Last Update : 31-July-2012, Tuesday

 

મંજુરી વગર રેલી કાઢવા બદલ
લવાડના ૫૦૦થી વધુ ગ્રામજનોની અટકાયત

ધારાસભ્યને આવેદનપત્ર આપવા જતા હરખજીના મુવાડ પાસે જ પોલીસે ગ્રામજનોની અટકાયત કરી

ગાંધીનગર,તા.૩૦
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામની ગૌચરની જમીન રક્ષાશક્તિ યુનિવર્સિટીને સરકારે આપી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. ત્યારે આજે ધારાસભ્યને આવેદનપત્ર આપવા જતા લવાડ ગામના ૫૦૦થી વધુ ગ્રામજનોની પોલીસે અટકાયત કરી હતી. મંજુરી નહીં મળવા છતા ગ્રામજનો દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર એનાયત કરવા જઇ રહ્યા હતા ત્યારે હરખજીના મુવાડા પાસે જ ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી.
સરકાર ગૌચરની જમીન ખેરાત કરી રહી છે ત્યારે દહેગામ તાલુકાના લવાડ ગામની ગૌચરની જમીન રક્ષાશક્તિ યુનિવર્સિટીને સોંપી દેવામાં આવતા ગ્રામજનોએ સરકારની આ નીતિનો ઉગ્ર વિરોધ કર્યાો છે. ગાંધીનગરના લેકાવાડાથી લવાડ સુધીની રેલી અગાઉ કાઢ્યા બાદ ટીમ અન્નાના અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં ગૌચર બચાવોનું અહિંસક આંદોલન પણ છેડયું હતું અને ત્યાર બાદ સમયાંતરે ગ્રામજનો અને ગૌચર બચાવો સમિતિના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવે છે. ત્યારે આજે ગ્રામજનો અને કાર્યકરો દ્રારા આ વિસ્તારના ધારાસ્ભયના નિવાસસ્થાને પાલુન્દ્રા ખાતે આવેદનપત્ર આપવા જવાનું નક્કિ કરવામાં આળ્યું હતું. પરંતુ સરકારી અમલદારોએ સંઘર્ષ ન થાય તે માટે રેલીની કે આવેદનપત્ર આપવાની મંજુરી ગ્રામજનોને આપી ન હતી.તેમ છતા એક હજાર જેટલા કાર્યકરો અને ગ્રામજનો આવેદનપત્ર આપવા જતા હતા ત્યારે હરખજીના મુવાડા પાસે ૫૦૦થી પણ વધુ ગ્રામજનોની પોલીસે અટકાયત કરી હતી. તો દહેગામ પોલીસ સ્ટેશનમાં લવાડના ગ્રામજનો અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા.જેના કારણે આખરે આ વિસ્તારના ધારાસ્ભને પોલીસ સ્ટન્ને આવીને આવેદનપત્ર સ્વિકારવું પડયું હતું. તો અટકાયતમાંથી મુક્તી મળ્યા બાદ ૧૨ જાગૃત નાગરિકો દહેગામ મામલતદાર કચેરી પાસે ૨૪ કલાકના અનશન ઉપર બેઠા છે આ ઉપરાંત કાન્તિ દિન એટલે ૯મી ઓગષ્ટે લવાડમાં અહિંસ પણ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. જેમાં ગ્રામજનો રક્ષા શક્તિ યુનિવર્સિટીની વાડ તોડી નાંખશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved