાયડ પોલીસ સ્ટેશને નોંધાતા બાયડ પ્રાંત ઓફીસર બી.એમ. પ્રજાપતિએ તડીપાર નોંધાવતા બાયડ પોલીસે આ પટેલને ૭ જિલ્લાઓમાંથી તડીપારનો પણ હુકમ કર્યો હતો. બાદ આ ઈસમ સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકામાં દારૃની મહેફિલ માણતાં ઝડપાઈ જતાં સમગ્ર બાયડ તાલુકામાં ચકચાર જગાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved